________________
ગાથા-૯૪
કરે એ મારું સ્વરૂપ નથી. આહાહા !
હવે આવી વાત આવે તો વિરોધ કરે કે નહિ ? બેસે નહિ તો શું થાય ? વીતરાગ ૫રમાત્મા જિનેશ્વરદેવ વીતરાગી હતા, અને એમણે કહેલો ધર્મ વીતરાગ પરિણામ છે, એમનો કહેલો ધર્મ વીતરાગ પરિણામ છે, રાગ પરિણામ એ વીતરાગ ધર્મ નથી. આહાહા!
તો કહે છે કે, જેને શુભ-અશુભ રાગથી, જેમ ઠંડી-ગરમ અવસ્થા પુદ્ગલની, તેમ પુણ્ય, પાપ ને વ્રત તપનો ભક્તિ આદિનો ભાવ એ પુદ્ગલનો છે, મારો નહિ, મારો હોય તો જુદો પડે નહિ. આહાહા ! એમ ધર્મીને પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવી પ્રભુને રાગના વિકલ્પથી દો જાણતો, જ્ઞાતાદેષ્ટાના પરિણામને કરતો વીતરાગી પરિણતિને કરતો. આહાહાહા... તે રાગનો કર્તા થતો નથી. આવું છે. હીરાભાઈ ! આહા !
શરીરની ક્રિયા તો જડની છે આ, આહા ! કહેશે, એમ લેશે આગળ, હજી તો અહીંયા રાગ ને દ્વેષ, પૂજા ને ભક્તિ, વ્રત ને તપ એને આ કરું એવો વિકલ્પ ઊઠે છે ને, એ રાગ છે અને ખરેખર તે કર્મનું કાર્ય છે. ભગવાન (આત્મ ) દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એની ખાણમાં કોઈ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. આહાહાહા !
અતીન્દ્રિય આનંદનો સાગર નાથ, એના અતીન્દ્રિય આનંદમાં કોઈ એવો ગુણ નથી કે દુઃખને ઉત્પન્ન કરે. આહાહા ! રાગ છે એ તો દુઃખ છે, ચાઢે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો હો, પણ રાગ દુ:ખ છે. તો દુઃખ છે એ આત્મા આનંદસ્વરૂપ છે એનું એ કાર્ય કેમ હોય ? આહાહાહા... એ દુઃખ છે એ આનંદનું કાર્ય નહિ. ભગવાન આત્મા તો અતીન્દ્રિય શાંતિ ને આનંદનો સાગર છે ને પ્રભુ ! તેના પરિણામ તો આનંદ ને શાંતિના પરિણામ થાય, તે ભગવાન આત્માના પરિણામ કહેવાય, પણ આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજાનો વિકલ્પ છે એ તો રાગ છે. એ રાગ એના પરિણામ નથી. આહાહાહા ! રાગ થાય તેનો તે જાણનાર દેખના૨ એનો છે એ, પણ રાગરૂપે થના૨ ( નથી ) ધર્મી સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો. આહાહાહાહા ! રાગરૂપે થાઉં એવી એ વસ્તુ નથી. સમજાણું કાંઈ ? ધીમેથી સમજવું પ્રભુ આ તો મારગ ઉથલપાથલ છે આખો.
હવે કહે છે કે એ તો જ્ઞાનની વાત કરી તમે, એટલે કે આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને જે રાગની ક્રિયાથી એ ભિન્ન છે, તેથી ધર્મીનું કાર્ય રાગ નહિ, પણ ધર્મીનું કાર્ય તો રાગને જાણવું એવું જ્ઞાતાદેષ્ટા એનું પરિણામ છે. સમજાણું કાંઈ ? એમ આપે કહ્યું તો પ્રભુ મને પ્રશ્ન છે, કે પુણ્ય ને પાપ વ્રત ને તપનો રાગ એ અજ્ઞાનથી કેમ ઉત્પન્ન થાય છે ? અજ્ઞાનથી એ કાર્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે ? આહાહાહા ! અરે, આવો મળે વખત. આહાહાહા ! માંડ માંડ માણસ થયો છું અનંતેકાળે, આહાહાહા ! અને એટલો ક્ષયોપશમ પણ કાંઈ વિચાર કરવાનો છે એને, એમાં આ વિચારમાં ન આવે, તો શું કર્યું એણે ? આહા ! એટલે ? કે રાગના પરિણામથી મારી ચીજ ભિન્ન છે, કેમ કે નવતત્વમાં આ જીવ, અજીવ, પુણ્ય પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તો દયાદાન, વ્રત, ભક્તિનાં પરિણામ તો પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષયભોગ વાસનાના( પરિણામ ) પાપ છે એ બેય તત્વ તો ભિન્ન છે. અજીવ જે કર્મ છે, એ પણ ભિન્ન છે. આહાહા ! હું તો શાયક ચૈતન્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. આહાહા !