________________
ગાથા-૯૫
૨૫
લ્યો સુમનભાઈનો છે. હમણાં સુમનભાઈ આવવાના છે. દીકરીનો આત્મા, સ્ત્રીનો આત્મા, દીકરાનો આત્મા વિગેરે વિગેરે એ આત્મા છે એ ૫૨ છે, આ શાયકનું ૫૨શેય છે, એમ ન માનતાં એનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે, કે આ મારો છે છોકરો, આ મારી સ્ત્રી છે, એ ૫૨ આત્માને પોતાનું માને છે. આહાહા ! સ્ત્રી તો અર્ધાંગના કહેવાયને ? અર્ધું અંગ ઈ માળા કાળા કેર કરે છે ને ? હૈં ? ગપ્પા મારે છે આ મારી અર્ધાંગના છે, બીજી રીતે ટૂંકી ભાષા કહે છે કે આ કોણ છે ? મારી ઘરવાળી છે, આ તો બધી રમતું માંડી છે ને જગતે, ઘ૨વાળી છે, ઘ૨વાળી પણ કયાંથી આવી તારી ? ઉદાણી ! ( શ્રોતાઃ–એ તો લોકો સમજી જાય ને ) –ઇ પણ ઘરવાળી ભાષા ભલે હોય પણ માન્યું છે કે આ મારી ઘ૨વાળી એ માન્યતા કયાં સાચી છે ? ઇ ઘર એનું ઘર તો આંહીં છે, ઘર તો આંહીં અંદર છે, આનંદનો નાથ પ્રભુ અંદ૨ ઘ૨માં બિરાજે છે, એ એનું ઘર છે ને ? આ તો કહે મારી ઘરવાળી. આ ઘરની ઘરવાળી છે ઇ ? એ ય ! ( શ્રોતાઃ–સંસ્કૃતમાં ભાર્યા કહેવાય એટલે ઘ૨નો ભાર ઉપાડે તે ભાર્યા કહેવાય ) ઉપાડે એમ, કાંઇ ધૂળેય ઉપાડતું નથી. આહાહા... એમ અજ્ઞાનીની માન્યતા છે બધી, મારી પાછળ છોકરાએ બધું કામ ઉપાડી લીધું છે એવી વાતો કરે વાણીયા, આવું કહે છે ને કે આમ મારા પછી આ બધું ઉપાડી લીધું કામ, મારે કાંઇ કરવું પડતું નથી. પણ તું કોણ ? ઇ કોણ ? એ તો જગતની ચીજ ાદી. આહાહા ! કહો આમાં આવું કામ છે. વીતરાગ મારગ બહુ ઝીણો બાપુ ! આહાહા !
આંહીં તો ૫૨માત્મા તો ત્યાં સુધી કહે કે એ ૫૨દ્રવ્યને મારું માનો અથવા વિકલ્પ ઊઠે એના લક્ષે એ મારું એ મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! એ મિથ્યાજ્ઞાન ને મિથ્યા૨ાગમાં લીન છે એ ભગવાન પડયો રહ્યો અંદર આત્મા. આહાહાહા ! અહીંયા તો ધર્મી એને કહીએ, આહાહા! સમ્યગ્ગાની અને ધર્મી એને કહીએ કે જે ધર્મની પર્યાય છે એની પણ એ ભાવના ન કરે. વીતરાગી પર્યાય પ્રગટી છે, ધર્મની પર્યાય ધર્મી દ્રવ્યને અવલંબે, એની એને ભાવના ન હોય, ભાવના ત્રિકાળી જ્ઞાયક ભગવાન હું છું એની એને ભાવના હોય. આહાહા ! કહો દેવીલાલજી ! આવું છે પ્રભુ !
વીતરાગ ૫૨માત્મા ત્રિલોકનાથ આમ જગતને જાહેર કરે છે. ભાઈ, તેં રખડવાના રસ્તા આદર્યા, ૮૪ ના ૨ખડવાના રસ્તા આદર્યા, જે શાયકનું જ્ઞેય છે, એને તેં મારું છે એમ માન્યું ! ૨ખડવાના ૮૪ ના અવતા૨માં, ભાવ તેં ગ્રહણ કર્યા છે પ્રભુ. આહાહા !
( શ્રોતાઃઘર વિના ( ના ) થઇ જઈશું ) ઘ૨ હતા કે દી' ? ઘ૨નું મકાન હતું ને તે એ પૈસા વાપરવા જોઇએ ને આપી દીધું સુમનની સાસુને (શ્રોતાઃ- પચાસ હજા૨ વા૫૨વા એટલે છોકરાને ગ૨જ ન રહે, ) મકાન તો મોટી કિંમતનું છે, પણ એ દુનિયામાં એમ હાલે છે સંસાર, એય હીરાલાલજી ? કહે છે. આહાહા ! અમારે ત્યાં છોકરાંવ છે ને પાલેજ, બધાને એક એક લાખના મકાન રહેવાનાં જુદાં સૌના ત્રણેયના જુદા થઇને, હુમણાં કાંઇ ઓલા મોટામાં છે ઓલું શું કહેવાય એ (વખારું ) વખારું શું કહેવાય ? ગોદામ એ પણ કોકને મકાન ત્રણ આપ્યા છે, ને કોકને ચા૨ આપ્યા છે એમ વહેંચ્યું'તું પણ એમાં મશગુલ થઇ જાય કે, અરે મોટાભાઈને જરાક વધારે ગયા કા૨ણ કે એ ૨૫ વર્ષથી દુકાનમાં કામ કરતા હતા, ઘણાં ઘરાક ત્યાં પણ મોટી દુકાન હતી, આઠ આઠ લાખ રૂપિયાની તો ઉઘરાણી નાખતાં, પાલેજમાં મોટી દુકાન સાત આઠ દશ