________________
ગાથા-૯૬
૪૩
પ્રવચન નં. ૧૯૧ ગાથા-૯૬
શુક્રવાર, મહા સુદ-૧૩, તા. ૯/૨/’૭૯
સમયસાર ગાથા-૯૬ ટીકાઃ- ફરીને “ખરેખર એ રીતે હું ક્રોધ છું” સત૨ બોલ છે. ઈ આંહીં ૮ બોલ, છ બોલ દ્રવ્યનાં છે, ૨૩ બોલ છે. હું ક્રોધ છું ઇત્યાદિની જેમ હું ધર્મદ્રવ્ય છું, ઇત્યાદિની જેમ, આત્મા ૫૨દ્રવ્યોને પોતારૂપ કરે છે. એ રીતે ભગવાન આત્મા શુદ્ધચૈતન્યધાતુ ૫૨મ બેહદ હોવા છતાં, તેને ભૂલીને રાગ અને ક્રોધાદિ, કે ધર્માસ્તિ કે ૫૨જીવ આદિ મા૨ા છે એમ માને છે, માને છે, ( પણ ) એમ થતાં નથી. “અને પોતાને પણ ૫દ્રવ્યરૂપ કરે છે” ૫૨ને પોતાના કરે છે ને પોતે ૫૨નો થાય છે. આહાહા ! રાગ મારો છે અને હું રાગનો છું, દિકરો મારો છે અને હું દિકરાનો બાપ છું એમ અજ્ઞાની ૫૨દ્રવ્યને પોતાનું કરે છે. અને પોતાને ૫૨રૂપે કરે છે. આહાહા ! ૫૨ને પોતારૂપ માને છે અને પોતાને ૫૨રૂપ માને છે. આહા !
“તેથી આ આત્મા, જો કે તે સમસ્ત વસ્તુઓનાં–સમસ્ત વસ્તુઓનાં, એ દયા, દાન, વ્રત, ભક્તિ કામ ક્રોધાદિ પરિણામ અને છ દ્રવ્ય ૫૨, બધી વસ્તુનાં સંબંધથી તો રહિત પ્રભુ છે, આહાહાહા !વિકલ્પ છે રાગ માત્ર અને છ દ્રવ્ય છે, ૫૨મેશ્વ૨ ૫૨મેશ્વ૨૫ણું, આ દ્રવ્ય ને ૫૨નાં સંબંધ વિનાનું દ્રવ્ય છે. આહાહા ! જો કે સમસ્ત વસ્તુઓનાં સંબંધથી રહિત, છે શું એ ? “બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે” અનંત અનંત શુદ્ધ ચૈતન્યની ધાતુ એટલે ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, એ રાગ અને ૫૨દ્રવ્ય જેણે ધાર્યું નથી એના સ્વરૂપમાં. આહાહા !
k
แ
એ તો અનંત બેદ, શુદ્ધ ચૈતન્યધાતુ, ચૈતન્યસ્વરૂપ અનંત બેદ ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવો હોવા છતાં, “તો પણ અજ્ઞાનને લીધે ” એ શુદ્ધ ચૈતન્યધાતુ તે હું છું એના અભાનને લીધે, હું આ છું શુદ્ધ ચૈતન્યધાતુ બેહદ તે હું છું, એમ ભૂલીને, તે હું છું એમ ભૂલીને, અજ્ઞાનને લીધે જ પોતાના સ્વરૂપનો બેહદ અનંત શુદ્ધ ચૈતન્યને હું છું એમ ભૂલીને, “સવિકા૨ અને સોપાધિક” એ રાગ ને દયા દાન આદિનાં પરિણામ તે મારા છે, એ સવિકારી પરિણામ એ મારા છે, અને સોપાધિક એટલે છ દ્રવ્ય જે તદ્ન પૃથક્ છે એ મારા છે, એવી ઉપાધિ “કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી” એ પરિણામ છે ચૈતન્યના, રાગ હું, માનું, એમ માન્યું, ૫૨ જીવ ને ૫૨માથું મારા એમ માન્યું એવા ચૈતન્યના પરિણામવાળો હોવાથી, આહાહા...“ચૈતન્યના વિકારી પરિણામવાળો હોવાથી” આહાહા... તે પ્રકારનાં પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે” તે પ્રકા૨નાં જે પ્રકા૨ને, ૫૨ને પોતાનું માને છે, તે પ્રકા૨નો તે આત્મા કર્તા પ્રતિભાસે છે. આહાહા ! આવું ઝીણું છે.
નિશ્ચયથી તો ચૈતન્ય ભગવાન રાગના કણનો ગુણગુણીના ભેદનો કણ ૨ાગ એનાથી પણ સંબંધ રહિત પ્રભુ છે, એવા ચૈતન્ય સામાન્ય ત્રિકાળી સ્વભાવને ભૂલી, અને જે એમાં નથી અને જેની હારે કાંઈ સંબંધ નથી, એવા નથી સંબંધવાળા, દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામ અને ૫૨ ૫૨માણુ, સ્કંધ મકાન આદિ એ ૫૨દ્રવ્ય છે એને પોતાનાં-સવિકારી પરિણામથી વિકા૨આદિને કરે છે, અને સોપાધિક ૫૨થી જે ઉપાધિવાળી પોતાને, એને પોતાનાં કરે છે. આહાહાહા ! આવું છે. ‘આંહીં સુધી આવ્યું’ તું.