________________
ગાથા-૯૬
૪૯
એકતાપણું એ સુંદર જગતમાં છે, એને રાગનાં સંબંધની વાર્તા કથા, ઓલું જરી કહ્યું’તું ને, શ્રુત પરિચિત અનુભૂતા સવ્વસ્સવિ કામ ભોગ બંધ કથા. એનો અર્થ જરી કર્યો'તો. વધારે એટલે એ એને કહીએ, આ નવું, વિધાનંદજી, કામ ભોગ એટલે રાગ, રાગની કથા એટલે ઝેરની કથા, વિષ્ટાની કથા કીધું હશે જરાક ત્યાં કીધું હશે, એય ભડક્યાં નહિ, આ સિદ્ધાંત પ્રમાણે આચાર્યે કાંઈ અર્થ કર્યા નથી. હવે સાંભળને, કામ, રાગ અને રાગનો કર્તા એ તો ઝેર છે, તેને વિષ્ટા તો હળવી ચીજ છે, પણ એ એને એકદમ વિરોધ કર્યો પુસ્તકનો. અરે ભગવાન આંહીં હાલસે બાપા એ, કુદરતના સત્ નિયમમાં નહિ હાલે નાથ. આહાહા ! હૈં ? હાલે હવે, ઈ શું થાય ?
આંહીં તો મોક્ષ તત્ત્વ જે પર્યાય છે તે પણ બહિર્તત્ત્વ ગણવી છે ને પ્રભુ. આહાહા! અંતઃતત્ત્વ તો ભગવાન શુદ્ધ ચૈતન્ય, ભૂતાર્થ, જ્ઞાયક, છતી ચીજ જેને બદલવું ય નથી પલટવું ય નથી, એવો જે ભગવાન આત્મા, એને યોગ્ય તો પ્રભુ તેની અનુભૂતિ તેને યોગ્ય છે એને ભૂલીને, રાગ ને પુણ્યના પરિણામ, એ ભાવકનું ભાવ્ય કર્મ, એને મારા માનીને, અજ્ઞાનપણે તું કર્તા થાશ પ્રભુ, દુ:ખી થઈશ. આહાહા ! કહો કાંતિભાઈ. આ કાંતિ છે આત્માની, અનુભૂતિ તે એની કાંતિ છે, રાગ એની કાંતિ નથી, અંધારા છે, ઝેરનાં. આહાહા!
રાગ, ઓલું કીધુંને કામ, ભોગ બંધ કથા, કામ એટલે ઇચ્છા ને ભોગ એટલે ભોગવવું. રાગનું કરવું ને રાગનું ભોગવવું એ તો ઝેર છે, વિષ્ટા કીધી હશે, કહે છે એ વખતે એ એને નો સારું લાગ્યું, એ વિરુદ્ધ છે. અરે ભગવાન, પ્રભુ તને તું ભૂલીને આવી વાતો કરે છે, રહેવા દે ભાઈ તને સહન કરવું પડશે. આહાહા ! કોઈપણ પ્રાણી દુ:ખી થાય દુઃખ વેઠે, એ કાંઈ સારું છે ? ભલે કોઈ સત્નો વિરોધી હોય પણ એને દુઃખનું વેદન થશે, એ દુઃખ વેઠયા જાય નહિ એવા મિથ્યાત્વના દુ:ખ છે. એને અહીં ટાળવાની વાતમાં, આ કર્તા છે અજ્ઞાની એમ મનાવીને છોડાવે છે, પાછો એમ માનીને છોડાવે છે આંહીં.
તો પછીની ગાથામાં એ તરત એ આવશે. જ્ઞાનીની ૯૭ માં, જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. ૯૭ માં આવશે આ બતાવીને વસ્તુ આમ કહેવી છે. ૯૭ માં આવશે, છે ને ૯૭ માં પહેલું માથે મથાળું છે પૂર્વોક્ત કારણથી એ સિદ્ધ થયું, “જોયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” એમ હવે કહે છે કહેવું તો આ છે એનું તાત્પર્ય તો એના કર્તાપણે થાય છે તે છોડી દે એ માટે કહ્યું છે. આહાહા ! એ એક વાત થઈ. કઈ એક વાત ? ઓલા ૧૭ બોલની. ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન, વચન ને કાયા, પાંચ ઇન્દ્રિય ૧૭ બોલ. વિગેરે પછી લઈ લેવા અસંખ્ય. આહાહા !
હવે બીજો બોલ “વળી જેમ અપરીક્ષક આચાર્ય” એવો મળી ગયો હોય અપરીક્ષક “આચાર્યના ઉપદેશથી મહિષનું ધ્યાન કરે” ભેંસનું ધ્યાન ક૨, ભેંસનું. પાડાનું. આહાહા ! એવો કોઈ મળ્યો એને કહે કે પાડાનું ધ્યાન કર, આહાહા... એમ કહે છે અજ્ઞાની એને મળી ગયો એવો કે ૫૨દ્રવ્ય મારા છે એમ માન, આહાહાહા... અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું ધ્યાન ક૨તો કોઈ ભોળો મંદ પુરુષ “તે પાછો ભોળો પુરુષ મૂરખ, ભેંસ પાડાનું ધ્યાન કરવાનું કીધું પાડાનું ધ્યાન કરવાનું મૂરખ છે ! માળા, ભોળો પુરુષ અજ્ઞાનને લીધે, “મહિષને અને પોતાને એક કરતો થકો ” ભેંસને ને પોતાને એટલે પાડાને ને પોતાને એક કરતો થકો, “હું ગગન સાથે
25
k