________________
४८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સર્વદર્શિત્વ, સ્વચ્છત્વ, આહાહાહા.. એવી તારી ધાતુ એટલે એવા ગુણને ધારી રાખેલા પ્રભુ, તારે યોગ્ય તો તેનો અનુભવ તે તારે યોગ્ય છે. આહાહાહા ! એને અનુચિત, એને યોગ્ય નહિ એવા પુણ્ય ને પાપ દયા ને દાન વ્રતના પરિણામ કરી અને એ મારા સંબંધમાં છે એ મારા છે એમ ચૈતન્યનાં પરિણામમાં, તેને કરીને તેનો કર્તા થાય, એ મિથ્યાત્વ ભાવ છે. આહાહા ! આવું સાંભળ્યું કે ન હોય. કેવી ટીકા આહાહા... અમૃત રેડયા છે, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંતે અમૃત રેડયા છે, અમૃત આમ, પ્રભુ તારા અમૃતનું વેદન મૂકીને, તારે યોગ્ય તો અમૃતનું વદન એ તારે માટે ઉચિત છે, એને ઠેકાણે ભાવક કર્મનું ભાવ્ય વિકારી દશા એ મારું ભાવ્ય છે અને હું એનો ભાવક કરનારો છું, પ્રભુ! એ (તું ) ભૂલી ગયો તને. આહાહા !
તારો ચૈતન્ય નાથ, અનંત ગુણના સાગરથી ભરેલો હિરલો જેની શક્તિઓની ગંભીરતાનો પાર નથી, જેની સંખ્યાનો પાર નથી પણ જેની શક્તિની ગંભીરતાનો પાર નથી. આહાહા! જેના ગુણોની અનંતની સંખ્યાનો તો પાર નથી, પણ જેની એક એક ગુણની એકએક શક્તિની ગંભીરતાનો પાર નથી, આમ બેહદ ચૈતન્ય ધાતુ લીધી ને! એમ બેહદ આનંદ ધાતુ, બેહદ શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એને યોગ્ય તો પ્રભુ એનો અનુભવ કરવો તે તેને લાયક છે. એને ભગવાન તું ભૂલી ગયો.
પરમાત્મા પોતે નિજ પરમાત્મ દ્રવ્ય, શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણવાળું નિજ પરમાત્મદ્રવ્ય. એને આડો પડદો માર્યો છે પ્રભુ, તેને દૃષ્ટિમાં ન લેતાં, એ રાગના પરિણામને મારા માનીને તેને અનુભવ્યા, પ્રભુ એ ચૈતન્યને યોગ્ય નથી, આહાહા... આવી વાત છે. ભાઈ આવ્યા છે ને હસમુખભાઈ ! આવે છે. હિરાભાઈની હારે આવે, શનિ, રવિવાર તો એનો પોતાનો છે. શનિ રવિવારે તો આવે કાયમ. આહાહા !
શું કહ્યું પ્રભુ! તું મોટો ભૂત છો ને ભૂતાર્થ, ભૂતનો અર્થ છતું થાય છે ને? સ્વરૂપ ભૂત ફલાણું ભૂત એવું આવે છે, સત્ય, સ્વભાવભૂત. એમ નથી આવતું? છે. એમ ચૈતન્ય પદાર્થ ભગવાન પૂર્ણ આનંદ, આનંદભૂત, જ્ઞાનભૂત, શાંતિભૂત, સ્વરૂપભૂત, સ્વભાવભૂત, એવો જે ભગવાન આત્મા તેને યોગ્ય તો તેનો અનુભવ તે તેને લાયક કહેવાય, ઓહોહો ! ભાવ્યભાવક કીધું ને? આહાહા ! તેને ભૂલી જઈને પ્રભુ મનુષ્યપણું, મનુષ્યને મનુષ્યપણું ભૂલી જઈ અને ભૂતના વળગેલી ચેષ્ટાને મારી છે એમ માને છો, એમ ભૂતાર્થ ભગવાન મોટો મહાપ્રભુ, મહાભૂત, સ્વભાવભૂત, એને ભૂલી જઈને, પામર રાગ અને વિકલ્પની દશા જે ભૂતડાં વળગ્યા, જેમ વિકાર તને વળગ્યો ને તું તેનો માન્યો, આહાહા... આવી વાત છે.
સાંભળવા તો કો'ક દિ' મળે, ભાઈએ ન કહ્યું, કહે છે, બાપુ! આહાહા ! ઓલી વાત કરે છે બધી વિદ્યાસાગરની, એ પર્યાય પણ... પર્યાયને આશ્રય કોનું? દૃષ્ટિ કોની? મોક્ષતત્ત્વ તે પણ બહિર્તત્ત્વ છે, અંતરતત્ત્વ તો પ્રભુ મહા છે. આહાહા ! ભૂતાર્થમાં પણ એ લીધું. “નવિ હોઈ પત્તો-અપમત્તોમાં પણ જ્ઞાયક લીધો, આંહીં પણ બેહદ ચૈતન્યધાતુ લીધી, આંહીં પણ હમણાં આવશે અમૃતરૂપ વિજ્ઞાનનો ઘન ભગવાન આત્મા. આહાહા ! છઠીમાં ય એ, અગિયારમાં ય એ, પાંચમીમાંથી “એયત્ત વિયત્ત દાએન્જ' મારું ભગવાન સ્વરૂપ એકત્વ છે ને તે પરથી વિભક્ત, તેને હું દેખાડીશ. આહાહાહા! “સમઓ સવચ્છ સુંદરો લોએ,” સ્વરૂપની અંદર