________________
૪૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ત્યારે એને કહે કે અપવાસ કરો, વ્રત કરો, દયા પાળો એવું કહે એટલે બિચારા રાજી થાય ને એય હાલ્યા જાય રખડવા. આહાહા !
આંહીં તો પ્રભુ એમ કહે છે, પ્રભુ તું એકવાર સાંભળ તો ખરો, બેહદ આનંદ ને બેહદ જ્ઞાન ને બેહદ શાંતિ ને બેહુદ સ્વચ્છતા, બેહુદ પ્રભુતા, ઈશ્વરતાથી ભરેલો ભગવાન તું છો એવા પરમેશ્વરના અનંત ગુણોથી ભરેલો પ્રભુ, એને રાગ ને પરની સાથે એવો કાંઈ સંબંધ નથી છતાં તે મારાં છે એમ માનીને રાગ કરે છે, અને રાગનો કર્તા અજ્ઞાનપણે થાય છો, તારા સ્વરૂપની તને ખબર નથી. આહાહાહા !
હવે આંહીં વિરોધ કરે ને બિચારા, સંપ્રદાયમાં, એય હવે આ તો બધો રાગને દયાના રાગનેય પાપ કહે છે. પાપ એટલે પર કહે છે. એતો દુઃખ. પાપેય કહે છે. પાપ. પુણ્યને પુણ્ય તો સૌ કહે, પાપને પાપ તો સૌ કહે, પણ અનુભવી પુણ્ય ને પાપ કહે. આહાહાહા ! આકરું કામ, ભાઈ, વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એની વાણીમાં આ આવ્યું છે. એમ સ્વરૂપ છે.
પ્રભુ તું કયાં મૂર્છાઈ ગયો, અરે રાગમાં તું મૂર્છાઈ ગયો પ્રભુ તારું સ્વરૂપ નથી તેમાં, શરીરમાં મૂર્છાઈ ગયો એ મૃતક કલેવરમાં, એ બાઈડીના શરીરમાં મૂર્છાઈ ગયો, એ જડ પુગલમાં એ માંસના હાડકા ચામડાને આ ચૂંથવામાં ગયો ત્યાં કહે આ મને મજા પડી, શું થયું પ્રભુ તને આ. આહાહાહા! આવી વાતું છે ચીમનભાઈ ! પંદર દી' છે ને મુંબઈ? ભારે! વાત ભાઈ, ગાથા બહુ સારી આવી ભાઈ દેવીલાલાજી! બહુ સારી ભગવાન. આહાહા !
તારું પ્રભુ રૂપ કોણ છે અંદર? એ હીરલો તો તું છું, તું ચૈતન્ય હીરો પ્રભુ આ હીરાના નામ શરીરનું એ તું નહિ. બહુ સરસ ગાથા. તું છો બેહદ શુદ્ધચૈતન્યધાતુ, તું છો બેહદ આનંદ ધાતુ, તું છો બેહદ શાંતિનો ધરનાર, તું છો બેહદ વીતરાગભાવથી ભરેલો! તું છો અનંત ઈશ્વરની શક્તિથી પૂર્ણ ભરેલો, તું છો કર્તાના સ્વભાવવાળો. આનંદનો કર્તાના સ્વભાવવાળો ઈશ્વરથી ભરેલો, તું છો અનંત વીતરાગી કાર્યનો કરનાર એવો, કર્મ નામના ગુણથી ભરેલો, તું છો અનંતા આનંદના સાધનનો એવો બેહદ સાધનનો કરણ ગુણથી ભરેલો. આહાહા!
એ આ ચૈતન્યધાતુ પ્રભુ તું જીવ એને આત્મા કહીએ. એને ભૂલીને તું તારામાં કાંઇ નથી એની હારે સંબંધ. રાગ આવે અને જાય, છૂટી જાય, શરીર આવે ને જાય, છૂટી જાય. આહાહા! એ પરના પદાર્થને મારે સંબંધ છે, એમ માનીને રાગનો કર્તા, પરનો તો કર્તા, પરનો કર્તા શી રીતે થાય? પર તો વસ્તુ છે એનો કર્તા શી રીતે થાય? શરીરનો કર્તા શી રીતે થાય, શરીર તો છે આ જડ માટી ધૂળ, એ મારું છે એમ માનીને સ્વરૂપના અજ્ઞાને રાગનો કર્તા થાય. બહુ વાત સરસ છે. અમારે હીરાભાઈ આવે છે દરરોજ. બરાબર છે. આવું સાંભળવા કયાં બાપા રહી ગયા. આહાહાહા ! આ વાત છે, ધન્ય પળ, ધન્ય ક્ષણ. આહાહા !
એવાં એ પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે એમ ભાષા આવી ને? એ શરીરનો કર્તા ને વાણીનો કર્તા ને પરદ્રવ્યનો કર્તા તો નહિ. આહાહાહા ! પણ એ મારા છે અને હું એનો છું. એવો જે અજ્ઞાનભાવ રાગ એવો વિકારી પરિણામનો તું કર્તા થાય છે, જેને લઇને ચાર ગતિમાં રખડવાનું બને. આહાહા ! છે? એક દૃષ્ટાંત છે
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ.)