________________
ગાથા-૯૬
૪૫ એને ભૂલીને અજ્ઞાનને લીધે, એ શુભ-અશુભ ભાવ આદિ રાગ-ક્રોધ, માન, માયા, લોભ આદિ એને પોતાનાં કરે છે. છે? “ભાવ્યભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો” બે ભિન્ન છે, છતાં “બ” ને એક કરતો થકો. આહા. ભગવાન આત્મા શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ભિન્ન છે અને એનાથી રાગદ્વેષ દયા, દાન, કામ, ક્રોધનાં પરિણામ ભિન્ન છે, એ બે'ને, ભિન્નને એક કરતો થકો. આહાહાહા “અવિકારી અનુભૂતિમાત્ર ભાવક', ભગવાન તો અનુભૂતિમાત્ર ભાવનો કરનારો છે. આહાહાહા ! વસ્તુ ચૈતન્ય પ્રભુ એનો અનુભવ આનંદનો અનુભવ વેદન કરે તેનો તે કર્તા છે. આહાહા!
“અનુભૂતિ અવિકારી અનુભૂતિમાત્ર “અનુભૂતિમાત્ર આનંદનો અનુભવ, ચૈતન્ય જ્ઞાયકનો અનુભવ એવા અનુભવમાત્રથી જે ભાવક ખરેખર તો એ અનુભૂતિ તે ભાવક છે. કર્મ ભાવક અને વિકારી ભાવ્ય એ એનું સ્વરૂપ નથી. આહાહા! જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ જ્ઞાનની અનુભૂતિ એનો ભાવ કરનારો ઈ છે. અનુભૂતિ, આનંદની અનુભૂતિનો કરનારો ભગવાન છે. આહાહા! તેને અનુચિત જેમ ઓલાં મનુષ્યને અનુચિત ભૂતની ચેષ્ટા, એમ આ ભગવાન અનુભૂતિ (છે) જેની અનુચિત વિકાર દશા. આહાહા! સમજાય છે કાંઈ ?
એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ” અનુભૂતિ એની જે છે ભાવક એને યોગ્ય નહિ એવું, વિકારી ભાવ જે કર્મ ભાવક તેનું ભાવ્ય, એનો કર્તા તે પ્રતિભાસે છે. આહાહા! આ ભૂતાવિષ્ટનો દિષ્ટાંત આપ્યો છે. ભૂત વળગ્યું છે કહે છે. એ જેમ ભૂત વળગ્યું ને અનુચિત ચેષ્ટા મનુષ્યને યોગ્ય ન કરે, એમ જેને રાગદ્વેષ મારા એ ભૂત વળગ્યું છે એને, જે આત્માને યોગ્ય ચેષ્ટા જે અનુભૂતિ નહિ કરતાં, એ વિકાર ભાવનો ભોક્તા અને કર્તા થાય છે, આવી વસ્તુ છે.
(કહે છે) “એવા વિચિત્ર ભાવ્યરૂપ-ક્રોધાદિરૂપ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામ વિકારવાળો હોવાથી” મિશ્રિત નામ ચૈતન્યનું નિર્મળ થોડાં પરિણામ છે એનાં એમ નહિ. પણ ચૈતન્યનો જે અનુભૂતિ જે ભાવ્ય જોઈએ. એને ઠેકાણે વિકારી ભાવ્ય જે ભાવ્ય પરિણામ તેવાં ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી “તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે” કારણકે વસ્તુ ભગવાન ચૈતન્ય છે એનું ભાવક કર્મનું તો અનુભૂતિ તે છે, એને યોગ્ય તો અનુભૂતિ ભાવક છે, પણ પુણ્ય ને પાપના ભાવનાં ભાવ્યને તો સ્વભાવને અનુચિત ને અયોગ્ય એવા ભાવને, પોતાના કરતો ભાવ્યને આહાહા...વિકારી કર્મ જે ભાવક એનો જે ભાવ્ય એને પોતાના કરતો આહાહા... હવે આવું ઝીણું છે. એકએક ગાથા. હીરાલાલજી! આવી વાત છે. આહાહા! તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, એક વાત થઈ, કઈ વાત થઈ? ઓલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મન, વચન ને કાયા ૧૭ બોલ હતા ને, એની વાત કરી. આહાહા !
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય એનું ભાવકપણું તો (નિજાત્માની) અનુભૂતિ છે, આનંદનો અનુભવ, શાંતિનો અનુભવ, વીતરાગી પર્યાયનો અનુભવ એ એનું કાર્ય છે, એ આત્માને યોગ્ય તો એ છે, એને અયોગ્ય રાગ અને પુણ્ય પાપના ભાવને પોતાનાં કરતો, ભૂતની ચેષ્ટાને મનુષ્ય પોતાની કરતો, એમ વિકારી ચેષ્ટા જે કર્મની છે એને પોતાની કરતો, આહાહાહા. ભાષા તો સાદી છે, ભાવ તો છે ઈ છે ભાઈ. દુકાને બેઠો હોય ને એમાં પાંચ દશ હજાર પેદા થતા હોય એક દિવસમાં તે પાંચ પાંચ દશ દશ હજાર, જાઓ ઈ તમારે, (જાણે ) ભૂત વળગ્યું મોટું. આહાહાહા !