________________
४६
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હું કમાઉં છું, ને હું ધ્યાન રાખું છું, વ્યવસ્થિત રીતે ઘરાકને પતાવું છું, શું છે આ? ભૂત વળગ્યું છે કહે છે, વિકારનું ભૂત વળગ્યું છે. આહાહા ! કહો રસિકભાઈ, વાણીયા દુકાને બેસે ત્યારે ધ્યાન નહિ રાખતા હોય? આહાહા.. આટલું તોળી દો, આને, આટલું આ કરો, ફલાણું કરો, ઢીકણું આટલું કરો, આટલું વ્યાજ ઉપજાવો ને ઇ ભાઈ આવે એ માણસને આપણે આપણું એટલે વ્યાજ પણ આપશે અને પાંચ લાખ ધીર્યા છે ને દોઢ ટકાનું વ્યાજ પણ આપશે અને પેદા થશે એનો અડધો ભાગે ય આપશે, આપો એને આપો પૈસા આપો. એને એમ કે હું ડાહ્યાનો દિકરો જાણે ઉતર્યો ન હોય. ઓહોહોહો ! એ હિંમતભાઈ ! આવું છે. આહાહા!
ભાઈ (પ્રભુ) તું તો ચૈતન્ય સ્વરૂપ છો ને! તારે તો ભાવક તો અનુભૂતિ હોવી જોઈએ દશા. આહાહાહા ! તને યોગ્ય તો અનુભૂતિ આત્માના આનંદનો અનુભવ, એ અનુભૂતિ તારે લાયક તો છે, એને ભૂલીને પ્રભુ, તું એ શુભ-અશુભ રાગ ને ક્રોધ માન, માયા, લોભ ને મન, વચન ને કાયા, કર્મ ને નોકર્મ એ ભાવકનું ભાવ્ય છે તેને મારા માની અને તે ભાવના ચૈતન્યપરિણામનો તે કર્તા થાય છે અજ્ઞાની. એ મિથ્યાષ્ટિપણું છે. અરે આવું વસ્તુનું સ્વરૂપ છે, એ ભૂતનું દૃષ્ટાંત વિકારી પરિણામ માટે આપ્યું. વિકારી પરિણામ, જેમ મનુષ્યને યોગ્ય નથી ભૂત(નું) તેમ જીવને યોગ્ય નથી વિકારી પરિણામ. આહાહાહા ! એને યોગ્ય તો પ્રભુ અનુભૂતિ. આહાહાહા !
ભગવાન એમ ફરમાવે છે, પ્રભુ તું આનંદ ને જ્ઞાનનો સાગર છો ને! આહાહા!તારે માટે તો તેનો અનુભવ તે યોગ્ય છે. આહાહા! ખરેખર એ ભાવક અનુભૂતિ, ખરી અનુભૂતિનો કરનારો એ ભાવ એનો કરનારો આત્મા છે, આંહીં તો અનુભૂતિને ભાવક કીધી છે. આહાહા.. નિર્મળ વીતરાગી પર્યાયનું ભાવક એ હો તું, પણ તેને ભૂલીને મનુષ્યને ભૂત વળગ્યું ને જેમ ભૂતની ચેષ્ટાને પોતાની માને એમ તને તારા અજ્ઞાનથી, એ વિકારી પરિણામનું કર્તવ્ય મારું છે, અને એ રીતે હું પરિણમ્યો છું એ વિકારપણે, એમ માનીને વિકારનો અજ્ઞાની કર્તા થાય છેચીમનભાઈ ! આવું છે. હવે આમાં મુંબઈમાં કયાં આમાં. ઓહો! કયાંય ત્રીજે ચોથે માળે ચડવું ને આ કરવું, એ એક વાત થઈ. કઈ ? ઓલા ૧૭ બોલની,
હવે આઠ, પારદ્રવ્ય જે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પરમાણુથી માંડીને સ્કંધ બધા. જે જીવના સંબંધ વિનાની ચીજ, જો કે રાગ અને દ્વેષ પણ જીવના સંબંધ વિનાની છે એ ચીજ, વસ્તુના સંબંધ વિનાની એ ચીજ છે. આત્માને એનો સંબંધ છે જ નહિ, છતાં તેનો સંબંધ માનીને તેનો કર્તા થાય છે, એમ આત્માને ને પર આત્મા અને પરજીવન પર પરમાણુને સંબંધ આત્માને છે જ નહિ. આહાહા... ભગવાન આત્માને પરદ્રવ્યનો સંબંધ બિલકુલ નથી એ સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા મકાન આબરૂ મોટા હજીરા પચીસ પચીસ લાખના મકાન મોટાં કરીને, ફર્નિચર ને બારીઓમાં પવન-હુલાવવામાં આવે ને આંહીં આ બાજુ તડકા આવે તો આ બાજુ ફલાણું કરો ને ઢીકણું, રાજકોટમાં હતો ને ઓલો ફોટોગ્રાફર શું નામ ભાઈ, નહિ, ખેમચંદ ફોટોગ્રાફર! એ પૈસાને, મોટું મકાન કરાવ્યું'તું પછી વાસ્તુ લીધું. તે બોલાવ્યા મોટા જૂનાગઢના દિવાનને ને વાસ્તુ માટે ઓહોહો એમાં એકદમ હાર્ટફેઈલ થઈ ગયું. અમે હતા બહાર, રાજકોટનાં નદીના કાંઠે બહાર હતા, વ્યાખ્યાન થઈ ગયેલા ને આ સંવત્સરીનું પછી સાદ બેસી ગયેલો,