________________
ગાથા-૯૭
૬૫
પાળ્યાં, પણ એ રાગ છે, એનો એને સ્વાદ છે. આહાહા ! એ પોતાનો આનંદ સ્વાદ, એવા સ્વરૂપના અજ્ઞાનને લઇને, એ રાગ ને દ્વેષનો સ્વાદ, સ્વાદે છે એને ભેળસેળ કહેવામાં આવ્યું છે. ભેળસેળ એટલે થોડો આનંદનો સ્વાદ, થોડો રાગનો એમ નહિ પણ આનંદમૂર્તિનો પ્રભુ સ્વાદ ભૂલીને રાગનો સ્વાદ ભેળસેળ કરી નાખે છે, એમ કહેવું છે. આહાહા ! ( શ્રોતાઃ-જે ચાલુ જ્ઞાન ને રાગને એકમેકપણે જાણે છે એ) રાગમયને સ્વાદને જાણે છે એનું નામ ભેળસેળ કહેવામાં આવ્યું છે. સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી ભેળસેળનો અનુભવ હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ બિડાઇ ગયેલી છે એવો અનાદિથી છે. આવું તો અનાદિથી છે. કહે છે કાંઈ નવું નથી, પહેલો શુદ્ધ હતો અને પછી આ રાગનો સ્વાદ આવ્યો એ અનાદિથી રાગનો સ્વાદ અજ્ઞાનપણે લ્યે છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૯૩ ગાથા-૯૭
સોમવાર, મહા વદ-૧, તા. ૧૨/૨/’૭૯
૯૭ ગાથા ફરીને. આ આત્મા, બહુ વિષય સરસ છે, વાસ્તવિક ! આ અજ્ઞાની થયો થકો, સ્વરૂપ જે અકૃત્રિમ વિજ્ઞાનથન આનંદ, એના સ્વરૂપના અજ્ઞાનને લીધે અનાદિથી અજ્ઞાનને લીધે, અનાદિ સંસા૨થી માંડીને મિલિત સ્વાદનું સ્વાદન એટલે–કે આત્માના આનંદનો સ્વાદ ન આવતાં એને અનાદિથી રાગ ને દ્વેષ, વિષય, કષાય તેનો સ્વાદ એને આવે છે. મિલિતનો અર્થ એવો નથી કે આત્માનો થોડો આનંદ ને થોડો ( રાગ ) પણ પોતે જે સંબંધ નથી એ પુણ્ય ને રાગદ્વેષ એના ભાવનો સ્વભાવને સંબંધ નથી છતાં અજ્ઞાની સ્વભાવમાં એને પોતાનો સંબંધ માની અને એનું વેદન કરે છે. આહાહા... બહુ સૂક્ષ્મ વાત, અપૂર્વ વાત છે. સ્વાદનું સ્વાદન અનુભવન સ્વાદનો અર્થ અનુભવન હોવાથી પુદ્ગલકર્મનાં ને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી, એનો અર્થ આટલો, કે આત્મા અકૃત્રિમ વિજ્ઞાનન આનંદકંદ પ્રભુ એની સાથે પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ પરિણામ પુદ્ગલનાં ફળ છે, એનો સ્વાદ અજ્ઞાનીને છે. આહાહા ! કહો, સમજાય છે ?
તેથી “જેની ભેદ ( સંવેદનની ) ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગયેલી છે” એ રાગ જે પુણ્યપાપનો ભાવ તેનો સ્વાદ, અને આત્મા ભિન્ન છે તે ભેદ વિજ્ઞાનની શક્તિ ઢંકાઈ ગઈ છે. આહાહા... આત્માનો સ્વાદ જે આનંદ છે એની એને ખબર નથી. આહાહા... એ આનંદના સ્વાદને અને રાગના સ્વાદને ભેદવિજ્ઞાનની શક્તિ ઢંકાઈ ગઈ છે. મૂળ વાત છે આ. આ લોકો કહે છે ને હવે દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા કરો, તો કહે છે કે એ તો રાગ છે ને રાગનો સ્વાદ તો અનાદિનો છે. આહાહાહા ! ભારે આકરું કામ.
અનાદિથી જ એવો છે “તેથી તે ૫૨ને ને પોતાને એકપણે જાણે છે” ભગવાન આત્મા ! અકૃત્રિમ, નિર્વિકલ્પ વિજ્ઞાનયન એની સાથે એ શુભ-અશુભ રાગને પોતાના સંબંધમાં જાણે છે. તેથી હું ક્રોધ છું, “એટલે કે સ્વભાવ જે ચૈતન્ય છે તેનાથી વિરૂદ્ધ એવા રાગને અનુભવવો એ ક્રોધને અનુભવવો એમ કહે છે. સ્વભાવ જે ચૈતન્ય ક્ષમાઆદિ શાંત આનંદનો સાગ૨, એના અજ્ઞાનને લીધે, અનાદિથી રાગનો સ્વાદ એ સ્વભાવથી વિરુદ્ધ સ્વાદ છે. આહાહાહા ! ઇત્યાદિ આત્મવિકલ્પ