________________
ગાથા-૯૪
હું ક્રોધ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. જોયું? પાછું એવો પોતાનો, એ જાણે હું છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આહાહા ! મિથ્યાષ્ટિ જીવ, અજ્ઞાની જીવ કહો કે મિથ્યાષ્ટિ કહો, ભગવાન પૂર્ણાનંદના નાથને (નિજાત્માને) નહિ જાણતો, એનાં ઉપર પડદો મારતો અજ્ઞાનથી, એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ આદિનાં ભાવ, તે કર્મનું ભાવ્ય છે, કર્મને આધારે થયેલ છે, એને ઠેકાણે અજ્ઞાની કહે કે એ મારે આધારે થયેલ છે, એમ માનીને તે ક્રોધનો વિકલ્પ કરે છે કે હું ક્રોધ છું. આહાહાહા! નવો માણસ ત અજાણ્યો હોય અને સંપ્રદાયનો આગ્રહી હોય, હવે શું માંડી છે આ તે, ભગવાન ! (શ્રોતા – ધર્મ કરવાની રીત જ આપે બદલી નાખી) બદલી નાખી. જુઓને ! ન્યાયથી તુલના કરશો કે નહીં ? વાણીયા વેપાર કરે ત્યાં ચોપડામાં તપાસે છે કે નહિ, કે આપણે કેટલું લેણું દેણું, કેટલું પહોર પેદાશ હતી, એમાં આ વધ્યા કેટલા પૈસા? કે ખોટ થઈ ગઈ કેટલી? એનો મેળ કરતા નથી દશેરાના દિ' દિવાળીને, એમ આંહી કહે છે કે ખોટનો ધંધો કરે ને માને લાભનો, એ વિકારી પરિણામનો આધાર હું એ ખોટનો ધંધો. મિથ્યાદેષ્ટિ એ ક્રોધ ને વિકારને પોતાનો માને છે. આહાહા ! સમજાણું કાંઈ?
કહો હીરાલાલભાઈ ! આવી વાત આવી ગઈ સરખી. બરાબર આવ્યા ને ઠીક થયું આ. આહાહા ! એ તો (હાથનો ) કટકો તો નહિ પણ આખું શરીર જીવનું નહિ એમ કહે. એ તો નહિ પણ અંદર રાગ થાય એય જીવનો નહિ. આહાહા ! પ્રભુ તારા જનમમરણના રસ્તા મૂકાવાના કોઈ અલૌકિક છે. આહાહાહા... વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથનો પોકાર છે આ, દિવ્ય ધ્વનિનો પોકાર છે પ્રભુનો, પ્રભુ તું તો પૂર્ણાનંદનો નાથ વીતરાગ સ્વરૂપી છો ને! એવા સ્વભાવના અજાણને લઈને, એનાથી વિરુદ્ધ જે રાગાદિ ભાવ, એ મારો છે એવો તું વિકલ્પ કરે છે પ્રભુ તું મિથ્યા શ્રદ્ધામાં દોરાઈ ગયો છે. આહાહાહા ! આહા! પ્રભુ તું દુ:ખના પંથે દોરાઈ ગયો. સમજાય છે કાંઈ?
આનંદનો કંદ પ્રભુ અંદરમાં છે. આહાહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર એમાં જાવું જોઈએ અને આનંદની દશા પ્રગટ થવી જોઈએ, એ સુખનો પંથ છે. એને ભૂલીને એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ રાગ, એનો હું આધાર અને એ મારું કાર્ય, પ્રભુ તું દુઃખને પંથે દોરાઈ ગયો. ચેતનજી! આવું છે. માનો ન માનો દુનિયા એને કોઈ સને, સંખ્યાની જરૂર નથી કે ઝાઝા માને તો સત્ સાચું ને, એમ કાંઈ છે? બાબુભાઈ? બાબુભાઈ બરોબર તાકડે આવ્યા છે સરખા. આવું છે બાપા. આહા...
પ્રભુ એકવાર સાંભળ તો ખરો, વીતરાગના વહેણલા તો સાંભળ, કહે છે. આહાહા ! વીતરાગ આમ કહે છે, કે તું એ રાગ થાય તે માટે આધારે થાય, તો તેં તારા આત્માના સ્વભાવને વિકારી માન્યો, હું? અને એનો સ્વભાવ તો નિર્વિકારી પવિત્ર છે પ્રભુનો સ્વભાવ તો. આહાહાહા !
એવા વિકારી પરિણામ તેનો હું આધાર છું. આહા! એવો વિકલ્પ ઉત્પન્ન કરે છે વિકલ્પ વૃત્તિ ઉત્પન્ન કરે છે મિથ્યાશ્રદ્ધાની, તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, તેથી હું રાગનો પ્રેમી છું, સ્વભાવનો પ્રેમી નહિ, “એવી ભ્રાંતિને લીધે, સવિકાર પરિણામ, એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો” આહાહાહા ! પાછા લીધા એના પરિણામ માન્યું છે ને એણે? એવા ચૈતન્ય