________________
૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી અંદર. આહાહાહા ! આવી વાતું છે. આવો ઉપદેશ કયાં ? ઓલાં કહે દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો તો એવો તો ઉપદેશ સાંભળીએ છીએ એમાં શું ધૂળમાં હતું એ તો રાગની ક્રિયા કરે ને રાગ મારો માને મુંઢ મિથ્યાત્વ છે. આહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! ૫૨મ અમૃતરૂપ, ૫૨મ અમૃતરૂપ, પરમ આનંદરૂપ, ૫૨મ અતીન્દ્રિય આનંદસુખરૂપ, વિજ્ઞાનઘન એવો જે અમૃતસ્વરૂપ ભગવાન મૃતક કલેવર, મડદામાં મૂર્છાઇ ગયો છે. એ અમૃતનો ઘન મુડદામાં મૂર્છાઇ ગયો છે. આહાહા ! આવી વાતું તો સાંભળવા કોક’ દિ' મળે, એવી વાત છે બાપા ! શું થાય ? આહાહા!
પરમાત્મા તીર્થંકરદેવના શ્રીમુખે નીકળેલી આ દિવ્યધ્વનિ છે, એને સંતો પોતાની ભાષાથી... આહાહાહા! આ કહ્યું ને, કે બેદ ૫૨ના સંબંધથી રહિત હોવા છતાં, છે કેવો ? બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય, શુદ્ધ ચૈતન્યધાતુ સ્વરૂપ, આહાહા ! ભગવાન આત્માનું તો શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ અમૃત, આનંદ સ્વરૂપ એનું છે. આહાહાહાહા ! એવો જે અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન, મૃતક કલેવ૨, મડદાં અરે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ એ મડદાં–મડદાં છે, એ ચૈતન્ય વિનાના મડદાં છે, આહાહા ! શું કીધું ઈ ? જે શુભ-અશુભ, દયા, દાન, વ્રત, તપનો વિકલ્પ રાગ એ મડદાં છે, મડદાં એટલે કે ચૈતન્યસ્વરૂપ એમાં નથી. આહાહા! એ મડદાં છે, શરીર મડદું છે. આહાહા ! એ ચૈતન્યનાં પ્રાણથી મરી ગયેલાં છે ઇ. ભગવાન તું ચૈતન્યના પ્રાણથી ભરેલો છો. આહાહા ! શું આ તે વાત હશે ? આહા ! આવો હોવા છતાં. અજ્ઞાનને લીધે એ રાગાદિ પુણ્ય આદિ દયા દાનના વિકલ્પ મારા અને ૫૨ જીવ મારાં, પરદ્રવ્ય મારું, ૫૨માણું મારાં, પૈસા મારાં, મકાન મારાં, ઓટલા માાં, વસ્ત્રો મારા ઝવેરાત દાગીના મારાં, અરે પ્રભુ શું થયું તને આ ? આહાહા ! મકાન બનાવ્યું હોય પચ્ચીસ લાખનું પચાસ લાખનું જીઓ એ કેવું છે, કે આ શું છે તને આ ? એ તો ૫૨ છે તારે ને એને શું સંબંધ છે ? આહાહાહા ! કહો મંગળભાઈ ! આવી મંગળમય વાતું છે આ. આહાહાહા !
પ્રભુ તું ચૈતન્યધાતુ ને અમૃતનો સાગર છે ને પ્રભુ ! એવી તને ખબર નથી તે અજ્ઞાનને લીધે, એ રાગ, પુણ્ય, દયા, દાન, વ્રતનાં પરિણામને શી૨, વાણી, મન ને મકાન એ ફર્નિચ૨ ને મકાન ને, અત્યારે તો ફર્નિચર જુઓ ને કેવું હોય છે કીધું નો'તું ત્યાં ગયા’તા મુંબઇ, એક મણીભાઈ છે ને મુંબઇ, આ રસિકભાઈ રાજકોટવાળા નથી ? બેનના બનેવી શાંતાબેનનાં, રસિક, રસિકભાઈના બનેવી છે મણીભાઈ, પાંચ છ કરોડ રૂપિયા છે, તે આહાર કરવા ગયા’ તા, આહાર કરવા મુંબઇ ટાટા ઓલીકોર ને આનીકોર તે કેટલા ઓ૨ડા મકાનના મખમલ પાથરેલા ને બધે પગલાં કરાવ્યા પાંચ લાખનું તો બધું ફર્નિચર હશે. અને પહેલાં ગયા ત્યારે એક છોકરો માંદો હતો, ઓલો વિજય, વિજય છોકરો નથી ગુનાનો બહુબિચારો હોશિયાર હતો બહુ, બાર મહિનાનું ૫૨ણેત૨ અને કિડનીનું દર્દ થયું અને અહીંયા રહી ગયેલો પહેલાં કુંવારો રહી ગયેલો, પણ છોકરો બહુ, કિડનીનું દર્દ થયું 'તું દર્શન પહેલાં ત્યાં ગયો'તો, પછી આમ છોકરો હતો. એવો, પણ પછી તો એની “મા” એ કીડની આપી, મરી ગયો. છોકરો હતો. શાસ્ત્રનું જાણપણું એને એના દર્શન માટે ગયેલા ને પછી આ મણિભાઈના ઘરે આહાર કર્યો, મણિભાઈ એડનમાં દુકાન છે અરબસ્તાન મોટી દુકાન છે.