________________
ગાથા-૯૬
૩૩
આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ ( જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા )પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા ) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દેષ્ટાંતથી સમજાવવામાં આવે છે:
જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક ક૨તો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહા૨વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ ૫૨ને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકા૨વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક ક૨તો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી વ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ ૫૨ને અને પોતાને એક ક૨તો થકો, ‘હું ૫૨દ્રવ્ય છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ ક૨વામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડે ( પોતાની ) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ ક૨વામાં આવેલા રૂપી પદાર્થો વડે ( પોતાનો ) કેવળ બોધ (જ્ઞાન ) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શ૨ી૨ ) વડે ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનથન ( પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ:-આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, ૫૨ શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ શાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું.
* આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર.
પ્રવચન નં. ૧૯૦ ગાથા-૯૬
ગુરુવાર, મહા સુદ-૧૨, તા.૮/૨/’૭૯
ઉપર પહેલી લીટી “હવે કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છે.” પહેલી ગાથામાં આવી ગયું ને ? કે પોતે જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપ પ્રભુ પોતે શુદ્ધ જ્ઞાનથન હોવા છતાં તેને ભૂલીને–ક્રોધ, માન, માયા, લોભ આદિ ૧૭ બોલ, ક્રોધ આવ્યો'તો મૂળમાં, સોળ પછી સત્તર