________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
૨૦
ગાથા-૯૫ ઉપર પ્રવચન
હવે એજ વાતને વિશેષ કહે છે. તિવિદ્દો સુવોનો અવિયપ્પ વિ ધમ્માવી ઓલામાં ક્રોધ હતો, વિકારી ક્રોધ આદિ હતું ને ? ૯૪માં. આમાં હવે ધર્માસ્તિ આદિ છ દ્રવ્યો લેશે બીજા, એટલો ફેર છે. ઓલામાં ભાવ્યભાવકનો, કર્મ ભાવક એનો વિકારી ભાવ્ય એ મારા છે એથી હું ક્રોધ છું, એમ કહીને બધા બોલ લીધાં'તા. હવે આત્મા સિવાય ધર્માસ્તિકાય છે, ભગવાને એક ધર્માસ્તિકાય જોયું છે, ૧૪ બ્રહ્માંડમાં આ જીવ ગતિ કરે જડ ને ત્યારે એને ધર્માસ્તિ નિમિત્ત છે. એક અધર્માસ્તિકાય છે ગતિ કરતાં સ્થિર થાય તો અધર્માસ્તિકાય નિમિત્ત છે, ભગવાને જોયેલું છે એક કાળ છે, પરિવર્તન કરે દરેક આત્મા પરિણામ એમાં નિમિત્ત છે કાળ. આ પુદ્ગલ છે અનંત ૨જકણો એ ચા૨ છે ને જીવ અને ધર્માસ્તિ અધર્માસ્તિ અને આકાશ, આકાશ છે, એ છ દ્રવ્ય છે.
હવે એ કહે છે કે અજ્ઞાની એ છ દ્રવ્ય છે બીજાં તેને પોતાના માને છે. ઓલો વિકારીને પોતાનાં માને છે. હવે આ છ દ્રવ્ય તે હું છું એટલે શું કહેશે. ધર્માસ્તિકાય તત્ત્વ છે એક ભગવાને જોયેલું ૧૪ બ્રહ્માંડમાં એનો વિચાર કરતાં જે વિકલ્પ આવે એ વિકલ્પ મારો છે એમ માનના૨ આ ધર્માસ્તિ મારો છે એમ માને છે. ઝીણી વાત છે, ભાઈ. એ કહે, જીઓ “તિવિદો સુવઓનો અવિયર્વાં વિ ધમ્માવી” ધમ્માવી છે ને ? ધર્મ આદિ એટલે ધર્માસ્તિકાય હોં, ઓલો ધર્મ– અધર્મ આ નહિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ, પુદ્ગલ, આકાશ-“જ્ઞા તખ઼ુવોાસ્સ હોવિ સો અત્તમાવત્ત્ત” નીચે, હું ધર્મ, ધર્મ એટલે ધર્માસ્તિકાય હોં, ધર્મ એટલે આ સમ્યગ્દર્શન એ નહીં, આંહીં નહિ, ધર્માસ્તિકાય છે ભગવાને છ દ્રવ્ય જોયા એમાં ધર્માસ્તિ આખા લોક પ્રમાણે અસંખ્ય પ્રદેશી ધર્માસ્તિકાય ભગવાને જોયું છે. છ દ્રવ્ય જોયાં છે એ ‘હું ધર્મ આદિ’ વિકલ્પ એ ઉપયોગ ત્રણ વિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ત્રણ વિધ એટલે શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ ખોટા ત્રણેય “ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને”. આહાહા !
ટીકાઃ– ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે એક શબ્દ’તો ત્યાં આવ્યો’તો એ ૯૪ માં, સંક્ષિપ્તમાં, સામાન્ય એટલે સંક્ષિપ્ત, અજ્ઞાનરૂપ એવું મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર આ રાગ, એ ત્રણ પ્રકા૨નું સવિકાર ચૈતન્યપરિણામ ત્રણ પ્રકા૨નું, ત્રણ કોણ ? મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર રાગ, એ ત્રણ પ્રકા૨નું સવિકાર સહિત ચૈતન્યપરિણામ તે ચૈતન્ય પરિણામ તે “૫૨ના અને પોતાના સામાન્ય દર્શનથી” આહાહાહા ! ૫૨ અને હું બેય એક છું એમ માનવાથી સામાન્યદર્શન એટલે વિશેષ ન માનતા ભિન્ન ૫૨ અને પોતાને અવિશેષ એટલે સામાન્ય એક નામ દર્શનથી, અવિશેષ નામ એક જ્ઞાનથી અને અવિશેષ રતિથી લીનતાથી રાગમાં લીનતા સમસ્ત ભેદ, છુપાવીને ૫૨દ્રવ્યથી ભિન્ન ભગવાન અને આત્માથી ૫૨દ્રવ્ય