________________
ગાથા-૯૫
૨૭ તો એની જે પર્યાય છે ને. આહા! ગજબ વાત છે. મોક્ષમાર્ગની જે પર્યાય છે ને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એ બધા મારા છે, અને એનો મને આધાર છે, અને મારે આધારે એ છે, એમ જે પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, આ વાત લીધી છે હોં.
ઓલી વસ્તુ છે એ વસ્તુમાં ને વસ્તુમાં રહી ગઇ છે. કારણ ઈ વસ્તુનો કર્તા થઇ શકતો નથી એ તો પર છે. પછી આમ બાપનો દિકરો ને દિકરાનો બાપ એ બધુ કંઈ વિચાર આવે, હેં. તમારે તો એકનો એક છોકરો છે, બહુ કરે બાપુજી બાપુજી કરે અને પાપ કરીને રળી રળીને પૈસા આપ્યા એને તો એ તો ખુશી જ થાય ને લ્યો. એ બધું કોઇ મારું નથી પ્રભુ હું તો આત્માનો જ્ઞાયક નિષ્ક્રિય પરિણતિની પર્યાય વિનાનો આત્મા. એમ પરિણતિ નિર્ણય એનો કરે છે. સમ્યગ્દર્શનની પર્યાય નિર્ણય કરે છે કે હું અખંડ દ્રવ્ય છું. એ પર્યાયની ભાવના પર્યાય નથી કરતી. તો પર મારા એ તો કયાંય ચાલ્યું ગયું બાપા. હીરાલાલજી! આવી વાત છે. આહાહા !
ભાઈ તું ક્યાં છો? તું કોણ છો? તો કહે પ્રભુ હું તો નિષ્ક્રિય તત્ત્વ છું. આહાહા! જે મોક્ષનો માર્ગ છે ને એ પણ હું નહિ, એ મોક્ષનો માર્ગ છે એ પર્યાય, આ દ્રવ્ય હું છું એમ ભાવના કરે છે. આહાહાહા ! લ્યો ઓલું આવ્યું'તું ને ભાઈ આ વિદ્યાસાગરનું લખાણ આવ્યું છે ભાઈ એ ક્રમ ઉપર બહુ લીધું છે પણ એકલી પર્યાયની વાતું, વીતરાગી પર્યાય આમ થાય ને ફલાણું થાય, પણ કોને આશ્રયે થાય ને કોણ દ્રવ્ય છે? આહાહા.... તો વળી પાછું સભામાં એક જણો બોલ્યો કે શુભ ઉપયોગની જય હો, કહો લ્યો ઠીક, તો ય પાછું એને કો’કે કહ્યું કે કેમ આ-કહે કે આમાં શું ખોટું લ્યો, શુભ ઉપયોગની જય, શુભ રાગ તો ઝેર છે. ( શ્રોતા:- ઝેરનો જય) આ ઝેરની જય ભગવાન પડ્યો રહ્યો અંદર. એ ય ચેતનજી! આવું છે, બહુ આકરું કામ ભાઈ ! વ્યક્તિ માટે કાંઇ નહિ આ તો એક એના પરિણામની જવાબદારી તો એની છે. આહાહા...
આંહીં કહે છે કે એ છ દ્રવ્ય ભગવાને જોયા, એમાં અનંત પરમાણુઓ છે આ, અનંત આત્માઓ છે, અસંખ્ય કાલાણુંઓ છે, એક ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ એવા છ દ્રવ્યો છે ભગવાને જોયેલા. કેવળી પરમાત્મા જિનેશ્વરદેવના જ્ઞાનમાં છ દ્રવ્ય જોવામાં આવ્યા પણ ઇ આ આત્માથી તદ્દન ભિન્ન, ભગવાને ય ભિન્ન. આહાહાહા... એમાં એ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે, તેથી હું ધર્મ છું જાઓ તેથી ઓલો વિકલ્પ ઉત્પન્ન કરે છે ને તેથી ધર્મ છું એમ માને છે. હું અધર્મ છું, અધર્માસ્તિકાય, ધર્મ હું છું એટલે ધર્માસ્તિકાય, દ્રવ્ય હું, આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું, લ્યો. આવો વિકલ્પ કરે છે તેથી તે અન્ય જીવ છું એમ માને છે. તેથી તે અન્ય જીવનો કર્તા થતો નથી, પણ એનો વિકલ્પ કર્યો તેનો એ કર્તા અજ્ઞાની થાય છે. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા !
એવી ભ્રાંતિને લીધે, હું અન્ય જીવ છું, છ દ્રવ્ય આવ્યા ને? એવી ભ્રાંતિને લીધે જે સોપાધિ, ઉપાધિ સહિત એવા ચૈતન્ય પરિણામ, પાછું ભાષા એવી છે કે ચૈતન્યના એ પરિણામ ઉપાધિવાળા, એ ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, ભગવાન આત્મા ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ હોવા છતાં, વિકારી પરિણામે પરિણમતો થકો, આહાહાહા !
એ છ દ્રવ્યમાં કોઇપણ દ્રવ્ય મારું છે, આટલા ભાગ મને આપ્યા ઘરમાં ચાર છોકરાઓ પચીસ લાખ રૂપિયા સવા સવા છ લાખ મારા ભાગમાં સવા છ આવ્યા, મકાન ચાર હતા એમાં