________________
૫૧.
ગાથા-૯૬ આવે છે ને? આચાર્ય, ઉપાધ્યાય સાધુ, અરિહંત અને સિદ્ધ પંચ પરમેષ્ઠિ સ્વરૂપ ભગવાન આત્મા પંચ પરમેશ્વર સ્વરૂપ છે, અને એ પંચ પરમેષ્ઠિ છે એ આત્મ સ્વરૂપ છે, એ રાગ ને દેહની ક્રિયા ને એ કાંઈ સ્વરૂપ નથી. આહાહા ! બહુ કામ ભાઈ ! અરે સાંભળવા મળે નહિ અને એ બિચારા આમ ને આમ જિંદગી ગાળે. આહાહા!
કહે છે, એવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જે શેય છે, ફક્ત જ્ઞાનમાં જાણવા લાયક છે, પંચપરમેષ્ઠિ પણ જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે, સ્ત્રી કુટુંબનો આત્મા પણ શેય તરીકે જાણવા લાયક છે, એનું શરીર જે છે એ પણ શેય તરીકે જાણવા લાયક છે એને ઠેકાણે આ શરીરને હું ભોગવું, પરદ્રવ્યને હું ભોગવું, એવો જે ભાવ એ મિથ્યાત્વભાવ છે. આહાહાહા.. આવી વાતું છે. દાળ ભાત શાક મેસુબ એ પરદ્રવ્ય છે શેય છે, આત્મા જ્ઞાયક છે, એને ઠેકાણે આને હું ભોગવું એ ભેંસના ધ્યાન જેવું છે, એને પરનું ધ્યાન થઈ ગયું. પરમાં એકાકાર થઈ
ગયો.
(શ્રોતા-પરને જાણે તો શેય જ્ઞાયક સંબંધ તો રહ્યોને) એ ય છે એને જાણશે એ પણ વ્યવહાર છે, પણ આટલો વ્યવહાર એટલો ઠીક, આ જાણનાર છે, એને જણાવવા યોગ્ય છે બસ એટલું. પણ એ મારા છે એમ નથી, એટલી વાત અત્યારે સિદ્ધ કરવી છે. આહાહા... ખરેખર તો એ શેયનું અહીં જે જ્ઞાન થયું છે એ જ્ઞાન છે એ જ પોતાનું શેય છે. આહાહા ! પણ અત્યારે હવે અહીં એ વાત નથી, જે ઠેકાણે જે અપેક્ષા સિદ્ધ કરવી હોય ને, નહીંતર તો ખરેખર તો જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એ ઉત્પાદને એના દ્રવ્યની પણ કોઈ અપેક્ષા નથી, ઉત્પન્ન થઈ ત્યારે અપેક્ષા લીધી કે આનાથી થઈ પણ છે અને હવે ધ્રુવની અપેક્ષા નથી. આહાહાહા ! રાગની તો અપેક્ષા નથી રાગનું જ્ઞાન તો નહિ, પણ આ જ્ઞાતાનું જ્ઞાન પર્યાય થઈ એ ય નહિ. આહાહાહાહા ! શું મારગ ! વીતરાગ, વીતરાગ, વીતરાગ, વીતરાગના પોકાર છે. આહાહાહા !
પ્રભુ તું છો એમ મેં કીધુંને, તેથી આ આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, માથે આવી ગયું છે, પરદ્રવ્યના સંબંધથી રહિત અને રાગના સંબંધથી રહિત. આહાહા... છે ને કાલ આવ્યું'તું. નહિ? હમણાં આવ્યું'તું પહેલું લીધું, સમસ્ત પરદ્રવ્યના સંબંધથી રહિત, ભગવાન સમસ્ત અન્ય વસ્તુઓનાં સંબંધથી રહિત, એ દયા દાનનો વિકલ્પ છે, કે પરમેશ્વર પોતે છે, એ બધું આ આત્મા તેના સંબંધથી રહિત છે. આહાહા ! એ વીતરાગ એમ કહે અને વીતરાગનો ભગત એમ માને. આહાહાહા! આ તો મકાન ને, મકાન ને બારીયું ને બારણા ને બારી દીઠ પાછાં તોરણો ને એમાં મોતીના હાર ને એમાં ચીતરામણ હાથી ઘોડાનાં ને ચારેકોર બેઠા હોય ને ત્યાં પલંગ મોટો ઢોલિયો ઊંચો હોય પીત્તળનો, સોનાનો તો શું? ચક્રવર્તીને સોનાનો ને રતનનો હોય, પણ આ પીત્તળના ઢોલીયા ને એમાં મોટી રૂની ગાદી, રેશમનો ઓછાડ. ઓહોહો! આ બધા મારા છે, એ મારા છે બધાં, એને માનનારા તારું મરણ થાય છે. આહાહા.. ભાઈ, તને ખબર નથી. વીતરાગ પરમાત્માનો આ પોકાર છે. આહાહા!
અનાદિથી રખડી રહેલ ભાઈ તારા સ્વરૂપના ભાન વિના, તારું હોવાપણું જે રીતે છે, એ રીતે હોવાપણાનું જ્ઞાન નહિ, તેથી તેને પરમાં હોવાપણું માનીને, મૂઢ થઈને પરનું, તું પોતાનું