________________
૭૩
ગાથા-૯૭ પણ એ કાંઈ ખબર નહિ ને ભાન નહિ ને? આહા !
આંહીં કહે છે કે “અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે” આહાહાહા ! ભગવાન આત્માનો તો અત્યંત મધુર ચૈતન્ય રસ તે જ એનો રસ છે. વચ્ચે દયા, દાન, વ્રતના રાગનો રસ છે એ કાંઈ એનો રસ નથી. આહાહાહા! મધુર ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે, તે જ એક જેનો રસ છે, ઓલો રાગનો સ્વાદ આવે પણ એ કાંઈ એનો રસ નથી, એમ કહે છે. આહાહા! મુનિને પણ પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે, પણ એ કાંઈ આત્માનો આનંદરસ નથી, એ તો દુઃખ છે. આહાહા ! એનાથી ભિન્ન ચૈતન્ય મધુર રસ જેનો એક જ રસ છે. આહાહા ! એવો આ આત્મા છે. છે? અત્યંત મધુર જે ચૈતન્યરસ છે તે જ એક જેનો રસ છે, એવો આ આત્મા છે, એવો આ આત્મા છે, અત્યંત આનંદનો મધુર સ્વાદ તે આત્મા છે. આહાહાહાહા ! એને બાકી જે રાગાદિ મહાવ્રતનો આદિ વ્રતનો (ભાવ) આવે તે આત્મા નથી. એ તો કર્મનો સ્વાદ છે, દુ:ખનો સ્વાદ છે. આહાહાહાહા ! ક્યાંથી બેસે? પુણ્ય ભાવનો સ્વાદ છે શુભનો, એ પણ આત્મ સ્વાદ નથી. આહાહા! પાપ ભાવનો સ્વાદ એ આત્માનો સ્વાદ નથી, ભગવાનનો તો એ મધુર ચૈતન્યરસ એક જ રસ તેનો તે રસ છે. છે? તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. એકલો અતીન્દ્રિય મધુર આનંદ રસ છે, તે આત્મા છે. આહાહાહાહા !
હવે આવું તે સાંભળવા મળે નહિ, હવે એને કરે કે દિ’ કરે બિચારા રખડી મરે છે આમ ને આમ. આહાહા ! દુઃખી દુઃખી અને કંઈક પાપ આકરા હોય મરીને નર્ક, નિગોદે જાય, અને આકરા ન હોય પણ મિથ્યાત્વ છે તો ફળ એનું નિગોદ જ છે. આહાહાહા ! જેને રાગના રસને મારો માને છે, એ મિથ્યાત્વભાવ છે અને મિથ્યાત્વભાવનું ફળ નિગોદ છે. આહાહા ! એ લસણ અને ડુંગળીમાં જવાના. પાછા અનંત કાળે માણસ નહિ થાય. અરેરે ! એ પ્રભુ! આ તો વિતરાગનો માર્ગ આવો છે, દુનિયા હારે મેળ નહિ ખાય. આહાહા!
“અને કષાયો, તેનાથી ભિન્ન રસવાળા ચાહે તો શુભભાવ હો અને ચાહે તો અશુભ ભાવ-દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો, વ્રતનો, અપવાસનો એ શુભ રાગ કષાય છે. આહાહા! કષાયો તેનાથી ભિન્ન રસવાળા, પાપના ભાવના રસને તો શું કહેવું પણ કહે છે કે પુણ્યનો ભાવ જે છે એ પણ કષાયવાળો રસ છે. આહાહા ! કષાયો તેનાથી ભિન્ન રસવાળા, કષાયેલા બેસ્વાદ છે, બેસ્વાદ છે, ઓલા મધુર ચૈતન્યરસ છે તો આ બેસ્વાદ સામે છે, બેસ્વાદ એટલે સ્વાદ ભિન્ન, ખોટો સ્વાદ, બેસ્વાદ એટલે, બેભાન એટલે બેભાન એમ નહિ, ભાન વિનાનો, બેસ્વાદ એટલે આત્માના સ્વાદ વિનાનો, બેસ્વાદ છે. આહાહા!
આત્માનો જે આનંદરસ છે, એ રાગના રસથી વિલક્ષણ ભિન્ન છે અને એનાથી જે આ રાગનો રસ છે, એ કષાયનો રસ છે. આહાહાહા ! અને તે બેસ્વાદ છે. બેસ્વાદ, સમજાણું? છે બેસ્વાદ? એટલે બે સ્વાદ એમ નહિ, સ્વાદ-આત્માના સ્વાદથી ભિન્ન માટે બેસ્વાદ, ભાન વિનાનો એને બેભાનવાળો કહે. આહાહાહા ! આવું છે. કેટલાકે તો આ વાત સાંભળીય ન હોય જિંદગીમાં, પચાસ સાંઈઠ વરસ મજુરીમાં કાઢયા હોય, મજૂરી આ પાપની ને રળવાની ને બાઈડી-છોકરા સાચવવાની ને પાપની મજૂરી બધી. આહાહા !
ભાઈ ગયા શાસ્ત્રી, શું અમૃતલાલ? ગયા. આહાહા !કષાયો તેનાથી ભિન્ન રસવાળા