________________
ગાથા-૯૫ શેય જ્ઞાયક ભાવને પામેલા એ છ દ્રવ્યો છે એ તો શેય, પરશેય છે અને આત્મા જ્ઞાયક છે, એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણ, આત્મા અને પર બેય એક છે એમ બેયનો આધાર હું છું એમ અનુભવન કરવાથી, આહાહા! ઝીણું બહુ ભાઈ !
હું ધર્મ છું, ધર્મ એટલે ધર્માસ્તિકાય, ભગવાને છ દ્રવ્ય જોયાં છે, એમાં એક ધર્માસ્તિકાય તત્ત્વ છે, કે જે આ જડ ને ચૈતન્ય ગતિ કરે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, જેમ માછલું ગતિ કરે તો ત્યાં પાણી નિમિત્ત છે, એમ જડ ને ચૈતન્ય ગતિ કરે ત્યાં એક ધર્માસિ નામનું દ્રવ્ય છે, ભગવાને ( જોયું છે) વસ્તુ છે જગતમાં એક, એ ચીજ શેય છે, પરશેય છે. જ્ઞાયક આત્મા છે, બેની જુદાઇને ન જાણતો, બે ના ભેદને ઢાંકી દેતો, હું ધર્માસ્તિકાય છું એટલે? કે ધર્માસ્તિકાય તો અરૂપી જગતમાં છે તત્ત્વ, પણ એનો એ વિચાર કરે છે, જ્યારે વિકલ્પ ઊઠે છે ત્યારે, એ વિકલ્પને પોતાનો માને છે, એ ધર્માસ્તિકાયને પોતાનો માને છે. આહાહાહા ! આવી વાતું છે. હું ધર્મ છું. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે હોં છે. એ ધર્માસ્તિકાય એને ભલે ન દેખાય, પણ સાંભળ્યું હોય છે ને? અને એનો વિકલ્પ કરે છે ને એ વિકલ્પમાં એકાકાર થઇ જાય છે, એ ધર્માસ્તિકાયમાં જ એકાકાર થયો છે. આહાહાહા ! કહો શશીભાઈ ! આવી વાત છે.
ભગવાન આત્મા તો નિશ્ચય શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ છે આત્મા, પરમાત્મ દ્રવ્ય હોં પોતે અને તેના છ દ્રવ્યો તે પરણેય છે. અહીં તો પછી આગળ આવશે વધારે જીવની વાત કરતાં. એ શેયનો વિચાર કરતાં, એ વિકલ્પ જે ઉઠયો છે. રાગ-રાગ અને જ્ઞાયકભાવ ભિન્ન છે એમ ન જાણતાં તે વિકલ્પ તે હું છું-એણે ધર્માસ્તિકાય હું છું એમ એણે માન્યું છે, આકરું છે આવું. સમજાણું કાંઇ? ભગવાન તો જ્ઞાયક છે. ચૈતન્ય જ્ઞાયક છે, નિજ પરમાત્મ દ્રવ્ય જ્ઞાયક છે, એ પરને વ્યવહાર તરીકે જાણે, પણ જાણવામાં એ ઉપરાંત એ એનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે છે, ધર્માસ્તિકાય દ્રવ્ય છે-એવો વિકલ્પ ઊઠે એ વિકલ્પ મારો છે, એ માનનારા પરણેયને પોતાનું માને છે. આહાહા ! આવી વાતું છે. સમજાણું કાંઇ?
હું ધર્મ છું, હું અધર્મ છું. અધર્માસ્તિકાય દ્રવ્ય છે ભગવાને જોયેલું. જડ ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય તેમાં નિમિત્ત, એવો અધર્મનો વિચાર કરતાં જે વિકલ્પ વૃત્તિ ઊઠે રાગ તે રાગને પોતાનો માને છે એ અધર્માસ્તિને પોતાનો માને છે, જોયું? દેવીલાલજી! આહા! આ શેય જ્ઞાયકભાવની વ્યાખ્યા છે, પહેલી ભાવ્યભાવકની હતી, ભાવ્યભાવક એટલે? કર્મ જડ ભાવક છે ને આત્માની પર્યાયમાં વિકારભાવ થાય તે કર્મનું ભાવકનું ભાવ્ય છે, એમ ન માનતાં એ ભાવ્ય મારી દશા છે એમ માનનારા અજ્ઞાની, કર્મથી થતો ઉપાધિભાવ તે મારો માનનારા અજ્ઞાની છે. આહાહાહા !
દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો, તત્વનો વિકલ્પ ઊઠે એ રાગ છે એ રાગ કર્મ ભાવકનું ભાવ્ય છે. ભગવાન આત્માનું એ ભાવ્ય નથી. ભગવાન તો પરમ દ્રવ્યસ્વરૂપ ભગવાન ચૈતન્ય આત્મા એ ભાવક થઇને ભાવ્ય કરે તો એ નિર્મળ વીતરાગી પર્યાયનું ભાવ્ય હોય એનું. આહાહા! એમ ન માનતાં, કર્મ જડના ભાવકથી થયેલો વિકારી (ભાવ) દયા, દાન, વ્રત, આદિના ભાવ તે હું છું એમ પદ્રવ્યના ભાવ્યને પોતાનો માને (છે). સમજાય છે કાંઇ? ભાષા તો સાદી છે, પણ વસ્તુ તો આવી. અત્યારે ગુમ થઈ ગયું બધું, આખી તત્ત્વની વાત. આહાહા !