________________
૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અહીંયા એમ કહે છે. એ ચૈતન્ય પરિણામ પોતાના ભાવનો કર્તા થાય. ભલે એ માને કે આ મારા પણ તે પારદ્રવ્યનો એ કર્તા થતો નથી, એના લક્ષે થયેલો વિકલ્પ મોક્ષ પાહુડમાં તો કહ્યું છે ને છે. ભગવાને એમ કહ્યું ત્રિલોકનાથ તીર્થંકરદેવે પ્રભુ તું, તું છો અને તારાથી હું જુદો છું. તું મારું લક્ષ કરવા જઇશ તો તને રાગ થશે. અને એ રાગ થશે એ દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નહિ પ્રભુ. આહાહાહાહા ! આવી વાત છે, જિનેશ્વર કહે છે. મોઢા સામો કોળીયો કોને ખરાબ લાગે? આંહીં તો ભગવાન કહે કે મારી સામું જોઇશ ને તો ભક્તિમાં તને રાગ થશે. આહાહાહા ! લ્યો, એ આત્માની ગતિ નહિ, ચૈતન્ય ભગવાન વીતરાગભાવે પરિણમવું જોઇએ એ એની ગતિ (રાગ એની ગતિ ) એ નહિ, આવા પોતાના ભાવનો કર્તા થાય છે.
ભાવાર્થ-“ધર્માદિના વિકલ્પ વખતે” ધર્માસ્તિકાય દ્રવ્ય, ભાવાર્થ છે ને? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ, પુદ્ગલ એના “વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં” હું તો એક જ્ઞાતાદેખા ભગવાન આત્મા ચૈતન્યનો જાણનારો, જાણનાર દેખનાર છું, એમ ભાન નહિ રાખતાં, શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું, જોયું? એ વિકાર થાય એ નહિ, પર તો નહિ પણ વિકાર છે એ પણ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન ભૂલીને દશામાં ભાન નહિ રાખતાં ધર્માદિના વિકલ્પમાં “ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છ દ્રવ્ય એના રાગમાં એકાકાર થઈ જાય છે... આહાહા !
તે પોતાને ધર્માસ્તિકાયરૂપ માને છે” જોયું? રાગને પોતાનો માને છે ને પરિણમે છે ઇ પરરૂપ પોતાને માને છે. પર કંઇ એ માનવા જાય તો પર આનું થઇ જાય છે? પર તો પરરૂપે રહ્યું છે. આહાહા. ધર્માદિ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ, છ દ્રવ્ય, એનાં વિકલ્પમાં એટલે એના વિચારના રાગમાં એકાકાર થઇ જાય છે. આહા ! રાગથી ભિન્ન મારી ચીજ જ્ઞાતા છે, તેનું ભાન ભૂલી જાય છે. આહાહા.. તે પોતાને ધર્માતિરૂપ દ્રવ્ય માને છે. એનો જે વિચાર ને વિકલ્પ આવ્યો એ પોતાનો માને છે, એ પરદ્રવ્યને જ પોતાનું માને છે એમ લેવું. અહીંયા, પરદ્રવ્ય તો આંહીં આવતું નથી, પણ પરદ્રવ્યો મારા છે એવો જે વિકલ્પ, રાગ આહાહા! ભારે કામ.
(શ્રોતાઃ– જૈન ધર્મ આવો હશે) જૈન ધર્મ જ આ છે. બીજો જૈન ધર્મ છે જ નહિ. દયા પાળો ને વ્રત પાળો ને, એ જૈન ધર્મ જ નથી. (શ્રોતા:- સામાયિક કરવું ને પડિકમણું કરવું ને પોહો કરવો) એ બધા ધર્મ રાગ છે. બધા એ જૈન ધર્મ નથી. ભારે આકરું કામ બાપા.
વીતરાગ ત્રણલોકનો નાથ, અનંત અનંત તીર્થકરોનો પોકાર આ છે, અનંત કેવળીઓ પરમાત્માઓ એનો પોકાર આ છે. પ્રભુ તું નિજ પરમાત્મદ્રવ્ય છો ને, પરમાત્મ દ્રવ્ય કીધું ને ભાઈ એમાં ૩૨૦ માં નિજ પરમાત્મ દ્રવ્ય. આહાહા.... સકળ, “જે સકળ નિરાવરણ” પ્રભુ અંદર નિરાવરણ વસ્તુ છે, એને ભાવ રાગ ને દ્રવ્ય કર્મ એનું આવરણ એને છે જ નહિ. વસ્તુને શું હોય, જે સકળ નિરાવરણ અખંડ એક અખંડ વસ્તુ છે, એ એક છે, એ ભેદ પર્યાય વિનાનું તત્ત્વ છે. અવિનશ્વર છે, નાશ ન થાય એવું તત્ત્વ ત્રિકાળી પ્રભુ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમ, તારી પર્યાયમાં પ્રત્યક્ષ થઇ શકે એવી એ ચીજ છે. આહાહા! શુદ્ધ પારિણામિક પરમ ભાવ, શુદ્ધ પારિણામિક જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ સહજ ત્રિકાળી એવો જે પરમભાવ તે જેનું લક્ષણ