________________
४४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ રીતે ભૂતાવિષ્ટ જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય” આહાહા.. ભૂતાર્થ ભગવાન આહાહા! જેનાં શરીરમાં ભૂત વળગ્યું હોય, એમ ભૂતાર્થ ભગવાનને, રાગાદિ ભૂતની ચેષ્ટા છે બધી. આહાહા! “જેનાં શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા પુરુષની જેમ” એ પહેલો દાખલો રાગદ્વેષ પુણ્ય દયા, દાન, વ્રત આદિનાં પરિણામ એ ભૂતાવિષ્ટ' શરીરમાં પ્રવેશ કર્યો હોય તેનો દાખલો વિશેષ કહેશે પછી.
અને ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ” બીજું પરદ્રવ્ય, પરદ્રવ્યનું ધ્યાન કરતાં પરદ્રવ્યમય છું, એવા ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું “આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું” સ્વરૂપનું જ્ઞાન નહિ એવું જે અજ્ઞાન એ રાગ અને પરને કર્તાપણાનું કારણ તે અજ્ઞાન ઠર્યું. આહાહા ! કર્મ છે એને કારણે ઈ કાંઈ નહિ, આહા ! ચૈતન્ય બેહદ અનંત આનંદ ધાતુ, અરે અનંત અનંત શક્તિઓ ને ગુણની ધાતુ જેણે ધારી રાખી છે, એવો જે ભગવાન આત્મા, તેનાં અજ્ઞાનને લીધે, તેના ભાન વિના, એ રાગ ને પરદ્રવ્યનો કર્તા તેને ભાસે છે. સમજાય છે? “તે પ્રગટ દષ્ટાંતથી કહે છે.” દષ્ટાંત સમજાવવામાં આવે છે.
જેમ ભૂતાવિષ્ટ પુરુષ” જેમ કોઈ આત્મામાં ભૂત વળગ્યું હોય અને અજ્ઞાનને લીધે એ ભૂત એ હું નહિ, એમ ન માનીને ભૂત તે હું છું એમ માનીને “અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો” પોતે ભગવાન ભિન્ન આત્મા ને ભૂત છે એ ભિન્ન છે, છતાં એ આત્માને ને ભૂતને એક માનતો, દષ્ટાંત તો જુઓ, મનુષ્યને અનુચિત, ભૂત જેને વળગ્યું એ ભૂતની ચેષ્ટા, મનુષ્યને યોગ્ય નહિ એવી, ખાસ ચેષ્ટા એટલે ખાસ ભિન્ન ચેષ્ટા, જે આત્માને યોગ્ય નહિ, મનુષ્યને યોગ્ય નહિ એવી. આહાહાહા ! “ખાસ ચેષ્ટાનાં અવલંબન સહિત ભયંકર આરંભથી” ભયંકર કાર્ય, મોટા પથરા ઉપાડે, લાકડા ઉપાડે ફેંકે, ભૂત વળગે, માથા ધુણે, ભૂતને યોગ્ય એવો મનુષ્યને અનુચિત અવલંબન સહિત “ભયંકર આરંભથી ભરેલો અમાનુષ વ્યવહારવાળો” મનુષ્યનો વ્યવહાર નહિ, ત્યાં ભૂતનો વ્યવહાર થઈ ગયો-“તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.” એ ભૂતે કરેલી ક્રિયાનો કર્તા હું છું એમ ભાસે છે. એકકોર ભૂતાર્થ ભૂત ભગવાન ભૂતાર્થ પ્રભુ, એકકોર ભગવાન ભૂતાર્થ છતો પદાર્થ ભૂત. એકકોર ભૂત આ. આહાહા ! એ ભૂતની ચેષ્ટાને મારી ચેષ્ટા છે એમ માનતો, તે ભાવનો તે અજ્ઞાની કર્તા થાય છે, છે? એ તો દષ્ટાંત થયું.
તેવી રીતે આત્મા પણ, જેમ ઓલા મનુષ્યને ભૂત વળગ્યું પણ મનુષ્યપણાને ભૂલીને ભૂતની ચેષ્ટા તે મારી છે, એમ માને છે. એમ આત્મા પણ અજ્ઞાનને લીધે જ, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ ચૈતન્ય, એનાં અજ્ઞાનને લીધે, એના બેભાનને લીધે, બેભાન એટલે? બેભાન એમ નહિ, બેભાન એટલે ભાન વિનાનો એમ, ભાવ્યભાવકરૂપ પરને જે વિકારી પરિણામ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધનાં ભાવ એ કર્મ ભાવક છે તેનું એ ભાવ્ય છે. આહાહા ! કર્મ ભાવક એ ભાવ કરનાર છે, તેનું એ ભાવ્ય દશા છે. પુણ્ય, પાપ દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, પરિણામ, આહાહા... ભાવ્યભાવકરૂપ પરને, એટલે કર્મ ભાવક ને વિકારી ભાવ્ય તેવું તે પર છે અને પોતાને એક કરતો થકો, આહાહા... એ વિકારી પરિણામ જેમ ભૂતને વળગેલું, જેને ભૂત, એ ભૂતની ચેષ્ટાને પોતાની માને છે, એમ અજ્ઞાની પોતે ભૂતાર્થ છતો પદાર્થ પ્રભુ શુદ્ધ ચૈતન્ય ધાતુ,