________________
ગાથા-૯૬
૪૧
ધૂળમાં કોઇ એ મખમલનાં તારા ગાદલા હોય એને પ્રભુ તને શું સંબંધ છે ? પ્રભુ તું કયાં ને એ કયાં. તારે ને એને સંબંધ શું છે ? હૈં ? અત્યંત એકબીજામાં અભાવ છે ને પ્રભુ ! તું તેને અડતો ય નથી, આ આત્મા છે એ શ૨ી૨ને અડતો ય નથી, આંહીં. અરેરે ! કેમ બેસે ? શ૨ી૨ને આત્મા અડતો ય નથી કેમ કે શરીર ને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે, એકબીજાને કાંઇ સંબંધ નથી. આહાહાહા ! આ મારા સગા સંબંધીઓ છે, વાતું કરે ને જ્યારે એને છોડીને જ્યારે વળાવવી હોય ત્યારે બે પાંચ લાખ રૂપિયા, પચાસ હજાર, લાખ બે લાખનું, શું કહેવાય એ ( કરિયાવર ) કરિયાવર. કરિયાવર ખાટલે પાથરે સગાને બોલાવે પચાસ તોલા સોનું દીધું છે ને આ વિંઝણા છે ને આટલા સાડલા છે ને શું છે પણ આ તને ? આ બધું જોયું છે ને ? અરે ! પ્રભુ પણ તારે ને એને શું સંબંધ ? કયાં તું ને કયાં એ ? સગા ! સંબંધીઓને બોલાવે એમ કહે જીઓ દિકરીને સારુ આપ્યું છે, પચાસ હજાર લાખનો માલ આપ્યો છે. મોટા હોય તો લાખ બે લાખ, પાંચ લાખ આપે ને સાધારણ મારવાડી હોય તો ય એક લાખ સાધારણ આપે, અત્યારે ગૃહસ્થ છે તે દહેજ, દહેજ કહેવાય શું કહેવાય ? (દહેજ, દહેજ ) દહેજ. આહાહા ! ત્યાં તો ફુલીને ફુલાવ થઇ જાય. એ છોડીને એમ થાય, આહા ! મારા બાપાએ પણ ભલે ભાગ ન આપો ભાઈઓનો પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો પણ આ આટલું આપ્યું ને, હવે તો ભાગ પાડવાનું કહે છે. છોડયું'તું સ૨કા૨, હવે તો. અરે ! ભગવાન એ ચીજ કયાં તારી છે ? ને તારે ને એને શું સંબંધ છે ? છે ? આહીં કીધું, તેં ?
“સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત”, ભગવાન અંદર આત્મા, અમૃતનો સાગર અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય બેહદ જ્ઞાનનું સ્વરૂપ જેનું, એવો ભગવાન તે ૫૨ને ને એને કાંઇ સંબંધ છે નહિ. આહાહા ! એ દયાના પરિણામ રાગના એને ને તારે કાંઇ સંબંધ નથી પ્રભુ. બેસારવું કઠણ પડે, દુનિયા એને ધર્મ માની બેઠી. અપવાસ કરે ત્યાં વિકલ્પ છે, એ તો અપવાસનો રાગ છે, શુભ રાગ, એ તપસ્યા નથી કાંઇ, તપસ્યા તો આનંદસ્વરૂપ ભગવાન એમાં રમણતા ને અતીન્દ્રિય આનંદને પ્રગટ કરે તેનું નામ તપસ્યા છે. આ તો બધી લાંધણું છે. બલુભાઈ ? અમારે બલુભાઈએ કર્યું’તું ને બાર મહિના આ તો દાખલો મોઢા આગળ બેઠા હોય એને ઘ૨નો દાખલો અપાય ને ? બાપુ બધાએ એમ કર્યું છે. આહાહાહા ! ગજબ વાત છે.
કહે છે કે બેહદ નામ અનંત અનંત અનંત અનંત અનંતની શું કહેવી એની મર્યાદા, એવો જેનો ચૈતન્ય સ્વભાવ, એવો જેનો અમૃત આનંદ સ્વભાવ, એવો જેનો પ્રભુત્વ સ્વભાવ, એવો જેનો શાંતિ વીતરાગી સ્વભાવ, એવો જે ચૈતન્યધાતુઆદિ અનંતગુણનો ધ૨ના૨ો પ્રભુ તું, તને ને ૫૨ને, રાગને ને ૫૨ને શું સંબંધ છે ભાઈ ! ( શ્રોતાઃ–સંયોગ સિદ્ધ સંબંધ કહી શકે ને ) સંયોગ એટલે ૫૨, એટલે કાંઇ નહિ. પુણ્ય ને પાપના ભાવને સંયોગી ભાવ કીધા સંયોગી એટલે એ તારો સ્વભાવ નહિ. ૫૨ છે. એને ને તારે કાંઇ સંબંધ નથી તારે. આહાહા !
( શ્રોતાઃ–સંયોગ તો બે વચ્ચે હોય ને ) સંબંધનો અર્થ જ કહે તે ૫૨ છે, સંયોગ સંબંધ કીધો એનો અર્થ જ ૫૨ છે. એ સ્વભાવ સંબંધ નથી. સંયોગ સંબંધ એટલે ૫૨ ચીજ છે એની, એને ( ને ) તારે સંયોગ સંબંધ એટલે કાંઇ સંબંધ નથી અંદર ! ભારે કામ આકરું બાપા ! આવી વાતું હવે ધર્મની. ઓલા બિચારાં બે ઘડી નવરા હોય ને ધંધામાંથી બે કલાક સાંભળવા જાય