________________
૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અજ્ઞાનરૂપ “એવું જે મિથ્યાદર્શન” જુઠી શ્રદ્ધા, રાગ, દયા, દાન, વ્રત પરિણામ એ ધર્મ છે, એ ધર્મનું કારણ છે, એવી જે મિથ્યાશ્રદ્ધા, મિથ્યા અજ્ઞાન, અવિરતિ રાગમાં લીનતા “એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ” –ત્રણ પ્રકારના વિકારવાળા ચૈતન્યની પરિણતિ-પર્યાય, તે આ ચૈતન્ય વિકારી પરિણામ, તે (અજ્ઞાની) શું માને છે, એમ કહે છે. આહાહાહા.. પરના અને પોતાના અવિશેષ દર્શનથી” પોતે ભગવાન જ્ઞાયક શુદ્ધ પરમ પરિણામિક તત્ત્વ નિજ દ્રવ્ય એને ને રાગને પોતાનું એકપણું માની બેયનું સામાન્ય દર્શન એટલે બેયનું એકપણું છે. આહાહા !
નિજ દ્રવ્ય પરમ સ્વભાવભાવ, શુદ્ધ નિષ્ક્રિય જે પરિણતિ પર્યાય વિનાનું તત્ત્વ, એવું જે અખંડ દ્રવ્ય તેની દૃષ્ટિમાં, અભાવને લઇને અજ્ઞાની અનાદિથી એ દ્રવ્ય અને આ રાગની પર્યાય અથવા શેય, ભાવ્યભાવક ૯૪ માં ગયું, આમાં “શેય” પરશેય છે એને પોતાના અવિશેષ દર્શનથી, સામાન્ય માન્યતાથી તે શેય અને જ્ઞાયક બેય એક છું. આહાહાહા !( વિશ્વમાં) છ દ્રવ્ય છે, આત્મામાં શેય, વ્યવહાર તરીકે એવા પરશેયને પોતાનું માની, પોતાને ને પરને એક માની, છે? અવિશેષ દર્શનથી “અવિશેષ જ્ઞાનથી” બેયનું એક જ્ઞાન છે, એ પરણેય ધર્માતિ આદિ દ્રવ્ય છે.
અરે ! અરિહંત પરમાત્મા દેવ ગુરુ પર છે એ અને આત્મા બે એકરૂપ છે, એક છે, મારા છે, એવું અવિશેષ જ્ઞાનથી, અવિશેષ એટલે સામાન્ય જ્ઞાન, બેનું એકપણાનું જ્ઞાન સામાન્ય રતિથી “એ રાગમાં લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને”, એ પરશેય અને સ્વય તન્ન ભિન્ન છે એવા ભેદને છુપાવીને, ઝીણી વાતું છે. આહા ! સ્વશેય ભગવાન પૂર્ણાનંદ પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય અને પરજોયો એ બેની જુદાઈને ઢાંકી દઈને અજ્ઞાની “સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલા” આત્મા સિવાય છ દ્રવ્ય, હવે નામ આપશે, એ છ દ્રવ્ય છે, એ જોય છે, પરશેય છે પણ પરન્નેય અને જ્ઞાયક બેને એક માનીને “જ્ઞેય જ્ઞાયકભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણ” એટલે કે પરશેય છે એનો ય હું આધાર છું, એમ માનીને આહાહા.... ધર્માસ્તિ આદિ છ તત્ત્વો છે ભગવાને જોયેલા એ “છ” નો આધાર હું છું એમ માનીને, અજ્ઞાની આહાહા છે?
(શ્રોતા-તમે કહો છો અજ્ઞાની જાણતો નથી અને કેવી રીતે કહે ) જાણતો નથી કોણ? એ જાણે છે એ લેશે. એ ધર્માસ્તિકાયનો વિચાર કરે ને એવો જે વિકલ્પ ઊઠે ને? એને પોતાનો માને છે, પરશેયને પોતાનો માને છે, એ શૈલી છે. (શ્રોતા - એ ય માટે બરોબર છે) એ શૈલી છે અહીં, (શ્રોતા:- અજ્ઞાની તો ધર્માસ્તિકાયને જાણતો નથી) ઇ ધર્માસ્તિકાય, અહીં તો છે એને માને છે અને એ એના તરફનાં વિચાર કરે છે, કે આ જગતમાં એક ધર્માસ્તિ તત્ત્વ છે, એવો વિચાર કરે છે, એવો જે વિકલ્પ છે એ વિકલ્પ તે મારો છે, એમ માનનારા ધર્માસ્તિકાય તે મારું છે એમ માનનારા છે. બહુ ઝીણી વાત છે ભાઈ. આહાહા!
આંહીં તો છ દ્રવ્ય છે, એવું માનનારા છે એની વાત છે અજ્ઞાનીની, અજ્ઞાની તો છે જ, કાંઇ જાણતો ન હોય એની વાત નથી, આંહીં તો જ્ઞાનમાં ધર્માસ્તિ ભગવાને કહ્યાં છ દ્રવ્ય, એ છે, પણ એ શેય પર છે, અને હું સ્વ છું એમ ભિન્ન ન પાડતાં, ઝીણી વાત છે ભાઈ ! ભેદને છુપાવી