________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ્ય જે પુણ્ય ને પાપનો ભાવ, એવા ભાવ્યભાવક, છે? ભાવ્ય નામ વિકારી પરિણામ, ભાવક તે કર્મ પુગલ એવો જે ભાવ, એને પામેલા ચેતન, અચેતનનું સામાન્ય અધિકરણ. આહાહાહા ! એ પુણ્ય પાપનો આધાર જ હું છું. ચેતન ને અચેતનનું સામાન્ય આધાર ભગવાન આનંદનો આધાર, એમ ભેગો રાગ ને પુણ્યનો પણ આધાર. આહાહા! ભારે આવી વાત. ચેતન અચેતનનું એકરૂપ આધાર, જાણે કે તેમનો એક આધાર હોય, એ વિકારી પરિણામનો આધાર હું, અને કર્મ બે થઈને એનો આધાર હોય, અથવા એ વિકારી પરિણામનો હું જ આધાર છું, એમ માનીને અજ્ઞાની, આહાહા! છે?
ચેતન, અચેતનનું એક અધિકરણ, સામાન્ય એટલે આધાર, “એમનો એક આધાર હોય એ રીતે અનુભવન કરવાથી”. આહાહાહા ! ભાવક જે કર્મ છે પુદ્ગલ તેનું ભાવ્ય એ મારા છે એમ અનુભવ કરવાથી, છે ખરેખર તો ભાવક કર્મ તેનું એ વિકારી ભાવક ભાવ્ય પણ એનો આધાર હું છું એમ માનીને, અજ્ઞાની સામાન્ય, એનો આધાર અને અનુભવ કરવાથી, હું ક્રોધ છું, એટલે? કે જે ભગવાન આત્મા શાંત ને અવિકારી સ્વરૂપ છે, તેનાં અજ્ઞાનને લીધે, કર્મના ભાવકથી થયેલો વિકાર ક્રોધ તે હું છું, એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ તે હું છું, એમ અજ્ઞાની ક્રોધ હું છું એમ માને છે, એ અજ્ઞાનીનું કર્મ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આહાહા! આકરું કામ છે. આહાહા !
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એ વીતરાગ ભાવથી વાત કરે છે, પ્રભુ તારું સ્વરૂપ વીતરાગ, દ્રવ્ય વીતરાગ, ગુણ વીતરાગ, અને તેની પર્યાય થાય તે વીતરાગ, એ એનું કાર્ય છે. આહાહાહા ! એમ ન જાણતાં ચૈતન્યના વિકારી પરિણામનો પણ આધાર હું, એમ માનીને, એ વિકારનાં પરિણામ સ્વરૂપથી વિરુદ્ધ છે, તેને અહીંયા ક્રોધ કીધો છે. આહાહાહા ! એને સ્વભાવ પ્રત્યે અણગમો થયો છે, અને રાગ પ્રત્યે પ્રેમ થયો છે, તેથી તેને ક્રોધી કહેવામાં આવે છે.
અરે ભગવાન, આહાહા ! વીતરાગ સર્વજ્ઞદેવ, એના વિરહ પડ્યા પણ વાણી રહી ગઈ, સમય પ્રાભૂત કહે છે ને આને, સમયનું ભેટશું રહી ગયું. આહાહા!
છેલ્લી ગાથા છે ને ભાઈ, સમયસાર ભેટ આપ્યું. આ આત્મામાં ભાઈ જો આ તું છો ને ભાઈ, પ્રભુ તું તો વીતરાગી મૂર્તિ છો ને નાથ ! હું વીતરાગ થયો તે કયાંથી થયો? એ વીતરાગ સ્વરૂપ જ છે પ્રભુ. એમાંથી વીતરાગતા સર્વજ્ઞતા પરમાત્માને થઈ, તો તું વીતરાગી સ્વરૂપ છો ને પ્રભુ. એ વીતરાગી સ્વરૂપના પરિણામ તો વીતરાગી હોય. એ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. સાચાં, એ તો વીતરાગી પરિણામ છે. આહાહા ! પણ એના ભાન વિના, જિન સ્વરૂપી ભગવાન આત્મા, તેના અજ્ઞાનને લીધે, કર્મના ભાવકથી થયેલો વિકારી ભાવ, પુણ્યપાપ તે ભાવ્યનો આધાર તે હું છું, એમ માનીને અજ્ઞાની, ક્રોધ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ, તે હું છું, એમ એ અજ્ઞાની માને છે. અરેરે. આવી વાતું. સમજાય છે?
પ્રભુ આત્મા તો શાંત વીતરાગી મૂર્તિ પ્રભુ છે. આત્મા સદાય જિનસ્વરૂપ જ છે અનાદિ, સ્વભાવ હોં. તે સ્વભાવનું કાર્ય છે, એ તો વીતરાગી પરિણામ આવે, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ દ્રવ્યના આશ્રયે કહો, પણ એ વીતરાગી પરિણામ આવે. એ વીતરાગી પરિણામ તે જ્ઞાનીનું કાર્ય ને જ્ઞાની એનો કર્તા. એ ભૂલીને, અજ્ઞાની વીતરાગી મૂર્તિ