________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
૪
આવા ધર્મીને, રાગ ને પુણ્યના પરિણામનું કર્તૃત્વ એને હોતું નથી.
ત્યારે શિષ્ય પૂછે છે, કે જ્ઞાનના ભાનથી તો રાગનું કર્તવ્ય ઉભું ન થાય, તો અજ્ઞાનથી કેવી રીતે એ રાગ ઉત્પન્ન થાય છે ? સમજાણું કાંઈ ? આ કઈ જાતનો ઉપદેશ આ, ઓલું તો વ્રત કરો ને, અપવાસ કરો ને, ભક્તિ કરો, પૂજા કરો, વર્ષીતપ કરે છે બિચારા બાઈયું બધે, લાખોપતિની દિકરાની વહુઓ પાંચ દશ દશ કરોડપતિની વર્ષીતપ કરે, તો કહે છે કે એ તો રાગ મંદ હોય કદાચિત્ તો એ પુદ્ગલનું કાર્ય છે, તારું નહિ લે ! પુરુષમાં થોડા કરે, બાઈયુંમાં બહુ કરે. આહાહા ! પ્રભુ તો એ તો આપે કહ્યું કે એ બધી વૃતિઓ જે ઉઠે છે રાગની, એનાથી ધર્મી જીવ તો ભિન્ન પોતાના પરિણામને કરે છે, એ રાગના પરિણામને એ કરે નહિ. આહાહાહા ! ભગવાનની ખાણમાં એ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી, એથી જેને આત્મજ્ઞાન ને આત્મધર્મ થયો, એ તો રાગનો કર્તા ને રાગ કાર્ય એમ થતું નથી. સમજાણું કાંઈ ? આહાહાહા !
તો હવે પૂછે છે, કે આ અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ, વિકારની કઈ રીતે છે ? આહા ! એ અજ્ઞાનથી એ રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ રાગ, એ અજ્ઞાનથી રાગનું કરવું, કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર છે. આહાહાહા ! આ તો ભગવાન વીતરાગનો મારગ બાપા. આહાહા ! અરેરે વીંખી નાખ્યો લોકોએ, અને પોતે જે ધર્મી છીએ એમ માનીને બેઠા. આહાહા ! ગાથા ૯૪.
तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं।
कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स ।। ९४ ।। ‘હું ક્રોધ ’ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે.
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. પાછો જીવ, માને છે ને એટલે–આહાહા !
ટીકાઃ- ૯૪ની ટીકા, ‘ખરેખર’ છે ને ટીકા, “ખરેખર તો એવું છે કે, આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું” ભગવાન આત્માના અજ્ઞાન ને મિથ્યા (દર્શન) ને અવિરતપણું, એક અજ્ઞાનના ત્રણ પ્રકાર. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એનું જેને જ્ઞાન નથી, તેનાં અજ્ઞાનમાં, એના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ત્રણ ભાવ, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને અવિરતિ પરિણામ. છે ? ખરેખર આ સામાન્યપણે, સંક્ષિપ્તમાં કહીએ તો અજ્ઞાનરૂપ એવું જે એ અજ્ઞાનરૂપ એવું મિથ્યાશ્રદ્ધા, આહાહાહા ! એ રાગ છે એ મારો છે, એ મિથ્યારૂપ શ્રદ્ધા અજ્ઞાનરૂપ છે, એ અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. આહાહા !
સ્વરૂપ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનનો સાગર નાથ (નિજાત્મા ) એના અજ્ઞાનને લીધે, આહાહા... એના સ્વરૂપના ભાન વિના, અજ્ઞાનરૂપ એવું, અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન, મિથ્યાશ્રદ્ધા, એ રાગ તે ધર્મ છે, અને રાગ તે મા૨ો છે, એવું અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન. આહાહા ! આ તો વીતરાગ મારગ છે ભાઈ, વીતરાગ માર્ગમાં રાગ છે એ આત્માનો નહિ, આહા ! એ અજ્ઞાનરૂપ એવી મિથ્યાશ્રદ્ધા, રાગ મારો છે ને રાગ મારું કર્તવ્ય છે, એવી અજ્ઞાનરૂપ મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાનરૂપ અજ્ઞાન, અને રાગને જાણવા જ રોકાઈ ગયો પોતાનું સ્વરૂપ ભિન્ન છે તેને ન જાણતાં, અજ્ઞાનરૂપી અજ્ઞાન, રાગ તે એને જાણવા રોકાણો,