________________
૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામે પરિણમતો થકો, આહાહાહા !!વિકારી પરિણામને ચૈતન્યનાં છે એમ માનીને પરિણમતો થકો, આહાહાહા ! શું ટીકા ગજબ છે. એક ગાથામાં ચૌદ પૂર્વ ને બાર અંગનો સાર ભરી ધે છે. એ સંતોની શૈલી તો જુઓ, સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. સમજાણું ? ચૈતન્ય પરિણામે પરિણમતો એટલે કે વિકાર મારા છે એમ પરિણમતો એમ, “એ ચૈતન્ય પરિણામે પરિણમતો આ આત્મા તે સવિકારી ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે” વિશેષ કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૮૮ ગાથા-૯૪ મંગળવાર, મહા સુદ-૧૦, તા.૬/૨/૦૯
“ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ” આત્માનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે, તેના ભાન વિના અજ્ઞાનરૂપ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ મિથ્યાશ્રદ્ધા, રાગ એ મારો રાગ છે, પુણ્ય છે એ ધર્મ છે એવી જે મિથ્યાશ્રદ્ધા, સ્વરૂપના અજ્ઞાનને લઇને, એ મિથ્યાશ્રદ્ધાને કરે છે, મિથ્યાજ્ઞાન અને અવિરતિ, એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે ચૈતન્યના પરિણામ પણ સવિકાર છે. વિપરિત સ્વભાવથી વિરુદ્ધ એવા સવિકાર પરિણામ “તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી” પોતે આનંદ, આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે અને આ રાગાદિ વિકાર દુઃખરૂપ છે. બેનું એકરૂપ માનવાથી અવિશેષ એટલે બેનું સામાન્ય માનવાથી, આહાહા ! ઝીણું બહુ. અવિશેષ દર્શનથી, આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ અને આ રાગ અને પુણ્ય-પાપના ભાવ-તે વિકાર પરિણામ એ બેની ભિન્નતાને ન જાણતો એનું સામાન્યરૂપ બેય તે એક છે, એમ સામાન્યપણે દેખતો, સામાન્યપણે જ્ઞાનથી જાણતો અને સામાન્યપણે રતિથી એ રાગમાં લીનતા કરતો સ્વભાવનું અજ્ઞાન છે તેથી રાગમાં લીનતા કરતો “સમસ્ત ભેદને છુપાવીને” ચૈતન્ય ભગવાન આનંદ ને જ્ઞાનમૂર્તિ અને રાગાદિ વિકાર બેયને ભેદ છે એને છુપાવીને બેય જુદા છે તેને ઢાંકી દઇને. આહાહાહા!
“ભાવ્ય ભાવકને પામેલા' એટલે કે કર્મ છે જડ તે ભાવક છે, ભાવનો કરનાર અને વિકારી પરિણામ એ ભાવકનું ભાવ્ય છે, ઝીણું છે બહુ ભાઈ ! કર્મ એ ભાવક છે, ભાવનો કરનાર એનું ભાવ્ય પુણ્ય-પાપના ભાવ તે તેનું ભાવકનું ભાવ્ય છે. આહાહા!“એ ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અચેતનનું ચેતન જ્ઞાનસ્વરૂપ અને રાગદ્વેષઆદિ પુણ્યપાપ એ અચેતન સ્વરૂપ “બ” નું સામાન્ય અધિકરણ “બે” નો આધાર તે હું છું. આહાહા ! એ પુણ્ય ને પાપનાં ભાવ તેનો હું આધાર છું, મારાથી થયા છે, એમ અજ્ઞાનીને વિકાર ને અવિકારી ભગવાન ભેદજ્ઞાનના અભાવથી “બે” નો આધાર હું છું. એમ માનીને, આહાહા ! ઝીણી વાત આવી છે. અધિકરણથી જાણે છે. જાણે કે તેમનો એક આધાર હોય, એ વિકારનો હું જ આધાર હોઊં એમ અજ્ઞાની માને છે. આહાહા!
એ દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાનો ભાવ થાય તે વિકાર છે. અને ભગવાન આત્મા તો અવિકારી ચૈતન્ય શુદ્ધ છે, બેની ભિન્નતાને ન જાણતો. એ રાગ ને વિકારનો આધાર હું છું. છે? જાણે કે તેમનો એક આધાર હું છું. હું જ એ વિકારનો આધાર છું. એમ અજ્ઞાની અનાદિથી