________________
૩૧
ગાથા-૯૫ છે એવું નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. પર્યાય હું નહિ, આ યે નહિ. આહાહા ! પર્યાય એમ વિચારે છે, કે “આ” હું છું, “અખંડ સકળ નિરાવરણ એક અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ જેનું,” કોનું? નિજ પરમાત્મ દ્રવ્યનું. તે હું છું. એમ સમ્યગ્દષ્ટિ આમ માને છે. આહાહા.....
એય ઉદાણી ! ન્યાં આમાં દાકતરમાં કયાંય મળે એવું ત્યાં મુંબઈમાં મળે એવું નથી. આવું કયાંય? આહાહા ! એ કાલ દાકતરનો પત્ર આવ્યો'તો નહિ? વાંચ્યો નહિ? ભાઈ ઓલું નહોતું આપણને આપ્યું બ્રાહ્મણ, પાઠશાળા ભાવનગર આમ અર્ધમાગધીનો મોટો બ્રાહ્મણ છે મોટો-મોટો પ્રોફેસર આંહીં આવ્યો'તો. આપણે બેનનું પુસ્તક આપ્યું'તું. ઇ કાલ એનો કાગળ આવ્યો'તો કે મહુવામાં જૈન સાહિત્યનાં બધા પંડિતો મોટા મોટા ભેગા થયા'તા મુંબઇથી ને બધાં આ મોટા માલવિયા ને બીજા મોટી યુનીવર્સીટીના વિધાર્થીઓ મોટા હુશિયાર મોટા પંડિતો ભેગા થયા, એમાં બધાએ ભાષણ કર્યા એમાં એક મેં ભાષણ કર્યું'તું સમયસારનું લોકો ખુશી થઈ ગયા, એવા ખુશી થયા છે. ઓહોહોહો ! પછી ઓલા એ શ્વેતાંબર હશે થોડુંક જીવવિચાર નવતત્ત્વનું હોય ને પુસ્તક આ એને ભેટ આપ્યું, પણ આ કયાં ચીજ છે? એણે બિચારે લખ્યું છે, કાગળ આવ્યો છે, બહુ મને વખાણ કર્યા એ વખાણ પ્રભુ મારા નથી હોં, એ તો તમારા છે કહે, એમ લખ્યું છે કાગળ આવ્યો છે એનો. આહાહા....
આંહીં કહે છે કે પ્રભુ તું નિજપરમાત્મદ્રવ્ય સિવાય, વિકલ્પ ઊઠે છે પરદ્રવ્યનો એ વિકલ્પનો કર્તા થાય એ પણ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની છે. આહાહાહા.....
આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા આનો થાય, પરિણામનો કર્તા વિકારનો અને તે અજ્ઞાનરૂપભાવ તેનું કાર્ય છે, એ અજ્ઞાન પરિણામ કર્યા તે તેનું કાર્ય છે, બાકી બીજા દ્રવ્યમાં એનું કાંઇ કાર્ય છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
સમયસાર કળશ-૨૪૦ માં છે ને..! “ઈશ્નો મોક્ષાથો” – મોક્ષપંથ એક જ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એક જ મોક્ષપંથ છે; એનાથી અલ્પ કાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે). એની જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કે કારણ કે, આ પંચમ કાળ છે એટલે એને ત્રીજે ભવે મુક્તિ થાય જ. સમજાણું કંઈ ?
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૯, નિયમસાર શ્લોક-૧૦૯)