________________
૩૯
ગાથા-૯૬ પુંજાભાઈ ! આવી વાતું છે. આહાહા !
ત્રણ લોકના નાથ પરમેશ્વર જિનેશ્વર સર્વશદેવ, ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે આ ફરમાવતા હતા. આહા! આ વાત છે પ્રભુ તને તારી મોટપ ન બેસે નાથ. આહાહાહા ! એક રાગ જરી આવ્યો બાઇડીનો કુટુંબનો ત્યાં તો રાજી રાજી. મારી સ્ત્રી, મારો દિકરો, હું કમાઉ ચ્યો લાખ બે લાખ પેદા કરું છું મહિને, અરે શું છે પ્રભુ, તને શું થ્ય આ? સનેપાત ક્યાંથી વળગ્યો આ. એ ભોગીભાઈ ! આવી વાતું છે. અહીંયા તો મોટાભાઈને લાવ્યાં સારું કર્યું હારે હારે, બાપુ શું કહીએ અમે. મારગડા આ છે. ભલે દુનિયા ન માને અને ન હોય તેથી સત્ છે તે બદલાઈ જાય એવું નથી. આહાહા! શું વાત છે ૯૬ ગાથા. હીરાલાલજી ! ભાગ્યશાળી આવ્યાં પણ આ બરાબર જો. આહા... બાકી તો થવું હોય એ થાય શરીરાદીનું-હું? આહાહા !
પ્રભુ, ૨૩ બોલ કહ્યાં, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન-વચન ને કાયા, બાર ને પાંચ ઈદ્રિયો સતર, ઈ સિવાય પણ વિકલ્પ જેટલાં ઉઠે એ રાગ એ બધાં પર છે એની સાથે તારે કાંઈ સંબંધ નથી. અને આ ધર્માસ્તિ, અધમાસ્તિ ભગવાને, જિનેશ્વરદેવે, ત્રણલોકનાં નાથે છ દ્રવ્ય જોયાં, ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ, કાળ, જીવ ને પુદ્ગલ. પ્રભુ એ છ દ્રવ્યની હારે તારે કાંઈ સંબંધ નથી. આહાહા ! અને તેનો છું એમ માનીને અજ્ઞાનપણે તે પ્રકારના રાગનો ને વિકારનો તું કર્તા થાય છો. વિકારી પરિણામનો ને ઓલાં છ દ્રવ્યનાં વિકલ્પના ઉપાધિભાવનો. આહા! શું ગાથા અમૃત રેડયાં છે અમૃતચંદ્ર આચાર્ય. આહા! ઈ આમાં આવશે. હમણા આવશે છેલ્લે આવશે. અમૃતનો સાગર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, અમૃતનો સાગર પ્રભુ મૃતક કલેવરમાં મુર્જીણો. શું કહ્યું?
અહીંયા આવે છે નીચે, જુઓ, આહાહા! નીચે છે જુઓ નીચે છેલ્લી લીટીઓ રૂપી પદાર્થ વડે કેવળ બોધ ઢંકાયેલો હોવાથી અને મૃતક કલેવર, એ છેલ્લી ગાથા, છેલ્લા મૃતક કલેવર વડે, આ તો મડદું છે પ્રભુ! આ શરીર તો મૃતક કલેવર, પરમાણું માટી મડદું છે આમાં ચેતન આ નથી કાંઈ ચેતન તો જુદી ચીજ છે. આ મૃતક કલેવર છે પ્રભુ. આહાહા!મૃતક કલેવર વડે “પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે? પ્રભુ તો બેહદ પરમ વિજ્ઞાનઘન આત્મા છે. આહાહાહાહા ! પરમ અમૃતરૂપ અમૃતચંદ્ર આચાર્ય છે ને. આહા ! આ મૃતક મડદું-મડદું, ધૂળ, માટી, મડદું છે પ્રભુ, એ મૃતક કલેવર વડે અમૃત, પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૂછિત થયો હોવાથી, એ મારા છે ને એ હું ( એનો) છું એમ મૂર્છાય ગયો પ્રભુ. તું તે પ્રકારનાં ભાવનો કર્તા પ્રતિભાસે છે, છેલ્લું એ શબ્દ છે પછી... આહાહા !
એ અમૃત બેહદ ધાતુમાં આ લેવું અમૃતનો કુંડ છે આનંદ આનંદ અતીન્દ્રિય આનંદનો બેહદ, બેહુદ અતીન્દ્રિય આનંદનો શુદ્ધ આનંદનો કંદ પ્રભુ છે, આવો હોવા છતાં તે અમૃતનો સાગર પ્રભુ, મૃતક કલેવરમાં મૂછણો. આહાહા ! મડદું, શરીર મડદું છે, આ તો માટી, ભગવાન અમૃતનો સાગર અંદર પ્રભુ છે એમ જિનેશ્વરદેવ ફરમાવે છે ને એમ છે. આહાહાહા!
અમૃતનો, પરમ અમૃતનો વિજ્ઞાનઘન એમ લીધું તું ને? પરમ અમૃતરૂ૫ વિજ્ઞાનઘન એમ પાછું, આનંદ ને જ્ઞાન બે આખા છે, પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન અંદર ભગવાન આત્મા છે ભાઈ તને ખબર નથી. આહાહા ! ઘન વિજ્ઞાનઘન એટલે તેમાં દયા, દાનના વિકલ્પનો પ્રવેશ