________________
ગાથા-૯૪
૧૫ કહેવાય ઓલું, મોતીઓ આવે છે, મારી આંખમાં મોતીઓ આવે છે મારી આંખ લાલચોળ થઈ ગઈ છે, આ ક્રોધ આવે ને? જરી ક્રોધ આવે ઓલો, પણ એ તો જડ છે. એ લાલચોળ થઇ છે એ જડ થઇ છે. તેં કરી નથી. પણ એ આંખ તે હું છું, એ આંખ વિનાનો ભગવાન છે અંદર ચૈતન્યસ્વરૂપ, એની હૈયાતીની મોજુદગીની હૈયાતીની ખબર નથી, તેથી તે આંખ તે હું છું એમ માને છે ઈ. આંખનો આધાર હું છું તેથી આંખ છે, એમ આંખને પોતાની માને છે.
“ઘાણ” નાક, નાક આ, નાક તે હું છું. કેમ કે નાક દ્વારા હું સુગંધ લઈ શકું છું, નાક દ્વારા દુર્ગધ લઈ શકું છું, માટે એ ચીજ મારી છે, પણ ભગવાન અંદર જાણનારો પોતે ભિન્ન છે એની એને ખબરું નહિ મિથ્યાદર્શનમાં. આહાહા! એને લઇને એમ કહે છે કે હું તો મારું નાક બહુ તેજવાળું છે, બહુ સુગંધ છેટેથી હોય તો ય હું જાણી શકું, સુગંધ લઈ શકું છું એમ નાકને પોતાનું માને આ તો જડ માટી ધૂળ છે. ભગવાન તો અંદર ભિન્ન છે. આવી વાતું છે.
રસન” આ જીભ-જીભ, જીભ વડે હું, ખાંડ, ગોળ એ ચાખું છું, માટે એ જીભ એ મારી છે, મારી જીભ બહુ તેજવાળી છે, એકદમ સ્વાદને જાણી શકે છે. આહાહા ! ખાટું ખારું શું છે એને એકદમ ખ્યાલમાં લઇ શકે છે, એ જીભનો સ્વાદ એ જીભ મારી છે. આહાહાહા ! આવું સાંભળવાનું (એ) રસન.
સ્પર્શ” આ સ્પર્શ, સ્પર્શ ઇન્દ્રિય આ સ્પર્શવડે કરીને હું વિષય લઇ શકું છું આ સ્પર્શ એ મારી ચીજ છે, એ વડે હું સ્પર્શનું ઇન્દ્રિયનું વિષયભોગ લઈ શકું છું. પણ એ સ્પર્શ ઇન્દ્રિય જડ છે, ભગવાન એનાથી ચૈતન્યજ્યોત સ્વપરપ્રકાશક ન્યારો છે, એની જેને ખબરું નથી, એ સ્પર્શને લઇને હું આ ઠંડું, ઉનું જાણી શકું છું, આ બરફ ઠંડો, અગ્નિ ગરમ, શરીર સુવાળું, આનું કર્કશ, એ બધું આને લઇને જાણું છું માટે સ્પર્શ હું છું, એમ માનનારા સ્પર્શને પોતાનું માને છે. અને આ સ્પર્શ ઇન્દ્રિય જેમ આમ હાલે આમ થાય, તો એ મારે લઇને થાય છે, એનો આધાર હું છું. આહાહાહા ! આ હોઠ હુલે આદિ, ઇન્દ્રિયું આદિ છે એ કઠણ થાય, એ બધું મેં કર્યું છે એને કઠણ, આહાહા... એ કઠણ ઇન્દ્રિય થાય એ તો જડની પર્યાયથી જડ થાય છે. એને મારાથી આ થાય છે એમ માનનાર એ સ્પર્શને પોતાનું માને છે. - ઝીણાં કોયડા આ ભાઈ ! ભગવાનના જિનેશ્વરદેવ કેવળી પરમાત્મા, એની વાતું બહુ ઝીણી ભાઈ. આહાહા ! એ સ્પર્શના સોળ સૂત્રો કહેવા, સોળ થયા ને? વ્યાખ્યાનરૂપ કરવા, એને આ રીતે સ્પષ્ટ કરવું અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા, સોળ તો કીધાં પણ કોઇપણ ગુણગુણીનો ભેદનો વિકલ્પ ઊઠે રાગ, એ પણ હું છું એમ માનનારો મિથ્યાષ્ટિ અજ્ઞાની માને છે. આહાહા ! વિગેરે ! વિગેરે ! આવું છે. અરે! ભેદ પાડવાનાં ટાણાં મળ્યાં પ્રભુ! એમાં તું એકપણાને માનીને બેસીને કયાં જઇશ ભાઈ ! આવું મનુષ્યપણું ભગવાનની વાણી, ત્રણ લોકનાનાથનો દિવ્યધ્વનિ કાને પડે તને પ્રભુ. આહાહાહા ! એ સમયે તું ભેદ નહિ કર, રાગ ને શરીર ને ઇન્દ્રિયોથી પ્રભુ કે દિ' તું માનીશ ત્યારે આહા.. આવા ટાણે, ઓહોહો. આચાર્યોએ, દિગંબર સંતોએ કામ કર્યા છે, એ વાણી પણ મેં કરી નથી, એમ કહે છે. ટીકાના શબ્દો જડથી થયા છે. આ આવે છે ને છેલ્લો, છેલ્લો શ્લોક આવે છે. આહાહા ! એ ટીકા થઇ.
ભાવાર્થ-“અજ્ઞાનરૂપ એટલે? મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર