________________
૫ ૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ માને છે. આહાહાહા ! (શ્રોતા:-રાજપાટ છોડીને જતા રહ્યા પછી તો મારાપણું મટી જાયને?) રાજપાટ છોડે, અંદર રાગ છે મારો, કયાં એને છોડ્યું છે, એને, રાજપાટ છે કે દિ' અંદર ગર્યા? રાજપાટ છોડું છું એવી માન્યતા જ મિથ્યા છે. કારણકે આત્મા પરના ત્યાગ ઉપાદાન રહિત શૂન્ય છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે, તો એક એક શક્તિ, પણ જ્ઞાન શક્તિ પણ એવી છે, ચારિત્ર શક્તિ પણ એવી છે, પરના-ત્યાગ ગ્રહણ રહિત શક્તિ છે. એ ચારિત્ર થાય એને ચારિત્ર એ એવી દશા છે, કે પરના ત્યાગ ગ્રહણ રહિત જે ચારિત્ર એ ચારિત્ર છે. પરનો ત્યાગ કરવો ને ગ્રહણ, રાગનું ગ્રહણ કરવું એ વસ્તુ નથી. એ તો મિથ્યાત્વ છે. આહાહાહા ! ગજબ વાત છે. જ્ઞાનગુણમાં પણ ત્યાગ ઉપાદાન શક્તિનું રૂપ છે. આહાહાહા! એ જ્ઞાન પરને છોડું કે ગ્રહું એનાથી રહિત શૂન્ય છે જ્ઞાન. એ ય ! આહાહા !
અરે બાપુ આ તો પ્રભુની વાણી છે, નિથ સંતોની વાણી આહાહા. ઓલો કહે કે નિગ્રંથ એકલો થઈ ગયો કે નગ્ન થઈને ફરે છે જંગલમાં નિગ્રંથ, એ નિગ્રંથ ક્યાં છે? આ તો શુભ જોગને પણ પોતાનું માને, આહાહાહા ! ભૂત વળગ્યું છે તને કહે છે “શુભ જોગનો જય” એમ બોલે આ પંચ કલ્યાણિક કરે ને? હાથી અને ગજરથ કાઢે બધાને ત્યાં રાગ હોય, મંદ કરતો હોય તો માન સારું કરે તો અશુભ રાગ, શુભરાગ હોય પુણ્ય એને “શુભ ઉપયોગનો જય” ઝેરનો જય, શુભ ઉપયોગી કહે. રાગનો જય. આહાહાહા ! એ રસિકભાઈ, એ આવે છે પેલામાં “રસિક-ન્યું રેનકા સપના, જગતમાં કોઈ નહિ અપના” આવે છે ને એ? આહાહાહા ! આ તો સપના છે કહે છે, આ બધું, બધું પ્રભુ તું તો જુદો છો ને અંદર. આહાહા ! જગતમાં કોઈ નહિ અપના રાગ ને પરવસ્તુ માત્ર આત્માની નથી. આહાહા! એ દયા દાન ને વ્રતનો પરિણામ થયો એ રાગ ઈ પણ તારો સંબંધી નથી. આહાહા !
તારી તો ચૈતન્યધાતુ બેહદ સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત છે પ્રભુ. એમ ભગવાન પોકારે છે. અરેરે ! શું કંઈક થાય? આત્મા શું ચીજ છે એની દૃષ્ટિની ખબર ન મળે, અને આ ત્યાગ કરીને બેઠા વ્રત લીધા ને તપસ્યા કરીને ધર્મ થયો મૂઢ છે. મિથ્યાત્વનું પોષણ છે, એ ય, આંહીં કહે છે ને પરદ્રવ્ય ભગવાન આદિ હો કે પરદ્રવ્ય તારા સ્ત્રીનો આત્મા હો, કે સ્ત્રીનું શરીર હો, કે મકાનનો પૈસા આદિ હોય કે હીરા માણેકનાં પટારા ભર્યા હોય ઘરે લ્યો. એનું લક્ષ કરતાં પદ્રવ્યનું લક્ષ કરતાં તો રાગ થાય અને એ રાગ મારો છે એમ માને તો એ પરદ્રવ્યને માન્યું પોતાનું, એમ આંહીં કહેવા માગે છે.
કારણકે ધર્માસ્તિનું, કાંઈ ધર્માસ્તિ તત્ત્વ છે જગતમાં એ કાંઈ આંહીં આવતું નથી, એ અરૂપી છે એ તો. ટીકામાં લખ્યું છે એમાં જયસેન આચાર્યું કે એ ધર્માસ્તિને પોતાનું માનવું એટલે શું? કે એ ધર્માસ્તિનો જે વિકલ્પ ઉઠયો છે વિચારનો, એ વિકલ્પ પોતાનો માનવો એ ધર્માસ્તિને પોતાનું માન્યું, જયસેન આચાર્યની ટીકામાં છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? કાંઈ એ ધર્માસ્તિનો કર્તા તો થતો નથી. ધર્માસ્તિ તત્ત્વ જગતની ચીજ છે ભગવાને જોયેલી, એ કાંઈ તારું થતું નથી પણ તું તેનો વિચાર કરતાં વિકલ્પ આવ્યો ને એમાં રોકાઈ ગયો ચૈતન્યધાતુને રોકી દીધી, આંહીં આવશે.