________________
૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ થકો, આવું છે હવે એ વાંચવું કઠણ પડે. આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ આ આત્મા તે વિકાર જે છે પુણ્ય પાપનો ભાવ એવા ચૈતન્યપરિણામ પોતાના ભાવનો કર્તા થાય છે. અજ્ઞાની તે વિકાર પરિણામનો કર્તા થાય છે. કહો ચીમનભાઈ કહો સમજાય છે ને આમાં? હવે આવો ઉપદેશ હવે આવી કઈ જાતની આ વાત? બાપુ એ ભગવાનના ઘરની વાતું આવી છે. આહા !
ભગવાન આત્મા તો ચૈતન્યબિંબ, જિનબિંબ વીતરાગ મૂર્તિ પ્રભુ છે, અત્યારે હોં, એનો જેને રાગથી એ વીતરાગભાવ જાદો છે, એવું જેને જ્ઞાન નથી, એ અજ્ઞાની એ રાગના પરિણામને વિતરાગ સ્વભાવ છે, એના ઉપર દૃષ્ટિ નથી. -વીતરાગપણું છે મારું તે એને ખબર નથી, તેથી તે વીતરાગ સ્વભાવથી વિરુદ્ધ રાગ એ મારા પરિણામ છે ચૈતન્યના, એમ કરીને ચૈતન્ય પરિણામનો એટલે વિકારનો કર્તા થાય છે. સમજાણું કાંઇ? આહાહા ! આવી વાતું.
એ સવિકાર ચૈતન્યપરિણામરૂપ, પાછા એણે માન્યું છે ને કે આ વિકાર પરિણામ મારા છે. તેથી વિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે, એ વિકારી પરિણામ મારા છે એ ચૈતન્યનું પરિણમન છે, એમ માનીને તે ભાવનો, વિકારનો કર્તા થાય છે. ઝીણી બહુ વાત ગાથા ભાઈ, હીરાલાલજી! આવી વાત છે. અરેરે ! કયાં દુનિયા!
એવી જ રીતે ક્રોધ' પદ પલટાવીને “માન હું છું હું માન હું માનું છું, હું માની છું, પ્રભુ આત્મા તો માનથી ભિન્ન છે, એની જેને ખબર નથી, તેને કર્મના ભાવકનું ભાવ્ય જે પોતાની પરિણતિ, તેમાં એ “હું માનું છું” એમ એ માને છે. હું ક્રોધ છું એમ માન્યું, એમ હું માનું છું એમ માન્યું, અજ્ઞાનભાવે મિથ્યાષ્ટિ(એ). હું પૈસાવાળો છું એમ એ કે દિ' માનશે? ઈ આવશે, આગળ હમણાં સોળ બોલ આવે છે ને? હું માનું છું, હું માયા છું, કપટ, કેમ કે વસ્તુ જે છે, એ વિકારી પરિણામથી ભિન્ન ભગવાન છે, એની એને ખબર નથી અજ્ઞાનીને મિથ્યાદેષ્ટિને, તેથી તે માયાના પરિણામ ચૈતન્યના પરિણામ છે, તેથી હું માયા છું, એમ એ માને છે. શશીભાઈ ! આવું છે. ભાષા તો સાદી પણ ભાવ તો ભાઈ જે છે ઈ છે. આહાહાહા ! “લોભ” છું, લોભ થાય ને? ચૈતન્યના પરિણામમાં ભાવક કર્મ છે તેનું એ ભાવ્ય છે, છતાંય ચૈતન્યની ખબર નથી એટલે એ પરિણામ મારા છે, એમ માનીને લોભ હું છું એમ માને છે. આહાહાહા !નિર્લોભ આનંદકંદ પ્રભુ હું છું એની એને ખબર નથી. આહાહા!
ક્રોધથી રહિત આનંદકંદ ક્ષમા સ્વરૂપનો પિંડ પ્રભુ છે, એની ખબર નથી, તેથી તે ક્રોધનાં પરિણામપણે પરિણમતો ક્રોધ હું છું, એમ માનથી ભિન્ન ભગવાન નિર્માન આનંદકંદ છે, તેની ખબરું નથી, તેથી તેના વિરુદ્ધનું માન જે ખરેખર તો કર્મનું ભાવકનું ભાગ્ય છે પણ એ ચૈતન્યના પરિણામ છે એમ માની ને હું માનું છું, એમ માને છે. આહાહાહા ! કહો મંગળભાઈ ! આવું ઝીણું છે.-એમ “લોભ', એમ “મોહ” આંહીં ભાઈ, આ મોહ છે એ મિથ્યાત્વ, આવ્યો છે અહીં તો. જ્ઞાનીને જે મોટુ આવે છે એ ચારિત્રમોહ છે, આ મિથ્યાત્વ છે, શું કહેવાય છે? જે કાંઇ રાગાદિ થયો એ મારા છે એવો જે મિથ્યાત્વભાવ જે ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધભાવ, એ મોહ મિથ્યાત્વ તે હું છું એમ એ માને છે, એ ચૈતન્યના પરિણામમાં મિથ્યા શ્રદ્ધા મોહ, તે હું છું. (એમ માને છે). સમજાણું કાંઇ? આવું, આવો મારગ હવે હું મોહ છું, હું રાગ છું, દયા દાનનો