________________
૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ તો એક વિચાર એવો આવ્યો'તો ઓલાં ૪૭ શક્તિ છે ને ? એમાં અસ્તિત્વ શેમાં આવે કીધું ? તો એ જીવત્વ શક્તિમાં અસ્તિત્વ આવે છે, જીવત્વ શક્તિ છે ને દર્શન, જ્ઞાન, આનંદ ને સત્તા ને એક સાધારણ, અસાધારણ એમાં અસ્તિત્વ આવે છે. આહાહા !
આત્મામાં પોતે બેહદ શુદ્ધ અસ્તિત્વ સ્વભાવવાન તત્ત્વ એમ કહે છે. આહાહા ! એ બધાં પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, શરીર ને વાણી, મન ને કર્મ, આહાર અને શ્વાસ, આ શ્વાસ, આહાર લેવાની વૃત્તિ આહાર, શ્વાસ, ભાષા, મન, આહાહા ! આહાર, શ્વાસ, ભાષા, મન દશ પ્રાણ છે. એનાથી પ્રભુ ભિન્ન છે અંદર અને અન્ય આત્માઓ અને અન્ય ૫૨માણુંઓથી પણ પ્રભુ તું બેદ શુદ્ધ ચૈતન્યધાતુ ૫૨ના સંબંધ રહિત છે. આહાહા ! એને સંબંધવાળો માનવો એ મિથ્યાત્વભાવ છે. આહાહા ! ભાષા તો સાદી છે ભાઈ હીરાલાલજી! આવું છે, માલ છે માલ. આંહીં તો એકકોર રામ ને એકકોર ગામ, એકકોર એ રાગથી માંડીને બધા દ્રવ્યો ૫૨ તેના સંબંધથી પ્રભુ રહિત છે આત્મા. આહાહાહા ! પણ છે કેવો ? સંબંધ રહિત છે, છે કેવો ? આહાહા ! “બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય ” આહાહા ! જેને જ્ઞાન ધારી રાખ્યું છે ધાતુ એટલે જ્ઞાન સ્વભાવ, બેદ, અપરિમિત મર્યાદા વિનાનું જેનું જ્ઞાન અપરિમિત અનંત છે. બેહદ ચૈતન્ય ધાતુ, શુદ્ધ ચૈતન્યધાતુ પાછી, એવો છે પ્રભુ આત્મા તો, એને આત્મા કહીએ. બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય, ચૈતન્યધાતુવાળો એમ નહિ, બેહદ શુદ્ધ ચૈતન્યમય ધાતુ ચૈતન્યમય આખું ચૈતન્યપણું અનંત બેહદ જેણે ધારી રાખ્યું છે. આહાહા ! એ રાગ ને દયા, દાનનાં વિકલ્પને ૫૨ને ધારી નથી રાખતો એ તો ૫૨ના સંબંધ વિનાનો જ પ્રભુ છે. આહાહાહા !
અરેરે ! અનંત અનંત કાળમાં રખડતાં એને પોતાની ચૈતન્ય વસ્તુ શું છે? એનું એને ભાન ને માહાત્મ્ય ન આવ્યું, એને છોડીને ૫૨ના માહાત્મ્ય આવ્યા. આહા ! કાંઇક પૈસા થયા બે પાંચ કરોડ, છોકરા સારા થયા, આબરું, બે વર્ષે છોકરો સોળ વર્ષમાં આઠ થાય, ચોવીસ વર્ષમાં બાર, બબ્બે વર્ષે છોકરા થાય અને પાછા બધા રળવા શીખી જાય, એટલે જાણે કે ઓહોહોહો ! કેવડો હું મોટો હું થયો. હેં ? બારભાયા નથી ? વીંછીયામાં છે ને, બાર ભાયું, બાર, વીંછીયામાં છે. બાર શું બત્રીસ હજાર છોકરી–ચક્રવર્તીને ૬૪ હજા૨ દિકરા હોય. ચક્રવર્તી છે એને ચોસઠ હજા૨ દિકરા, બત્રીસ હજાર દિકરી, છનું હજા૨, અરે કોના છે બાપુ. આહાહા ! એ મારા ને હું એનો એને મારા કર્યાં ને પોતાને એનો કર્યો, હૈં? આહાહા ! આવો પ્રભુનો મારગ છે.
આહા!
બેહદ ૫૨ રાગના વિકલ્પને ધર્માસ્તિ અને ૫૨જીવનાં ૫૨માણુંના પુદ્ગલના કર્મના આહાર ને શ્વાસનાં, આ શ્વાસ છે ને અંદર એનાં સંબંધ રહિત પ્રભુ છે અંદર. સમજાણું કાંઇ ? એ શ્વાસ ચાલે છે, એમાં છે આત્માના પ્રદેશો એકલો ૫૨માણું નથી, પણ એ શ્વાસથી પણ ભગવાનનો આત્મા ભિન્ન છે. આહાહા ! આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, નવ, છ અને ત્રણ શ૨ી૨, ઔદારિક તેજસ ને કાર્યણ ઔદારિક વૈક્રિયિક અને આહા૨ક તેજસ ને કાર્યણ તો આવી ગયું આઠ કર્મમાં, એનાથી ભગવાન આત્મા અનંત હ્રદ વિનાની જેની ચૈતન્યધાતુ શુદ્ધ છે, હદ નહિ જેની, મર્યાદા નહિ. આહાહા ! એવો શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્મા એને આવો હોવા છતાં તો પણ, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પ્રભુ તો આત્મા છે. આહા...