________________
૧
૦
ગાથા-૯૪ પરિણામ કહે છે, ક્રમબદ્ધ સમયે સમયે જે થવાના એ થાય એમ માન્યું છે બધાએ ત્યાં નીકળ્યો તમારામાંથી, જુઓ. આહાહા! આ રીતે કોક કોક છે માનનારા પણ બિચારા બહાર, જુદા પડવું...
એક ગોંડલ સંઘાડામાં એક નવીનઋષિ નવીનચંદ્રજી છે ગોંડલના નવીનચંદ્રજી છે એને આ માને છે. બોટાદમાં મળ્યા'તા, હું દિશાએ જઉં ને ત્યાં પગે લાગવા આવે. એનામાં બોટાદ સંઘાડામાં અત્યારે મોટો ઇ છે, છે જુવાન, દીક્ષા તો વીસેક વર્ષની હશે. પણ એને અહીંયા આ વાત બેઠી તે હું દિશાએ જઉ ત્યાં આવે અને હું તો ગયો હોઉં દિશાએ એ તો પૂછે જોડે મહારાજને પૂછે મહારાજ કયાં છે મારે દર્શન કરવા છે. હું આવું ત્યારે મહારાજ ! આપનો ઉપકાર મને બહુ છે પણ વાડા મૂકીને જાવું નીકળવું (મુક્કલ.) એવું સાંભળ્યું છે કે એને એ સંપ્રદાય છોડી દીધો છે. એ ભળી ગયા લીંબડીમાં, આમાં ભળ્યા કારણકે એ લાઇન ફેર છે, ફેર છે. બોટાદવાળાએ માન્ય નો રાખ્યા હોય એને, એટલે એવું સાંભળ્યું તું આંહીં કયાંક છે ચોમાસું હતું. મળ્યા'તા દરરોજ મળે ત્યાં બહાર દરરોજ, ત્યારે કહે મહારાજ ઉપકાર છે તમારો મને તો, પણ હું કાંઇ કહું નહીં. આપણે કાંઈ કહેવાય નહિ એ, આપણે સાંભળી લઇએ પણ તમે છોડો કે ન છોડો તો આપણે અહીં કાંઇ નહિ.
એક દેરાવાસી સાધુ છે કચ્છમાં એને આ વાંચીને એમ થયું કે, ઓહો... મારગ તો આ છે, એને બિચારાને નામ તો કંઇક છે કચ્છમાં છે એમ કોક કોક કયાંક મધ્યસ્થ હોય ને? આગ્રહ છોડીને આ વાંચે તો એને એમ થાય કે, ઓહો... મારગ તો આ છે, આપણે સાંભળ્યો નહોતો અને ગુરુ પાસે નહોતો માટે મારગ ખોટો છે એમ નથી. પણ છોડાય નહિ, જાવું ક્યાં આહાહા! આંહીં આવે તો અમે રાખીએ નહિ. આંહીં કયાં રાખે અહીં કોણ રાખે? અહિ પાંજરાપોળ છે, કે એને ખવરાવે કોણ, રાખે કોણ, એક સ્થાનકવાસી સાધુ આવ્યો'તો જુવાન મૂકીને બધું અહીં રહેવું છે મારે, આવ્યો, કીધું ભાઈ અહીં કયાંય સ્થાન નથી. અહીં કયાંય અમારે સૌ માણસો એની જવાબદારીએ રહે છે ને એના ખર્ચે રહે છે. અમે કોઇને રાખીએ ને કયાંય તમને મકાન મળે ને આંહીં નહિ, અહીં કોઈ જવાબદારી આંહીં કોઈ છે જ નહિ આંહીં.
અમારી પાસે કાંઈ કરવાનું છે જ નહિ, અહીં ઉપદેશ સિવાય કાંઈ વાત નથી. સવારે આવ્યો ને સાંજે વયો ગયો પછી, આવ્યો'તો ને સ્થાનકવાસી સાધુ મારવાડી હતો, હેં? કરે કોણ આંહીં. ઉપાધિ કોણ કરે આંહીં. કોણ આ લોકો કરે છે અને કોઇને કીધું નથી આ મકાન કે પુસ્તક (બનાવો) કે “ફલાણું અમે કોઇને કીધું નથી. પુસ્તકો બાવીસ લાખ છપાણા મેં કીધું નથી. એક આ બેનનું પુસ્તક જે હાથમાં આવ્યું, ત્યારે મેં કીધું રામજીભાઈને, ભાઈ આ લાખ છપાવો કીધું બસ એટલું. એ લગભગ પચાસ સાંઇઠ સિત્તેર હજાર છપાઇ ગયા. પચીસ હજાર તો ત્યાં છપાવાના છે હમણાં જયંતિ ઉપર મુંબઈ.
(શ્રોતા. આવા લોકોને સાધન ન હોય ત્યારે કયાં જાય) પણ કયાં જાય અને એ માથે લઇએ કોઇનું? આંઠી આંહીં સાધુ આવી ગયા'તા એક શ્વેતાંબર રામવિજયની વિરુદ્ધના ચોમાસુ રહી ગયા'તા હૈ? શું નામ, કુમુદવિજય બે કાણાં ચોમાસું રહી ગયા. તો આંહી સાંભળવા આવે સવારે ખાનગી અંદર કહ્યું એમણે મને મહારાજ મારગ તો સાચો છે આ