________________
ગાથા-૯૭
(શ્રોતા:- અનેકાંત ધર્મ જાણે-વેદે કે છેદે) છેદે ભેદે, કયાં છેદવું'તું? જાણીને વેદે છે બસ, છેદન ભેદન કરતો નથી. કથન, છેદે શું? આંહીં તો મોક્ષે ય કરતો નથી ને ભાષા આવે વ્યવહાર, સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અનુભવ થયો ત્યારે તો જ્ઞાની રાગને ય જાણે, નિર્જરાને ય જાણે, બંધને જાણે ને મોક્ષને ય જાણે, કરે નહિ. (શ્રોતા – પણ છેદે ભેદે ને) છેદેય નહિ, છેદે કોને? છેદીને, (શ્રોતાઃ- છેદીને આગળ વધે ને?) નહિ નહિ એ ભાષા બોલાય એમ છેદાય છે, પણ છેદે કોને, આ રાગ છે ને એને છેદું એમ છે ત્યાં? ઝીણી વાત બહુ બાપુ!
વીતરાગ માર્ગ પરમેશ્વર જિનેશ્વરનું કહેલું તત્ત્વ અત્યારે મળતું નથી, ગુમ થઈ ગયું, વાડા બાંધીને બેઠા ને અમે ધર્મ કરીએ છીએ. આ વ્રત કરીએ છીએ ને અપવાસ કર્યા ને તપસ્યાઉં કરી મહિનાના ને એ તો બધી રાગની ક્રિયા છે. આહાહા ! અંતર ભગવાન આત્મા એ રાગની ક્રિયાથી ભિન્ન છે એવું જ્યાં જ્ઞાન અને આત્મ-અનુભવ થયો ત્યારથી માંડીને તેનાં બે પ્રકારના સ્વાદને ભિન્ન ભિન્ન જાણે છે અથવા ભિન્ન ભિન્ન અનુભવે છે. આહાહા! સમજાય છે કાંઈચીમનભાઈ ! આવું છે. મુંબઈમાં રહે ને મોટી મોહનગરી છે. આહાહા ! હો હા! હો હા, લઈને. હવે આ વાત કયાં સાંભળે, સાંભળવા મળેય નહિ કયારે સમજે કે દિ'. અરે ૮૪ નાં અવતાર કરી કરીને મરી ગયો છે. અબજોપતિ અનંતવાર થયો અને સો વાર માગે ત્યારે તો એકવાર કોળીયો મળે એવો ભિખારી અનંત વાર થયો, એ કોઈ નવી ચીજ નથી, આહા... અરે પંચમહાવ્રતનો પાળનારો અનંતવાર થયો, એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! એવા પંચમહાવ્રતનાં પરિણામ છે એ તો રાગ છે, ને રાગ છે ત્યાં આસવ છે, ને આસવ છે તે દુઃખ છે. આહાહાહા ! હવે એને જેને અહીં લોકો ધર્મ માને. સમજાણું? આહાહા ! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પણ દુઃખરૂપ છે, રાગ છે અને તે સમકિતીને જ હોય, તીર્થંકર પ્રકૃતિ બાંધવાનો વિકલ્પ હોં પણ એ વિકલ્પ છે એ રાગનો સ્વાદ છે. આહાહાહા ! અને એનાથી ભિન્ન આત્માના આનંદનો સ્વાદ તે ભિન્ન છે, બેયને પૃથક પૃથક સ્વાદને અનુભવે છે.
(શ્રોતા – શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે) શુદ્ધ ઉપયોગની વાત ક્યાં છે અત્યારે, શુદ્ધ ઉપયોગમાં તો અંદર એકલો (આનંદ) હોય છે, અને છતાં વેદનમાં રાગ હોય છે, છતાં વેદનનો
ખ્યાલ હોતો નથી, આ અંતરના અનુભવમાં વેદન તો રાગનું છે અને પૂર્ણ વેદન ન હોય (પૂર્ણ વેદન હોય) તો તો વીતરાગ થઈ જાય, લક્ષ એની કોર નથી. આહાહા! શુદ્ધ ઉપયોગનું વેદન છે, તે ટાણે પણ હજી પૂર્ણ શુદ્ધ છે નહિ એટલે રાગ છે. આહાહા... દશમાં ગુણસ્થાન સુધી રાગ છે, ત્યાં સુધી વેદન પણ છે, આહાહાહા.. પણ એ તો દ્રષ્ટિ આમ સ્વભાવ સન્મુખમાં છે ને એટલે એ વળી જાણવાનું ભગવાને કહ્યું કે ભાઈ ન્યાં છે રાગ, એટલું, સ્વાદ પણ એનો છે દુઃખરૂપ, પણ અનુભવમાં અંદર છે એટલે એને એના ઉપર ખ્યાલ નથી, પણ વેદનમાં એ તો સાધારણથી વાત લેવી છે ને? જ્ઞાનથી આદિમાં, આદિથી માંડીને એમ કહ્યું છે ને? આહાહાહા !
ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ જ પ્રભુ છે અંદર, નિજ પરમાત્મ દ્રવ્ય પોતે છે. આહાહાહા ! એ નિજ પરમાત્મદ્રવ્ય પોતે પ્રભુ છે. એનું જ્યાં અંતર સન્મુખ થઈને, એનું જ્ઞાન થયું, ત્યાં તેને તેની જાતનો સ્વાદ પણ આવ્યો અને તેટલો રાગ બાકી છે તેનો પણ સ્વાદ છે, પણ બેના ભિન્ન ભિન્ન સ્વાદ છે, બે ને એકપણે માનતો નથી. આવી વાતું હવે આકરી પડે