________________
૪૭
ગાથા-૯૬
કયાંક, બહા૨ હતા ત્યાં નીકળી આમ ઠાઠડી નીકળી તે માથે કપડું આમ જગ જગ જગ જગ થાય કીધું આ છે કોણ ? છે કોણ આ ? કેમ કે આપણા વાણીયા ઘણાં એની હારે, ત્યાં કહે કે એ ખીમચંદ ફોટોગ્રાફર, એ આવા નવા મકાન કરાવ્યા એનું પોતે વાસ્તુ લીધું, બધું બરાબર હતું એમાં હાર્ટફેઈલ થઈ ગયું, બીજે મકાને ગયો હવે ! આહાહાહા !
અરે પ્રભુ શું કરે છે તું આ ? તારા ઘરને ભૂલીને, ૫૨ ઘ૨ મા૨ાની વાસ્તુ કરી તેં, ઘ૨ની વાસ્તુ છોડી દઈ, એ ૫૨ ઘ૨ને એમાં મોટા મોટા માણસને બોલાવે, કાર્યકર્તા હોય, દેશના મોટા ફલાણા હોય ને, આબરૂ કહેવાય મોટી. આંહીં હમણાં એક ટીકા થઈ છે એક સાધુને દીક્ષા લેવાવખતે આમ મોટા કાર્યકર્તાને, કાર્યકર્તાને એ મોટા કંઈક એને કાંઈ શ્રદ્વાય ન હોય–ને કાંઈ નહીં તમા૨ા જૈનદર્શનને જાણતો યે ન હોય, પણ એને મોટાને તમારે બોલાવીને મોટું માહાત્મ્ય કરવું છે, શું ક૨વું છે તમારે આ ? ટીકા થઈ છે હમણાં મો૨ા૨જી (દેસાઈ ) આવ્યા'તા ને અહીં દીક્ષા થઈ ત્યાં આવે છે ને હમણાં ચાદર આપી. આ શું કહેવાય ? ચાદર ખાદીની અને ઓહોહો પાછું બોલ્યા એ પણ વિરુદ્ધ બોલ્યા’તા કહે છે તત્ત્વથી આ શું તમારે છે ધર્મ ? હજી ધર્મની ખબર ન મળે તેમને અને એવા દેશના નાયકોને ફલાણા મોટા ને એને બોલાવીને તમારી શોભા વધારવી છે ? આહાહા ! ભૂત વળગ્યું છે, માનનું ભૂત વળગ્યું છે. આહાહા !
એ મકાનનું વાસ્તુ લ્યે ત્યારે બોલાવે મોટામોટા માણસોને પોતાનાં સગાંવહાલાને અને એમાંથી ઊંચી ઊંચી વસ્તુ હમણાં નહોતું કાંઈક સાંભળ્યું. પોપટભાઈનો દિકરો એના દિકરાનું સગપણ કર્યું, તે સાંભળ્યું'તું ત્રણસે માણસોને જમાડયા એક એક થાળીના સિત્તેર રૂપિયા, મુંબઈ આ પોપટભાઈ, અહીં બેંસતા 'ને ( શ્રોતા–: હોટલમાંથી તૈયાર થઈને આવેને ) ઈ આવે ને ? પણ એક થાળીના સીતેર, ( શ્રોતાઃ–એ ઓછા ) એ ઓછા ? તો રાજા–બાજા હોય તો વધારે હોય ને ? તો બદામ ને પિસ્તા ને એવો શેરો બેરો કરે તો થાય મોંઘું. આહાહા ! એક ફેરી અમે ત્યાં ગયા'તા ને ત્યાં નહિ આપણે કયે ઠેકાણે ઓલો નહિ બદામનો શેરો નહોતો લાવ્યો હૈં, હૈં મદ્રાસ, મદ્રાસ ચંદુભાઈના મકાનમાં ઉતર્યા'તા ને. મોરબીવાળા ચંદુભાઈના મકાનમાં ઉતર્યા’તા ને જોડે અન્યમતિ રહેતો, તે પોતે લાવ્યો. ઓહોહો ! બદામનો શેરો લાવ્યો, બદામનો શેરો આ શું ભાઈ ? અમે કાંઈ ખાતા નથી બદામ ને દામ, અમે તો રોટલી ચાર ફુલકા છે, લઈ જાવ પાછું, બદામનો શેરો, એમાં બદામ કરતાં ય પિસ્તા મોંઘા એનો ય કોઈ શે૨ો બનાવે, બસેં રૂપિયાનો કિલો, આ બદામ છે સવા સો રૂપિયાનો કિલો, આરે ! આરે ! મારી નાંખ્યા. અને એમાં તે જાણે. ઓહોહો ! શું અમે મહેમાનગતિ કરી, બોલાવ્યા એમને બધાને મેં સ૨ખા સાચવ્યા. આહા ! હવે એવી રીતિ થઈ છે કે ચાંદીની થાળીયું મંગાવે, ચાંદીના વાટકા, ચાંદીના લોટા, બદામ પિસ્તાના પાપડ ને ફલાણુંને, ઓહોહો ! ભૂત વળગ્યું છે કહે છે તને, માનનું ને કષાયનું ભૂત વળગ્યું છે. હિંમતભાઈ ! આ તો બધું પોકળ ખોલાવ્યું. આહા !
પ્રભુ તું જ્ઞાન ને આનંદનો ( સાગર છો ) એ આનંદની અનુભૂતિને યોગ્ય તું છો ને પ્રભુ. આહાહા !( શ્રોતાઃ-એ તો સાંભળ્યું નહોતું ) સાંભળ્યું નહોતું ? વાત સાચી છે. પ્રભુ આ બે વાત આમાં આવી ને બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ, આહાહાહા... પછી એમાંથી એકએક શક્તિ પર ઉતાર્યું’ છે, બેહદ જીવતર શક્તિ ધાતુ, ચિતિ શક્તિ ધાતુ બેહદ, દર્શી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ,