________________
ગાથા-૯૫ તે જ્ઞાયક ત્રિકાળને જાણે છે. આહાહા ! અહીંયા છ દ્રવ્યને જાણવું એ એનું સ્વરૂપ, છ દ્રવ્યને જાણે પર તરીકે, પણ એટલું ન માનતા પરનું એ મારા છે એવો જે વિકલ્પ ઉઠાવે છે અને એ વિકલ્પ ચૈતન્યનું પરિણમન છે, એ ચૈતન્ય પરિણામે પરિણમતો જીવ, એ પરિણામનો રાગનો કર્તા થાય છે તે મિથ્યાદેષ્ટિ છે. આહા ! એ જૈનની એને ખબર નથી. જૈન ધર્મની એને ખબર નથી, એ ય બલુભાઈ ! આવો મારગ છે પ્રભુ! એણે નિવૃત્તિ ઘણી લેવી પડશે, ત્યારે એને માંડ સમજાય એવું છે. આહાહા ! એ ઉપાધિવાળા પરિણામ! એ દેવ મારાં, ગુરુ મારાં, એ શાસ્ત્ર મારા એવો વિકલ્પ પણ ઉપાધિવાળો છે.
હવે આંહીં તો અત્યારે તો શુભ ઉપયોગનો જય હો, શુભ ઉપયોગથી (શુદ્ધ થાય) આરે પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ તું, (શ્રોતા-અજૈન ધર્મનો. જય હો ) આહાહા ! અજૈનપણું રાગ છે. ભાઈઆહા! એને તો વાત એ હતી કે એ શુભ રાગ છે અને એ તો હળવે, હળવે શુભ રાગથી અંદર શુદ્ધ થશે એમ, અરે ભાઈ. આહાહાહા ! દુઃખના ભાવથી સુખભાવ થશે, રાગ છે એ તો દુઃખભાવ છે. ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે દયા, દાનનો હોય પણ એ તો દુઃખરૂપ છે, ભગવાન તો આનંદ સ્વરૂપ છે, એ દુઃખના સ્વરૂપથી આનંદ સ્વરૂપનું ભાન થાય? આહાહા ! પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ ? આહા ! અન્ય જીવ મારા છે, આ નરપતિ કહેવાય છે ને? નૃપતિ એટલે નરનો પતિ રાજા, નર: પતિ, નર એટલે મનુષ્ય એનો પતિ, સાચી વાત હશે? (શ્રોતાઃઅમે બધા ગૃહપતિ કહેવાય ) આ તમે ગૃહપતિ કહેવાવ, આ મોટા ધંધાવાળા ઉદ્યોગપતિ કહેવાય આ કરોડોના ધંધા કરે તમે બધું ઉપાધિવાળું કર્યું તું મોટું સીત્તેર લાખનું ઉદ્યોગપતિ પછી ખસી ગયા હમણાં, આ મોટા કરોડપતિ ઉદ્યોગપતિ કરે છે ને ભાઈ, આ તો દાખલો આપીએ છીએ, કોના પતિ પ્રભુ ઉધોગના પતિ તું જડનો? નૃપતિ નરનો પતિ એ તું? ગૃહપતિ આ ઘરનો પતિ તું? શું તે માંડી છે આ? (શ્રોતા-રખડવાની) હીરાલાલજી! આ તો મોટા ગૃહસ્થ છે. આહાહા.
તે આ બધું સાંભળવાનો વખત મળ્યો તે ભાગ્યશાળી એમ કહો એ ગયું એનું કાંઇ નહિ, એ તો કટકો કટકો, સાંભળ્યું ઉદાણી? હાથ કપાઈ ગયો, રેલમાં બે મહિના થઇ ગયા, છોકરાનાં લગન કરવા ગયા'તા એમાં આ થયું પૈસાવાળા માણસ ઘણાં. અરે ! દેહનાં બાપા, દેહ છે એ તો, રજકણ જુદા છે ભાઈ, એને રજકણને કઇ રીતે રહેવું એ રજકણની પર્યાયનું કાર્ય છે, તું એને રાખી શકે નહિ. ધ્યાન રાખ્યું હોત તો ન થાત ને આમ થાત એ બધી વાતું ગપ છે. જે જડની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની એને ઇન્દ્રને નરેન્દ્ર જિનેન્દ્ર પણ ફેરવી ન શકે પ્રભુ. આહાહાહા ! એ સ્વામી કાર્તિકમાં એ આવે છે ને? કે ભગવાને જે દીઠું છે (તે) થાય એમાં ભગવાન જિનેન્દ્ર ફેરવી ન શકે પોતે પોતાનો પર્યાય જે સમયે થાય એ પોતે ફેરવી નહિ શકે. આહાહા.. એને તો નજરું દ્રવ્ય ઉપર કરવી પડશે એમ કહે છે. આહાહાહા!તે સમયે તે પર્યાય થવાની તે થશે જ, તેને જાણનારાને જગાડ, જાણનારો જ્ઞાયકભાવ છે એને જાણ એટલે પર્યાય જે થાય એ ક્રમે થશે એનો જાણનાર થઇશ. આહાહાહા ! પર્યાય કરવી ય નથી પછી, કહે છે, એમ કહે છે. આહાહા... વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો મારગ બહુ જગતથી તદ્ન જુદો છે. આહાહાહા !