________________
૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ મારા ભાગમાં એક બે ઓરડા આવ્યા ને ફલાણું આવ્યું ને ઢીંકણુંને માળા. અને એક સરી હોય છે ને? એક ઓંસરી અને ચાર પાંચ છોકરાઓ છ હોય જોયું છે? બે બે ઓલી કરે થાંભલીયું જોડે નાખે, જોયું છે? બે થાંભલી જોડે હોય એટલે જાદું પડવું હોય તો થાંભલીઓ વચ્ચે એક (શ્રોતાઃ સરખો ભાગ પડે) ઘણાં મોટા આ તો બધી એકે એક વાત જોઈ છે ને? એક ઓસરિયે આઠ છોકરા હોય ભેગા જ્યાં સુધી ત્યાં સુધી એક ઓસરીએ બધું, પણ એક એક ઓસરીના એક એક ઓરડામાં બે-બે થાંભલીયું આમ આમ-આમ વહેંચવું હોય તો આની કોરની થાંભલીએ આમ અને ઓલી કોરની થાંભલીએ વચ્ચે નાખી દે ઓલી. હું ! આહાહા... આરે આરે મારી નાખ્યા ! કોના ઘર ને કોના ભાગ, કોના ઘર ને કોના વર, આ મારો વર છે ને આ મારી પત્ની છે, અરે પ્રભુ શું છે પણ તને? આહાહા !
એવા વિકારી પરિણામ કરતો થકો, એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, ભાષા પાછી એ લીધી કે ચૈતન્ય, વિકારી પણ ચૈતન્યના પરિણામ છે, એનાથી પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ ઉપાધિવાળા મલિન પરિણામરૂપ, પોતાના ભાવનો કર્તા છે, જોયું? પોતાના ભાવનો કર્તા થાય છે, એ દ્રવ્યનો નહિ. દ્રવ્યનો શું કર્તા? એ દ્રવ્ય નહોતું? જગતમાં છે. આહાહાહા ! આ ઘરે સમજતા કઠણ પડે એવું છે ઉદાણી, આ દવામાં જેમ હોંશિયારી જોઇએ એમ આમાં હોશિયારી જોઇશે આમાં. દાંતના મોટા દાકતર છે મુંબઈમાં. મોટા આબરૂદાર એણે નાખ્યું છે ને? આ એણે નાખ્યું છે. બે વાર આવી ગયા. (શ્રોતા-આપ એના દાકતર છો) હેં! અહીં કોઇનો દાકતર નથી. હું તો આત્મા છઉં. આહાહાહા ! પરિણામ એ ય ત્રિકાળીમાં નથી. આહાહાહા ! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન પરિણતિની ક્રિયા વિનાનું, “શુદ્ધ પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મ દ્રવ્ય નિરાવરણ” તે આત્મા છે. આવી વાત છે બહુ આકરી. આહાહા !
કાલ તો અર્થ જરી બીજો કર્યો'તો ભાઈ બપોરે, ઓલો શ્રુત-શ્રુત શબ્દ છે ને શ્રુત? શ્રતની ઉપાધિ એનો અર્થ ત્યાં સુધી લીધો'તો ઇ, નવો અર્થ કર્યો'તો, કે શ્રુત છે એ ભગવાનની વાણી, પણ એનાથી થયું જ્ઞાન એ પણ ઉપાધિવાળું જ્ઞાન છે. આહાહા... ભગવાનની વાણી છે એ તો પર છે, પણ એનાથી થયું જે જ્ઞાન, થયું છે પોતાનું પણ એના નિમિત્તના લક્ષે થયું જ્ઞાન, એ પણ શબ્દશ્રુત છે. એ આત્મજ્ઞાન નહિ. એ પરની ઉપાધિવાળા જ્ઞાનથી, શસિ ક્રિયા જે આત્માને ન જાણે, એ જુદી છે. જાણે એ જુદી છે. આહાહાહા! કીધું ઈ? શ્રુતજ્ઞાન એમ કહેતાં, શ્રુતમાં સાંભળવું આવ્યું, એટલે સાંભળવાની વાણી પણ ભગવાનની તો પુદ્ગલ જડ છે. હવે જડ છે, એ તો ઠીક એ તો પર છે, પણ તેના લક્ષે જે જ્ઞાન થયું, એ પણ ઉપાધિવાળું પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાન ચૈતન્યને જાણી શકતું નથી. આહાહાહા ! એ ભાવશ્રુત જે છે અંતરનું (અંતર્મુખ) તે આત્માને જાણે છે. આહાહાહા ! આવી વાતું અરે દુનિયામાં. (શ્રોતા – આવી વાત અનાદિની સાંભળી નથી) અનાદિની સાંભળી નથી. આહાહાહા !
જ્ઞસિ ક્રિયા ભગવાનની કેવળજ્ઞાનની એનાથી આત્મા જાણે? અને નીચે શ્રુત કેવળી શસિ ક્રિયા જે આત્માને જાણનારી ક્રિયા તેનાથી આત્મા જાણે, અને ભગવાને કીધુંને સાંભળ્યું ને જ્ઞાન થયું એનાથી પણ નહિ. આહાહાહા ! સમજાય છે? એ જ્ઞતિ ક્રિયા જ્ઞાનની ક્રિયા પણ