________________
૩૫
ગાથા-૯૬
આહાહા ! હું ક્રોધ ઇત્યાદિની જેમ ઈત્યાદિ એટલે કે ૧૭ બોલ લેવા છે. આ ક્રોધ ને સિવાય-૧૬ તો ક્રોધ સિવાય-૧૬, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન, વચન ને કાયા આદિને પાંચ ઇન્દ્રિયો, એ ૧૭ બોલમાં હું છું, એવો વિકલ્પ કરતાં રાગ કરે તેનો કર્તા થાય, એ અજ્ઞાન છે. આહાહાહા... અને હું ધર્મદ્રવ્ય, છ દ્રવ્ય, ધર્માસ્તિકાય તત્ત્વ છે, ભગવાને જોયેલું જગતમાં, એનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે, એ વિકલ્પનો હું કર્તા છું એણે ધર્માસ્તિકાય પોતાનું છે એમ માન્યું. આહાહા ! એમ અધર્માસ્તિ, આકાશ, કાળ અને કર્મ, નોકર્મમાં અમુક પુગલ આવ્યા'તા સંબંધવાળા એ સિવાયનાં પુદ્ગલો બધા અને બધા જીવો સ્ત્રીનો જીવ હોય, પુરૂષનો જીવ હોય, છોકરાઓનો જીવ હોય, ભગવાનનોય જીવ ને ગુરુનોય જીવ હોય, એ બધા જીવો પર છે, અને જે અંદર વિકલ્પ ઊઠે, મારા છે એ એનો એ ચીજનો કર્તા તો થતો નથી, કારણ કે એ તો સ્વયં ચીજ છે. કારણ કે એ ચીજ છે, એનો તો એ કર્તા થતો નથી, પણ તેનો વિકલ્પ ઉઠાવે છે, કે આ મારા, એવા રાગનો એ કર્તા થાય એ અજ્ઞાન છે, મિથ્યા છે! હું ધર્મદ્રવ્ય છું-ઇત્યાદિ એટલે છ દ્રવ્ય.
જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે, ઇત્યાદિની જેમ, આત્મા પરદ્રવ્યોને એટલે ક્રોધ માન, માયા આદિ અને છ દ્રવ્ય એને પોતારૂપ કરે છે. આહાહાહા... ઘણી ગાથા ઊંચી આવી છે બહુ. એકદમ જેને રાગથી ભિન્ન ભેદવિજ્ઞાન નથી, એ વિકલ્પ ઊઠે તેનાથી ભેદવિજ્ઞાન નથી, એ બધાય રાગાદિને અભેદપણે માનીને પોતાનો રાગનો ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. એ સંસાર છે, દુઃખ છે, મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વમાં અનંતા જનમમરણ કરવાની તાકાત છે. આહાહા !
એ આત્મા પરદ્રવ્યોને, પારદ્રવ્યો એટલે બધાં ક્રોધાદિ બધાંય પરદ્રવ્યો એટલાં એ રાગ, દયા, દાનનો, ધંધાનો રાગ, એ બધા પાપ પર છે. આહાહા ! એ પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે અરસપરસ, ક્રોધ, રાગ, પુણ્ય, ધર્માસ્તિ આદિ પરદ્રવ્યને પોતાનાં કરે છે અને પોતાને પરદ્રવ્યરૂપ કરે છે. આહાહા !દયા પાળવાનો ભાવ છે રાગ, એ દયા પાળી શકતો નથી પણ પાળવાનો રાગ છે, એ મારો છે એવો જે વિકલ્પનો કર્તા થાય તે અજ્ઞાની છે. આહાહાહા! ગજબ વાત છે. વીરનો મારગ છે આ તો. હીરાલાલજી? આહાહા !
એકકોર ભગવાન આત્મા આનંદ ને અનંત ગુણનું ધામ એ અને એનાથી ભિન્ન આ રાગાદિ ૧૭ બોલ અને ધર્માતિ આદિ છ બોલ, ૨૩ બોલ થયા એમાં બધા આવી ગયા આમાં. આહાહા ! એ બોલને પોતાનાં કરે છે અને પોતાને પરરૂપ કરે છે, છે? તેથી આ આત્મા, તેથી આ આત્મા જો કે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, આહાહાહા ! એ શુભ-અશુભ રાગ, કર્મ, નોકર્મ અને આ છ દ્રવ્ય એ બધાંથી સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત છે. ભગવાન તો રાગાદિ છ દ્રવ્યથી તો સંબંધ રહિત છે. આહાહાહા ! કહો આ મારો દિકરો ને આ મારો બાપ (શ્રોતા –કલ્પના માત્ર છે) એવો વિકલ્પ ઉઠાવે તેનો કર્તા થાય, એ પરદ્રવ્યનાં રાગ અને પદ્રવ્યથી સંબંધ રહિત પ્રભુ છે. આહાહાહા ! એ ૧૭ બોલ અને ૬ બોલ એ ૨૩ બોલનાં ભાવથી પ્રભુ રહિત છે આત્મા. આહાહાહા !
એવું બેહદ “સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે” આહાહાહા !