________________
૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અમારે શું કરવું? એમ કે તમે કાંઇક કહો છોડવું એમ, ભાઈ અમે કોઇને કહેતા નથી છોડવું કે મૂકવું કાંઇક તમને છોડીને આંહીં રાખવા. અમે ક્યાંય કોઇને, અમારું કામ નથી. આ ફક્ત ઉપદેશનું આવે છે તે આપીએ બીજું કાંઈ નહિ, તમે અહીંયા રહો ને તમને રાખીએ ને તમને અહીં મદદ આપવી એ આંહીં કાંઈ ન મળે. બે વાર કહ્યું અંદર, વાત સાચી બધી પણ હવે કરવું શું અમારે? મેં કીધું ભાઈ તમારી જવાબદારીએ તમે (રહો) આંહીં કાંઇ, ઘણાં એમ કહે છે.
હમણાં સાધુ દિગંબર છે, ભવ્યસાગર અહીં આવવાનું ઘણું પાંચ દશ વરસથી ( વિચારે છે) મારગ તમે કહો છો એ સાચો છે, આ વાત હતી નહિ બસો વર્ષમાં, દિગંબરના સાધુ છે. વીસ વર્ષની દીક્ષા દિગંબર કવિ છે. શીધ્ર, નીકળ્યા છે. ગિરનારને હવે આંહીં અમારા ઉપર લખ્યું કે, એક બે શબ્દ તો લખો કે હું આવું. પણ અહીં ઇ કાંઇ છે કે કયાંય. એ ગિરનાર નીકળ્યા છે આવશે કદાચ, પણ એણે ત્યાં સુધી કહ્યું કે એક આશ્રમ બનાવો કે જેથી અમારા જેવા રહે, આંહીં કોણ બનાવે ઉપાધિ કોણ આંહીં તે કરે એને બનાવવું ને એને પાછા સાચવવા પૈસા ને કોકને કહેવું, આંહીં તે કંઇ નવરા છીએ, અહીંયા બનવાનું હોય એમ બનશે ને રહેવાનું હોય એ રહેશે. આહાહા ! નીકળ્યા છે ગીરનાર-માટે શું થાય ભાઈ ! આહાહા.. મારગ તો આ છે, પરમાત્માના ઘરની વાત છે ભાઈ ! ચાલતી પ્રથાથી તદ્ન જુદી છે તેથી કરીને બેસવું કઠણ એ આંહીં કહે છે. આહાહાહા!
અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કાર્ય છે” જોયું? અજ્ઞાની રાગ અને પુણ્ય પાપના ભાવથી પ્રભુ ભિન્ન છે એમ ન જાણતાં તે રાગનો આધાર હું છું એમ ચૈતન્યના પરિણામે, રાગે પરિણમતો અજ્ઞાની રાગનો કર્તા થઇ અને એ રાગ મારું કાર્ય છે એમ માને છે. આહાહા! એ ૯૪ થઈ.
આહા.. હા! હેય-ઉપાદેય અને ત્યાગ-ગ્રહણ-બે એક જ છે. જુઓ ! ૪૯-ગાથામાં નીચે ફૂટનોટ છે-“પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવ૫ર્યાયો વિદ્યમાન છે' એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે “વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવેક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. (-જાણવાની અપેક્ષાથી), “તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવેક્ષાથી નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય-આલંબન-વલણ-સન્મુખતા–ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. સમજાય છે કાંઈ?
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૫૪, નિયમસાર ગાથા-૫૦) |