________________
૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રભુ એવો મૂઢપણે, અજ્ઞાનપણે તું કર્તા થાય છે. આહાહા ! કહો દેવીલાલજી! આવી વાતું છે. સાંભળવું કઠણ પડે. અરે શું થાય ભાઈ. અરે!
બેહદ શુદ્ધ ચૈતન્યધાતુ પ્રભુ છો ને તું, તને તારી ખબર નથી નાથ, અનંત અનંત બેહદ ચૈતન્યધાતુ ચૈતન્યરત્નાકર, અનંત અનંત પવિત્ર ગુણોનો ચૈતન્યનો ધામ પ્રભુ તું છો. આહાહાહા ! એના અજ્ઞાનને લીધે, એના ભાન વિના એમાં નથી તેવા પુણ્ય ને પાપના ભાવ ને છ દ્રવ્યને વિકલ્પથી મારા કરીને તું વિકલ્પનો અજ્ઞાનપણે કર્તા થાય છો ભાઈ તું, રખડવાના લખણ છે તારા બધાં.
કહે છે કે દયા કરી, દાન આપવું, ભક્તિ કરવી, પૂજા કરવી ભગવાનની, વ્રત કરવા, અપવાસ કરવા એ ધર્મ છે એમ અજ્ઞાની કહે છે. અહીં કહે છે કે એ તો બધો વિકલ્પ રાગ છે ભાઈ તને ખબર નથી, આ ચૈતન્ય તો આનંદકંદ જેમાં રાગની વૃત્તિ ઊઠે એવું સ્વરૂપ જ નથી. આહાહાહા ! કહો શશીભાઈ? આવ્યું છે જુઓને કેટલું સરસ આવ્યું છે પ્રભુ, તું તો બેહદ અનંત અનંત અનંત અનંત ચૈતન્યધાતુ જ્ઞાન દર્શનને ધરનારો, એવો અનંત ગુણનો ધરનારો પવિત્ર પ્રભુ તું છો ને, આવો હોવા છતાં પ્રભુ તને તારી ખબર નથી, તારા સ્વભાવના બેહુદનાં ભાન વિનાનો, તારામાં નથી તેવા શુભ-અશુભ રાગ અને પરદ્રવ્યને મારા કરીને વિકલ્પ કરીને તું વિકલ્પનો કર્તા થાય છે, એ અજ્ઞાન છે. આહાહાહા ! હીરાલાલજી! બહુ સરસ આવ્યું છે હોં. આહાહા !(શ્રોતા:-ભાગ્યશાળી ) ભાગ્યશાળી!ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞદેવ ફરમાવે છે એ આ સંતો જાહેરાત, આડતિયા થઈને જગતને જાહેર કરે છે.
પ્રભુ તું પ્રભુ છો, આજ તો એમ આવ્યું'તું એક એક ગુણમાં પ્રભુતા ભરી છે, જીવતર શક્તિ પ્રભુતાથી ભરી, ચીતિ શક્તિ પ્રભુતાથી ભરી, દેશીશક્તિ પ્રભુતાથી ભરી, જ્ઞાન, સુખ શક્તિ, વીર્ય, વિભુત્વ, પ્રભુત્વ, સર્વદર્શી પણ પ્રભુતાથી ભરેલી, સર્વજ્ઞ શક્તિ પ્રભુતાથી ભરેલી એવી અનંત શક્તિઓનો સાગર અને એક એક શક્તિમાં પ્રભુતાથી ભરેલો ગુણ, એવા બેહદ ગુણોનો ધરનાર પ્રભુ તું અને એને ભૂલીને પામર જે રાગ, દયા, દાન, વ્રત, વિકલ્પનો રાગ એનો અજ્ઞાનપણે કર્તા થાય. પ્રભુ તું રખડી મરીશ. ચીમનભાઈ ! આહા! આવું છે. મુંબઇમાં તો અમે આવીએ ત્યારે એટલી બધી ઝીણી વાતું કરીએ તો દશ દશ હજાર માણસ ત્યાં હોય. આહાહાહા ! દાખલા ને દલીલ ને એવું બધું કરે ત્યારે માંડ (પકડાય) શું કરે? એવી આ ચીજ અત્યારે સંપ્રદાયમાંથી વિંખાઈ ગઈ છે! આખી. આહાહા !
પ્રભુ ત્રણલોકનો નાથ વીતરાગદેવ એમ ફરમાવે છે કે પ્રભુ તું કોણ? તું રાગ? તું દયા દાનના પરિણામ એ તું? તું પરજીવ તું? શરીર તું? કર્મ તું? શ્વાસ તું? આહાર તું? આહાહાહાહા ! ભાષા તું? મન તું? ના, આહાહા ! ભગવાન પ્રભુ અંદર ચૈતન્ય તો બેહુદ શુદ્ધ ચૈતન્યધાતુ. ધાતુ એટલે ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, આહાહાહા! સર્વશપણું જેણે ધારી રાખ્યું છે. આહાહાહા! બેહદ કીધું ને ? ચૈતન્યધાતુ બેહુદ કીધી ને? અને સર્વજ્ઞ સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવા અનંતા અનંતા ગુણો, બેહદ છે તેને પ્રભુ તેં ધારી રાખ્યા છે, એટલે કે તારામાં છે, એવી ચીજને તું ભૂલી ગયો પ્રભુ અને તેને ભૂલી અને આ રાગ મારો, પુણ્ય મારા ને દયા, દાનનાં પરિણામ એ મારા પ્રભુ તને, શું કર્યું તે આ, તું અજ્ઞાનપણે એ રાગનો કર્તા થયો પ્રભુ. આહાહાહાહા !