________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ રૂપી, ઓલામાં પુદ્ગલ હતું પણ આ જુદું પાડ્યું છે ખાસ, ખાસ. રૂપીપણુંમાં પરમાણું આદિ છે એ મનનો વિષય છે, સ્કંધ આદિ જે છે એ ઇન્દ્રિયનો વિષય છે. સમજાણું કાંઇ?આહાહા!
એમાં ઢંકાયેલો હોવાથી બે વાત થઇ. ત્રીજી, હવે રહ્યું શરીર, મનનો વિષય છ દ્રવ્ય ત્યાં આગળ ચૈતન્ય શુદ્ધ ધાતુ રોકાઈ ગઈ. ઇન્દ્રિયનો વિષય રૂપી ત્યાં આત્મા ચૈતન્યબોધ રોકાઈ ગયો, ઢંકાઈ ગયો. આહાહા ! અને હવે “મૃતક કલેવર વડે” આ શરીર છે એ મડદું છે. જડ છે, મૃતક કલેવર છે, અત્યારે હોં. કહો હીરાલાલજી! આહાહા.. આ તો મૃતક કલેવર છે. આ પરમાણું છે ને? એમાં જીવ કયાં છે એ પરમાણુમાં? એ મડદાં છે, મડદું છે આ તો, અત્યારે હોં! જીવ નીકળ્યા પછી નહિ. “મૃતક કલેવર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન” આહાહા... ત્રણેય “મમા”, મૃતક કલેવર વડે અમૃતરૂપ વિજ્ઞાનઘન ભગવાન, અમૃતરૂપ વિજ્ઞાનઘન એ તો પ્રભુ. આહાહા! અતીન્દ્રિય આનંદરૂપ, અતીન્દ્રિય આનંદરૂપ વિજ્ઞાનઘન, એવો ભગવાન મૂર્શિત થયો, મૃતક કલેવરમાં અમૃતરૂપ ભગવાન મૂછિત થયો. એને સંભાળવું ને એને ધ્યાન ને એને સવારથી દાંતણ કરવા માંડીથી તે સાંજ સુધી ખીચડી ને કઢી ને પાપડ હવે ઓલું ભજીયા, બજીયાને એવું કરે છે. સાંજના જુદી જુદી પકવાન કરે ને. આહાહા..
એ મડદાના કલેવરનાં મૂછ વડે અમૃત સાગર પ્રભુ, અમૃતનો સાગર વિજ્ઞાનઘન ભગવાન! ભાષા તો જુઓ એ, પ્રભુ તું અમૃતનો સાગર છો. તારો કોઈ ગુણ પર્યાય નાશ ન થાય એવી તારી ચીજ છે. અને તારું અંદર સ્વરૂપ અમૃત આનંદનો ઘન, અતીન્દ્રિય આનંદ અમૃતનો ઘન વિજ્ઞાન પ્રભુ, એ મૃતક કલેવર વડે મૂછઇ ગયો. એની સંભાળ કરવા ને એનું આમ કરવું ટોપ ટીપલાં ને બાઈયુંને તો સાડલા કેટલાય રાખે કે દિશાએ જવાનો જુદો, રાંધવાનો જુદો, સગાવહાલામાં જાવું હોય જાદો, રોવા જાવું હોય તો જુદો, રોવે જાય તો રોવાનું થાય ને આ મરી જાય ને ત્યારે પહેલા સાત આઠ દિવસ રોવે, બધા ભેગા થઈને સાંજે ચારે વાગે આમ તો રાંધવા પહેલાં, જુદી જુદી જાતના સાડલા પહેરે જાણે, ઓહોહોહો... ભાતભાતના પહેરે જાણે અમે કેવા દેખાઇએ છીએ, શું છે પણ આ તને? મૃતક કલેવરને શણગારે, આંહી ને આંહી ને આંહી આદમીમાં પહેલાં કુલ રાખતા કાનમાં, અમારે ગાંડાભાઈ હતાને ફાવાભાઈના બાપ, એય, મનહર! તારો દાદો હતો ને? એ કુલ રાખતાં જોયા'તા તે આંહીં આવ્યા'તા અમારે ગાંડાભાઈ હતા ને ફૂલ રાખતા, એ પહેલાં જૂના માણસ એક કાનમાં કાણું પડાવીને ને ફૂલ રાખે. અરે ! અરે !
મૃતક કલેવર વડે, અમૃતનો, અમૃતરૂપ વિજ્ઞાનઘન, એમ શબ્દ છે, છે? અમૃતરૂપ વિજ્ઞાન ઘન પરમ અમૃતરૂપ, પરમ અતીન્દ્રિય આનંદનું રૂપ જેનું છે, એવો વિજ્ઞાનઘન ભગવાન, મડદામાં મૂર્છાઇ ગયો, કહે છે. આહાહા... કહો શશીભાઈ ! મનનો વિષય છ દ્રવ્ય, ઈન્દ્રિયનો વિષય રૂપી અને આ રહ્યું એક છેલ્લું આ, આ તો અમૃતરૂપ પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાઇ ગયો. આહાહા ! એનાથી ભોગ લેવા ને એમાં રમતું કરવી સ્ત્રી હારે ને છોકરાઓ હારે ને નાના નાના છોકરાઓને એને બચ્ચાં ભરવા ને બચ્ચી ભરવી આ શું છે પ્રભુ, શું થયું છે આ તને કહે છે. તું મૃતક કલેવરમાં મૂઇ ગયો, અમૃત, અમૃતસાગર ! આહાહા ! એ ય અમૃતલાલભાઈ ! શું કીધું આ? આ અમૃતલાલભાઈ તો નામ છે, આ તો અમૃત સાગર