________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવને પોતાના માન્યા છે, એણે પોતાના જીવનને મારી નાખ્યું, અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિ ને અનંત પ્રભુતા, એથી ભરેલો ભગવાન આત્મા, એને રાગનું કાર્ય આધાર હું છું, એમ માનનાર એવા જીવતરની શક્તિને એણે હણી નાખી. આહાહાહા ! આ કઈ જાતનું? બાપુ! બધી ખબર છે ભાઈ, દુનિયાની-આહા! વીતરાગ મારગ કોઈ અલૌકિક છે, અને એ વીતરાગ સિવાય કયાંય કોઈ અન્યમતમાં, આ વાત છે જ નહિ કયાંય. આહાહાહા! અત્યારે તો સંપ્રદાયમાં એ વાત રહી નથી, તો અન્યમાં તો કયાં હોય? આહાહાહા ! બહુ ગાથા ઊંચી. આહા !
કહે છે કે ચેતન ને અચેતનનું આ, ખરેખર તો રાગાદિ અચેતન છે. એ જાણે ચેતન એનો આધાર હોય ? આહાહા ! સમજાય છે કાંઈ? આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપ એના વીતરાગી પરિણામ થાય તેનો આધાર ભગવાન આત્મા! પણ એને એમ ન માનતાં, એ રાગના પરિણામનો ખરેખર આધાર તો અચેતન છે, એ રાગના પરિણામનો હું આધાર છું એમ માનીને, રાગનું અભિમાન કરે છે, એ સ્વભાવ પ્રત્યે ક્રોધ કરે છે. આહા! દયાના પરિણામ છે એ રાગ છે, એ કર્મ ભાવકનું ભાવ્ય છે, ભગવાન આત્મામાં એ ભાવ્ય નહિ, છતાં અજ્ઞાનપણે એ ભાવકનું ભાવ્ય તે હું છું, એટલે કે વિકારી પરિણામ તે હું છું, એટલે કે સ્વભાવ પ્રત્યેનો વિરોધ કરીને, ક્રોધ તે હું છું. રાગને ક્રોધ ગયો અહીંયા, આહાહાહા... ભાષા તો પ્રભુ સાદી છે, ભાવ તો બહુ ગંભીર છે. આહાહા! અરેરે વીતરાગ મારગમાં જન્મીને, જૈનમાં જન્મીને જૈનનું શું સ્વરૂપ છે, એની ખબરું ન મળે. આહા! કહો રસિકભાઈ, આવી વાતું છે.
આત્મા તો વીતરાગ સ્વભાવનો પિંડ છે, જિન કહો કે–વીતરાગપિંડ કહો, એમાં રાગનો હું આધાર છું એ વીતરાગ સ્વભાવના અજ્ઞાનને લઈને. આહાહા! જિન સ્વરૂપી પ્રભુ અનંત અનંત વીતરાગી શક્તિનો પિંડ પ્રભુ છે, અંતરમાં જ્ઞાનેય વીતરાગી, દર્શન વીતરાગી, શાંતિ વીતરાગી, સ્વચ્છતા વીતરાગી અનંત શક્તિઓ જે ગુણ છે એ બધા વીતરાગી સ્વભાવે છે એ બધાં, આહા! એવા ભગવાનના સ્વભાવને ન જાણતો, એના અજ્ઞાનને લઈ, એનો અનાદર કરી અને કર્મના નિમિત્તે ભાવકથી થતો વિકારી ભાવ રાગ, એ ભાવ્યનો આધાર હું છું, એમ માનીને સ્વભાવ પ્રત્યે વિરોધ ને ક્રોધ કરે છે. આહાહા.. સમજાણું? છે? આહાહા ! એનો અનુભવ કરવાથી રાગ છે તે હું છું અને રાગનો આધાર તે હું છું, એમ રાગનો અનુભવ કરવાથી, હું ક્રોધ છું, આહાહાહા.. ક્રોધ ને માન તે દ્રષનાં બે ભાગ છે, અને રાગના બે ભાગ માયા ને લોભ છે, શું કહ્યું? વૈષ છે એના બે ભાગ, ક્રોધ અને માન, રાગના બે ભાગ માયા ને લોભ. આહીં કહે છે કે ક્રોધ દ્વેષનો ભાગ છે, એટલે આત્મા જે શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે, તેના અજ્ઞાનને લઈને તેને દૈષનો ભાવ ઉત્પન્ન થયો છે આત્મા પ્રત્યે. આહાહાહા !
આનંદઘનજીમાં એ કહ્યું છે ને? “ઢષ અરોચક ભાવ” શુદ્ધ ચૈતન્યઘન ભગવાન પૂર્ણાનંદથી ભરેલો, પૂર્ણજ્ઞાનથી ભરેલો, પૂર્ણ વિતરાગથી ભરેલો, પૂર્ણ સ્વચ્છતાથી, પ્રભુતાથી ભરેલો ભગવાન એની અરુચી એ વૈષ છે, વાતું બહુ ફેર હોં! બાબુભાઈ? છે ભાઈ મારગ તો આ છે બાપા, આહાહા! શું એની શૈલી? શું સંતોની કથનીની સરળતાની વીતરાગતાથી વિરુદ્ધ ભાવ એને કઈ રીતે વર્ણવ્યો, ચીતર્યો. આહાહા !