________________
ગાથા-૯૪ ભગવાન પરમાનંદનો સાગર, તેને ભૂલી તેના અજ્ઞાનથી, રાગના દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને પોતાના માની, એ કર્મ ભાવકનું ભાવ્ય, (કર્મ)નું ભાવ્ય છે, એને ઠેકાણે મારું કાર્ય છે (એમ માને છે). આહાહાહાહા !
ગાથા બહુ ઊંચી આવી છે. હીરાલાલભાઈ ! બહુ અલૌકિક વાતું બાપા છે. શું કરીએ ? હેં? વીતરાગ ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ આમ ફરમાવે છે. આહા! સંતો આડતિયા થઈને પ્રભુ કહે છે એમ કહે છે, એને સમાજ માનશે કે નહિ, સમાજમાં વિષમભાવ થાશે કે નહિ? તેની એને દરકાર નથી. મારગ આવો છે. માનો ન માનો સમતોલ રહો ન રહો, આહાહા ! જેણે વીતરાગી પ્રભુને ઓળખ્યો હોય, જાણ્યો હોય, એના પરિણામ રાગ ને પુણ્યપાપનાં એના પરિણામ એનું કાર્ય ન હોય. આહાહાહા ! કહો પંડિતજી! આવી વાત છે. આમાં કોઈ પંડિતાઈ ને સંસ્કૃત વ્યાકરણની કાંઈ જરૂર નથી એમ કહે છે. કેમ પંડિતજી? સંસ્કૃતમાં પ્રોફેસર છે પણ નરમ માણસ છે ને! આવી ગયા ઝુકાઈ ગયા, આવો મારગ છે પ્રભુ. આહાહા ! ન્યાયથી તો કહેવાય છે પ્રભુ. આહાહા !
શું કહ્યું? કે ખરેખર તો કર્મને આધારે પુણ્ય પાપનો ભાવ્ય થાય છે. એને ઠેકાણે અજ્ઞાની સ્વરૂપનો અજાણ, એ વિકારનો ભાવ્ય એનો હું આધાર છું, આહાહાહા!ચીમનભાઈ ! ઝીણું પડે આવું મુંબઈમાં, આહાહા ! પ્રભુ અનંત આનંદનો સાગર છે ને અંદર. આહાહાહા ! અતીન્દ્રિય અનંત જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ, આ ઈન્દ્રિયમાં સુખ માન્યું એ તો કલ્પનાનું દુઃખ છે. એ દુઃખની દશા કોઈ (આત્મા) કરે એવો કોઈ ગુણ નથી, એમાં તો આનંદગુણ છે. આહાહાહા ! એવા અતીન્દ્રિય આનંદના ગુણનો ભરેલો ભગવાન તેના અજ્ઞાનને લીધે, એ પુણ્ય ને પાપના રાગના ભાવને, મારે આધારે થયા છે એમ અજ્ઞાની માને છે. પ્રભુ તું તો આનંદ ને જ્ઞાન છો ને તારે આધારે આ કેમ થાય? સમજાણું કાંઈ ? આહા !
ભગવાન બિરાજે છે દેહમાં પ્રભુ બધા, એ શેષ શરીર બરીરને ન જુઓ એ તો જડ માટી ધૂળ છે, કર્મને ન જાઓ એ અજીવ ભિન્ન છે, એ અંદર પુણ્ય પાપના ભાવને ન જાઓ એ વિકારી પરિણામ એ આત્માનું સ્વરૂપ નથી. આહાહાહા... પણ એ આત્માના સ્વરૂપના અજાણ જીવો અનાદિથી ભગવાન પોતે બિરાજે છે અંદર, જિન સ્વરૂપી આત્મા ! એનું જ્ઞાન ન કરીને, તેનું લક્ષ ન કરીને, તેનું ધ્યાન ન કરીને, એવા શુદ્ધ સ્વરૂપના અજ્ઞાનથી એ શુભ-અશુભ રાગનું કામ, એનો હું આધાર છું, એમ માનીને એ ક્રોધનો કર્તા થાય અને ક્રોધ મારું કાર્ય છે, એમ માને. આહા ! આવી વાતું એકેએકમાં ફેર.
ઓલો તો કહે, ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું, શું નથી એ સ્તુતિમાં આવતું? સ્તુતિ આવે છે ને પહેલી, પાંચ દશ મિનિટ સ્તુતિ બોલે છે “મા હણો, મા હણો જીવને એવો ભગવાનનો, ઉપદેશને સ્તુતિમાં પહેલું બોલે ને પછી વ્યાખ્યાન શરૂ કરે, અમેય કરતાને પહેલાં, આહાહા ! અરેરે કોણ હણે ને કોણ જીવાડે પરને? અને આ લોકોએ વળી એ શબ્દ કાઢયો છે હમણાં અંગ્રેજીનું “જીવો અને જીવવા દો” જીવો (ને) જીવવા દો. અરે કોણ જીવવા દે? અરે ભગવાન! તારું જીવન જીવવા દો એ તો પ્રભુ જીવતર શક્તિનું કાર્ય છે. આનંદ ને શાંતિના પરિણામ થાય એ જીવનનું જીવન કાર્ય છે, “એ જીવે જીવો” અને જેને રાગ ને પુષ્ય ને પાપના