________________
ગાથા-૯૬
૫૩ જુઓ આત્મા પણ અજ્ઞાનને લીધે, યજ્ઞાયક પરને અને પોતાને એક કરતો થકો હું પરદ્રવ્ય છું, એ છોકરો એ મારો છે, હું એનો છું, બાઈડી મારી છે હું એનો પતિ છું. આહાહાહા ! બહુ કામ આકરું, આ મારો નોકર છે ને હું એનો શેઠ છું, એ પરદ્રવ્ય હું છું, તેના અધ્યાસને લીધે, ઓહો ! થઈ ગયો વખત તો પછી આવશે.
(શ્રોતા-પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૯૨ ગાથા-૯૬ રવિવાર, મહા સુદ-૧૫, તા. ૧૧/૨/?૭૯
સમયસાર! એ આંહીં સુધી આવ્યું'તું વચમાં દષ્ટાંત કહ્યું છે ને દષ્ટાંત. જેમ ધ્યાનમાં કોઇને અજ્ઞાનીએ કહ્યું કે તું ભેંસ, કે પાડાનું ધ્યાન કર. તો ધ્યાન કરતાં કરતાં એમ જાણ્યું કે હું પાડો થઇ ગયો, તો બારણામાંથી નીકળવું એને મુશ્કેલ પડે, આમ શીંગડા કરીને જેમ શીંગડા હોય ને એવું ધ્યાન, એમ, એ તો દષ્ટાંત થયું.
તેવી રીતે છે? આ આત્મા પણ, છે? “અજ્ઞાનને લીધે શેયજ્ઞાયક પરને અને પોતાને એક કરતો” જાણનારો આત્મા, અને એમાં ધર્માસ્તિ અધર્માસ્તિ કે પુદ્ગલ કે પરજીવ એ જ્ઞાનમાં એ શેય જાણવાલાયક છે, પણ તે શેયને પોતાનાં માને છે, જેમ એ ભેંસનું ધ્યાન કરતા ભેંસ જાણે એ થઈ ગયો, એમ પર જ્યાં જાણવામાં આવ્યું ત્યાં જાણે કે પર મારા થઇ ગયા. આહાહા! છે? શેયજ્ઞાયકરૂપ પરને, શેય પર ને જ્ઞાયક પોતે, એમ, છે ને શબ્દ? શેય-જ્ઞાયક, પર શેય એટલે જાણવા લાયક પર, ચાહે તો શરીર હોય વાણી હોય, કર્મ હો, સ્ત્રી હો, કુટુંબ હો, દેવ હો, ગુરુ હો, શાસ્ત્ર હો, છ દ્રવ્ય ધર્માસ્તિકાય આદિ એ છે જાણવાલાયક છે, આત્મા જાણનારો છે, પણ એ રીતે ન માનતાં જાણવાલાયક ચીજ છે તે મારી છે, આ સ્ત્રી મારી, દિકરો મારો, બાપ મારો, પૈસા મારાં, મકાન મારાં, એ તો શેય છે, જ્ઞાનમાં જાણવા લાયક, એને ઠેકાણે એમ માને છે કે એ પૈસા મારાં, આબરુ મારી, કુટુંબ કબીલો મારો, આહાહા... આ દિકરીયું મારી, જમાઈ મારાં, આહાહા.. એને
જ્યાં વિચારમાં વ્યે છે ત્યાં એને પોતાના માની લ્ય છે. આહાહા! ખરેખર તો પોતે જાણનાર છે અને એ ચીજ જણાવવા લાયક છે, એ સિવાય એની છે એ ચીજ નહિ. આહાહા !
આ પૈસા બૈસાનું શું સમજવું ત્યારે? કાલે ઓલી દાનની વાત નહોતી કરી, દાન ઈ આમાં દાન નીકળ્યું પછી, દાનની ગાથા નહોતી? એ પછી એ પહેલી નીકળી, આ નહોતા આ બાર ભાવના બાર ગાથા છે ને પહેલી અધુર છે ને? અધ્રુવ ભાવનામાં છે, પૈસો એ અધ્રુવ છે, એ તો એની સ્થિતિ પ્રમાણે રહે ને એની સ્થિતિ પ્રમાણે જાય, એ જાણે કે હું રાખું માટે રહે, એને, હું આપું માટે અપાય એમ નથી. છતાં આચાર્ય એમ કહે, હે ભવ્ય જીવ, સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યા છે તેને સાંભળીને જે પોતાના મનને વિષયોથી છોડાવી અને આ સ્થિરતાના ભાવને ભાવશે એ ભવ્ય જીવ સિદ્ધ પદને પામશે, એ બાર હોં, જુઓ આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે, “અધુવ”માં છે, પહેલી ભાવના આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે એટલે કે જ્યાં સુધી તે બેચાર દિ' સુધી ચેષ્ટા કરે બે ચાર દિ' બે પાંચ વરસ રહે, એ રહે એને કારણે, આ જાણે કે હું રળ્યો માટે મારી પાસે આવ્યા, રહ્યા મિથ્યાભ્રમ છે. આહાહા! ચેષ્ટા કરે કેટલું? બે ચાર દિવસ રહેશે, એ બે ચાર પચીસ પચાસ વરસ રહે એ બે