________________
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઓલું કેવું સહેલું હતું ૨ખડવાનું, દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો તપ, કાંઈ સમજવું એ દુકાનથી આવે નવરો એટલે સહેલું સટ હતું રખડવાનું. ( શ્રોતાઃ- આપે એકલાએ જુદું પાડયું ) હૈં ? છે કે નહિ પણ એમાં ? મનના પરમાણુંઓ છે એનાથી ભગવાન અંદર ભિન્ન છે.
ચૈતન્ય જ્યોત, મહા ચૈતન્ય હિરલો, એવા હીરાની જેને મનથી કિંમત જુદી નથી તે એમ માને છે કે હું તો મન છું. આહાહા ! એમ હું ‘વાણી' છું, વચન આ ભાષા હું છું, કારણકે ભાષાથી ભિન્ન જાણનારો ાદો છે, તેની ખબરું નથી એથી ક્યાંક પોતાનું હોવાપણું તો માનવું પડશે, હૈયાતિવાળી ચીજ પ્રભુ આનંદ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ આત્મા “સિદ્ધ સમાન સદા પદમેરો” એ સિદ્ધ સ્વરૂપી પ્રભુ અંદર છે, એની હૈયાતી–મોજુદગીની ખબર નથી તેથી તેની મોજુદગી ક્યાંક માનશે, તો વાણી હું કરું છું, વાણી મારી છે, મારી વાણી મીઠી બહુ. આહાહા ! પ્રભુ એ વાણી તો જડ છે ને પ્રભુ ! એ જડ તો જડથી ઉત્પન્ન થયેલી છે. ત્યારે આ કહે છે કે વાણી મારાથી ઉત્પન્ન થયેલી છે. વાણીનો હું આધાર છું, આમાંથી કેમ વાણી નીકળતી નથી, આમાંથી કાગળમાંથી, ઘડીયાળમાંથી કેમ વાણી નથી નીકળતી ? આમાંથી કેમ નથી નીકળતી ? વાણી મારા આધારે નીકળે છે. આમ અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ અનાદિથી વાણીનો આધા૨ હું ને વાણી હું એમ માને છે. આહાહા !
‘કાયા’ આ કાયા, આ કાયા, શરીર તે હું છું એ શરીર મારું છે, કેમ કે શ૨ી૨થી ભિન્ન અશરીરી પ્રભુ એની એને ખબરું નથી, એનું એને જ્ઞાન નથી, એની તૈયાતિ કેવી છે તેની ખબરું નથી તેથી તે કાયા મારી છે, એમ અજ્ઞાની શરીરને પોતાનું માને છે. આહા ! અને એ શરીરનો આધાર હું છું જુઓ આ તો જુઓ આ ગળું આમ છે આત્મા નીકળી જાય; ગળું આમ થઈ જાય. માટે એનો આધાર હું છું એમ અજ્ઞાની માને છે. ખરેખર ત્યાં ગળું ગળાને આધારે આંહીં છે, આત્માના આધારે નથી. ( શ્રોતાઃ- યોગીન્દુદેવે તન મંદિરમાં દેવ કહ્યો છે ને ? ) દેવ છે, આંહીં છે ભિન્ન જુદો, તનથી જુદો પણ મંદિર નહિ, જુદો. આહાહા ! તન મંદિરમાં ભિન્ન, આ તો તન, તન તે હું, હું શ૨ી૨ને હલાવી શકું, શ૨ી૨થી કામ લઇ શકું, સગવડતાથી કામ લઉં, કોઇ ચીજને ઝાલવી હોય તો હું આમ ઝાલી શકું, આ છોડવી હોય તો આમ છોડી દઉં, એ શ૨ી૨ની ક્રિયા મારી છે, એમ અજ્ઞાની માને છે. આહાહાહા !
''
આ તો અધિકાર આવે ત્યારે વર્ણન થાય ને ? કાયા હું છું ‘શ્રોત્ર’ કાન, કાન. કાન હું છું, કેમ કે કાન છે તો મને જણાય છે, શબ્દો જણાય છે. કાન છે તો શબ્દો જણાય છે, માટે કાન હું છું. આહાહા ! આવું છે. આ તો જડ છે, કાન તો માટી જડ છે. તેનાથી જણાતું નથી “જાણના૨ જાણના૨થી જાણે છે” પણ એને એવું થઇ ગયું કે આ ઇન્દ્રિયથી હું જાણું છું, આ જડ નથી એમ કહે એ તો મારી ઇન્દ્રિય છે. આહાહાહા ! ‘શ્રોત્ર’.
‘ચક્ષુ’ આ આંખુ (આંખ્યુ ) આ ડોળા ને આ હું છું, કારણકે એના વિના હું જાણી શકું ? તેનાથી હું જાણું છું, માટે એ મારી ચીજ છે એમ અજ્ઞાની માને છે. આ તો માટી છે, આ ડોળાડોળા આ તો પુદ્ગલ માટી જડ છે. “જાણનારો તો અંદર જુદો છે, એ આનાથી જાણતો નથી, જાણનારો જ્ઞાનથી જાણે છે” પણ એની એને ખબર નથી, તેથી આ ચક્ષુ તે હું છું, મારી આંખ બહુ તેજવાળી છે, મારી આંખ ઝાંખી પડી ગઇ છે, એમ કહે છે. આહાહા ! મારી આંખમાં શું