________________
ગાથા-૯૫
૨૧
ભિન્ન એવાં ભેદને છુપાવીને, હું ધર્મ છું, ધર્માસ્તિકાય, આહાહાહા ! ઝીણી વાત છે ને ધર્મ એટલે ધર્માસ્તિકાય છે એક ચૌદ રાજલોકમાં ધર્માસ્તિકાય હું છું એમ શી રીતે ? એ તો અરૂપી છે, ૫૨ છે, પણ એનો વિચાર કરતાં જે વિકલ્પ આવે ધર્માસ્તિકાયનો વિકલ્પ, એ વિકલ્પ હું છું એમ ધર્માસ્તિકાય હું છું એમ માને છે. હવે એ ધર્માસ્તિકાયનો જે વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો એ વિકલ્પને પોતાનો માને એ ધર્માસ્તિને પોતાનો માને છે એમ. નહીં તો ધર્માસ્તિ એ તો અરૂપી છે ૧૪ લોક બ્રહ્માંડમાં ભગવાને જોયેલું, કેવળીએ છ દ્રવ્ય જોયાં છે. આહાહાહા ! એ વાત સર્વશ સિવાય બીજે કયાંય નથી. તમારા વિષ્ણુમાંય નથી. ( શ્રોતાઃ- તમે વિષ્ણુ મટાડી દીધાને ) વાંચે છે, વાંચવા જાય છે.
હું ધર્માસ્તિકાય છું એમ લેવું. આ ધર્મ એટલે ? ધર્મ એટલે અહીંયા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ નહિ. એ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે, તત્ત્વ છે. એ તત્ત્વનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે, એ વિકલ્પથી હું ભિન્ન છું એમ નહિ માનનાર એ વિકલ્પ હું છું, એટલે ધર્માસ્તિકાય હું છું એમ માને છે. સમજાણું ? આહાહા !
“હું અધર્મ છું” અધર્માસ્તિકાય છે. ૧૪ બ્રહ્માંડમાં ભગવાને જોયેલું આ જડ ને ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય એ નિમિત્ત છે, જેમ પાણીમાં માછલું ચાલે તો પાણી નિમિત્ત છે એમ ધર્માસ્તિ નિમિત્ત છે અને જેમ માણસ થાકેલો ઝાડ નીચે બેસે એને સ્થિરતામાં નિમિત્ત છે, એમ જડ ને ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય (તેમાં ) એક અધર્માસ્તિ નામનું દ્રવ્ય તે નિમિત્ત છે. એ અધર્માસ્તિકાય હું છું એમ અજ્ઞાની માને છે. કેમ ? કે અધર્માસ્તિકાયનો વિચાર આવ્યો, એમાં વિકલ્પ આવ્યો, એ વખતે ધર્માસ્તિનો વિકલ્પ ને અધર્માસ્તિ હું જ છું, જીદો (છું) એમ ન માનતાં એ ધર્માસ્તિ ને અધર્માસ્તિ હું જ છું એમ અજ્ઞાની માને છે, સમજાણું કાંઇ ?
એમ હું આકાશ છું. ( શ્રોતાઃ–જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા ) આ શેયજ્ઞાયક કીધુંને. ઓલું ભાવ્યભાવક છે. ઓલું ભાવ્યભાવક છે, કીધું ને આવી ગયું ને ૫૨શેય છે એનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે તેને પોતાનો માને છે એટલે શેયને પોતાનું માને એમ, ઓલું ભાવ્યભાવકનું હતું, કર્મ ભાવક છે તેનું ભાવ્ય, તે મારું છે એમ. ને આ તો ફક્ત જાણવાની ચીજ છે એ જાણવાની ચીજમાં જે વિકલ્પ ઉઠયો એની વાત છે અત્યારે. એક જાણવાની ચીજ છે બીજી, ધર્માસ્તિઅધર્માસ્તિકાય, આકાશ એનો વિચાર કરતાં વિકલ્પ ઉઠયો, એ ચીજ તો કયાં જોવા જાય, એ તો અરૂપી છે. પણ એનો વિકલ્પ ઉઠયો એ ખરેખર તો ૫૨શેય છે, એ ૫૨શેય છે તેને આશ્રયે વિકલ્પ ઉઠયો એ ૫૨શેય છે, એ વિકલ્પને પોતાનો માને તે ધર્માસ્તિ-અધર્માસ્તિ આકાશને પોતાનો માને છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૮૯ ગાથા-૯૫
બુધવાર, મહા સુદ-૧૧, તા. ૭/૨/’૭૯
સમયસાર-૯૫ ગાથા. ટીકા ફરીને “ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન” જે આત્મા અખંડ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ, એકરૂપ ૫૨માત્મ સ્વરૂપ, એના અજ્ઞાનથી એના ભાન વિના