________________
ગાથા-૯૬
૫૯ પર્યાયનો કાળ છે તે પ્રમાણે થાય છે, આવાને પોતાનું માને છે, પણ તે ક્રમબદ્ધની દશામાં થતી અવસ્થા તેને અંતરનો જાણનારો ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે એવો નિર્ણય કરીને જાણવા લાયક પર્યાય પ્રગટ કરે એને ક્રમબદ્ધનું જ્ઞાન ક્રમબદ્ધ થાય છે તેનું જ્ઞાન યથાર્થ થાય છે. આહાહાહા ! સમજાણું? (શ્રોતા- ક્રમબદ્ધનું જ્ઞાન યથાર્થ થાય તો નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય વ્યવહાર) બધું નીકળી જાય છે.
એક આ બહુ સારી વાત છે એ મૂળ ચીજ છે. એણે પણ લખ્યું છે ને એમાં જૈન દાર્શનિક એવો શબ્દ છે. દાર્શનિકમાં ઓલું મુખ્ય છે, કાલે આવ્યું છે છાપામાં, દાર્શનિક દર્શન એ જૈન ધર્મનું મૂળ વસ્તુ દર્શન છે આ. એ વસ્તુ અન્ય કયાંય હોઇ શકે નહિ બીજે અને જૈનદર્શનનું એ મૂળ એટલે કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બધાં પ્રભુ, તો તેનો અર્થ એ થયો કે સર્વનો જાણનાર છે એ તો, શક્તિએ એમ છે અને જ્યારે પ્રગટ થઇ સર્વજ્ઞ દશા, સર્વજ્ઞમાંથી ત્યારે પણ સર્વને જાણનારો એ છે, અને એ સર્વનો જાણનાર છે તે, જેમ થાય છે, જેવું દીઠું ત્યાં થાય છે, એ દીઠું માટે થાય નહિ, થવાને કાળે તે થાય છે, એને આ દેખે છે, અને ત્યાં પણ ક્રમબદ્ધ વ્યવસ્થિત વ્યવસ્થા થાય છે, પણ એનો જ્યાં નિર્ણય કરવા જાય, તો પર્યાયનો નિર્ણય પર્યાયને લક્ષે ન થાય, ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાયકસ્વરૂપ ભગવાન, એને લક્ષે એને આશ્રયે, એને અવલંબે ક્રમબદ્ધનો નિર્ણય થાય, ત્યારે જ્ઞાતા થઇને પર્યાય થઇ એ ક્રમે જે પર્યાય થાય તેને તે જાણે. આહાહા ! સમજાણું કાંઇ?
કાલ તો ઓલું કહ્યું'તું રાતે નહિ? ૩૨૦ ગાથા. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરવું છે પહેલો શબ્દ માથે ઇ છે, સર્વ વિશુદ્ધમાં, અકર્તા એટલે? કે રાગનો ય કર્તા નહિ ને ખરેખર તો પર્યાય કરું એ પણ નથી, થાય છે તેને કરું શું? આહાહા ! તેની દૃષ્ટિ તો જ્ઞાયક ઉપર જાય છે, અને તેથી તેને થતી પર્યાયને, જ્ઞાયક ઉપર ગયો એટલે જ્ઞાનની પર્યાય થઇ તેમાં જે ક્રમબદ્ધ થાય તેને એ જાણે. આહાહા ! કર્તા ન થાય. એનો કર્તા તો ન થાય, પર્યાય ક્રમે થાય એનો પણ નિર્મળ પર્યાય ક્રમે આવે, એનો ય કર્તા ન થાય. આહાહાહા ! થાય છે તેને કરવું શું? એ ય આકરી વાતું છે હોં!
વીતરાગ મારગ સૂક્ષમ અને અલૌકિક છે બાપુ! એ વીતરાગ સિવાય ક્યાંય, કયાંય છે નહિ બધા ગમે એટલી વાતું કરી હોય કાલે એક મોટો પત્ર આવ્યો છે “અધ્યાત્મનો અવતાર થયો છે.” એમ અન્યમતીનો કર્તા પરમાત્માએ જગતને કર્યું એવું સિદ્ધ કરશે ને આમ છે ને તેમ છે, હવે અહીં આવ્યું'તું ચોપાનીયું ગપે ગપ બધું ય. આહાહા !
પરમાત્મા તો નિજ પરમાત્મદ્રવ્ય આ છે, ક્રમબદ્ધનો નિર્ણય થતાં, જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સમ્ય મતિ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો અને અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, પર્યાય હું છું નહિ, પર્યાય એમ કહે છે કે આ હું છું. ભાઈ ! આ ક્રમબદ્ધની પર્યાયના નિર્ણયમાં તો પર્યાય એમ જાણે છે, કે હું આ છું, ક્રમબદ્ધ થતી પર્યાય હું છું એ નહિ. આહાહાહા.. છે ને ૩૨૦ ગાથા. આહાહા ! આવી વસ્તુ છે. ક્રમમાં આવેલી પર્યાય જ્યારે પર્યાય સ્વ તરફ ઢળે છે, ત્યારે એ પર્યાય એમ માને છે કે હું તો વસ્તુ છું ને? હું પર્યાય છું એમ નહિ, વસ્તુ છું, જે સકળ નિરાવરણ વસ્તુ છે તેને આવરણ શું? સકળ નિરાવરણ, પૂર્ણ નિરાવરણ, અખંડપણું જેમાં પર્યાયનોય ભેદ નથી, એ