________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહીં તો, એ હું છું એ માન્યતા તો મિથ્યાત્વ છે, પણ અહીં તો પર્યાયની ભાવના પણ નથી. આહાહા !
ધર્મી એને કહીએ કે જેને નિજ પરમાત્મ દ્રવ્ય શુદ્ધપારિણામિકભાવ લક્ષણ તત્ત્વ તે હું છું, એ પર્યાય હું છું એ નહિ, નિર્મળ પર્યાય થાય ધર્મની એ પણ હું નહિ. આહાહાહા ! પર્યાયની ભાવના (છે) તો પર્યાય દૃષ્ટિ થઈ, નિજ પરમાત્મ દ્રવ્ય જે શુદ્ધ નિષ્ક્રિય, નિષ્ક્રિય એટલે મોક્ષની પર્યાય ને મોક્ષનો માર્ગ એની પર્યાય સક્રિય છે, પર્યાય એટલે સક્રિય, એનાથી રહિત પ્રભુ નિષ્ક્રિય છે અંદર. આહાહા!ધર્મી જીવ એને કહીએ કે જે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ છે, તેની ભાવના કરે, ભાવના મોક્ષનો માર્ગ છે, મોક્ષનો માર્ગ, તેની એ ભાવના નહીં, ભાવના એ દ્રવ્યની કરે. આહા ! સમજાય છે કાંઇ? એને ઠેકાણે આંહીં જે કર્મના નિમિત્તથી થયેલો વિકૃત ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ એ મારો છે એ ભાવ્ય એમ માનનારા અજ્ઞાની મિથ્યાદેષ્ટિ છે. આહાહાહા !
અહીંયા કહે છે, કે આ જ્ઞાયક પ્રભુ અને તે પર્યાયમાં પરણેય એવું ન માનતાં જે શેયનો વિકલ્પ ઊઠે ધર્માસ્તિ, અધર્માસ્તિનો એ તો અરૂપી છે, પણ એનો વિકલ્પ ઊઠે એને પોતાનો માને, એ પરશેયને પોતાનું માન્યું છે. સમજાણું કાંઇ? બે ‘આકાશ છું” હું આકાશ છું, સર્વવ્યાપક આકાશ છે એનો વિચાર કરતાં પરદ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે એ રાગ છે. એ રાગને પોતાનો માને તે પરદ્રવ્યને પોતાનો માને છે. આહાહાહા! કહો ચીમનભાઈ ! આવું ઝીણું છે. હું આકાશ છું, હું કાળ છું, અસંખ્ય કાલાણું છે ભગવાને જોયેલા ચૌદ બ્રહ્માંડમાં અસંખ્ય કાલાણું છે, એક એક ધર્માસ્તિના પ્રદેશ ઉપર આકાશના પ્રદેશ ઉપર એવા અસંખ્ય કાલાણું છે. એ કાલાણું દેખાય નહિ પણ કાલાણુંનો વિચાર કરતાં, શાસ્ત્રના હિસાબે એનો વિચાર કરતાં, એ કાલાણુંનો વિચાર કરતાં જે વિકલ્પ રાગ ઊઠે એ મારો છે એ હું છું, (એમ) માનનારા કાળ દ્રવ્યને, પરશેયને પોતાનું માને છે. સમજાય છે કાંઇ? આહાહા!
“હું પુદગલ છું પરમાણુંઓથી માંડીને આ શરીરાદિ ચૂળ મોટું જડ એ પરમાણુનો પણ વિચાર કરતાં, કેમકે એ પરદ્રવ્ય છે, આ તો (દેહ) ઘણાં રજકણોનો પિંડ છે, પણ આનો પોઈન્ટ છેલ્લો ટુકડો કરતાં કરતાં છેલ્લો પોઇન્ટ રહે એને ભગવાન પરમાણું કહે છે એ પરમાણું એને દેખાય નહિ, પણ પરમાણુનો વિચાર કરતાં એને વિકલ્પ ઊઠે, કેમ કે પરદ્રવ્ય છે એ, એ પદ્રવ્યનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે એ મારો માને એ પરમાણુને પોતાનો માને છે.
આહાહા ! એમ આ શરીર, જડ, માટી, ધૂળ આત્માથી તદ્ગ જાદું છે શેય તરીકે છે, છતાં તેનો વિચાર કરતાં શરીરમાં આમ છે ને શરીરમાં તેમ છે ને, ઢીંકણુ થયું છે ને? આહાહા ! શરીર મારું નિરોગી છે, ને શરીરમાં રોગ થાય છે ને, એવો જે વિકલ્પ ઊઠે છે, એ વિકલ્પને પોતાનો માનનારો, શરીરને પરણેયને પોતાનું માને છે. સમજાય છે કાંઇ? આહાહા ! આ વાણી, મન, જડ, દેહ, પૈસો આદિ એનો વિચાર કરતાં વિકલ્પ જે ઊઠે છે, એને પોતાના માને છે, ભલે એ ચીજ આંહીં ન આવે, પણ એના તરફનો વિચાર કરતાં રાગની લાગણી, પરદ્રવ્ય છે ને? પરદ્રવ્ય અનુસાર વૃત્તિ ઊઠે એ તો રાગ છે. આહાહા! એ રાગને પોતાનો માનનારા પુદ્ગલને પોતાનું માને છે.
હવે અહીં “હું અન્ય જીવ છું” સ્ત્રીનો આત્મા છે. (શ્રોતા:- દીકરાનો છે) દીકરાનો છે,