________________
ગાથા-૯૪ વિકારને, “અનુભવન કરવાથી” એ વિકાર છે પુણ્યપાપનો ભાવ તેનો અનુભવ કરવાથી “હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે” એટલે? કે ચૈતન્ય જ્ઞાયક આનંદ સ્વભાવ તેનાથી વિરુદ્ધભાવ જે રાગ તેને અહીંયા ક્રોધ કીધો છે, કેમ કે સ્વભાવની રુચિથી વિરુદ્ધ છે. અરુચિ, સ્વભાવની અરુચિ છે અને રાગની રુચિ છે તેથી તેને ક્રોધ કીધો છે. આહાહા ! આવી વાત છે. શું કીધું ઈ ? (ફરમાવો).
ભગવાન આત્મા ચૈતન્ય આનંદ ને વીતરાગ મૂર્તિ, એનાથી વિરુદ્ધ જે રાગ ચાહે તો દયાદાનનો હોય કે વ્રતતપ આદિનો, પણ રાગની જેને રુચિ છે, તેને સ્વભાવની અરુચિ, સ્વભાવ પ્રત્યે તેને ક્રોધ છે. આહાહા ! આવું સ્વરૂપ હવે, તેને ક્રોધ હું છું એમ માને છે, એટલે? કે ભગવાન ચૈતન્ય સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, એની રુચિ છોડીને, જેને રાગની રુચિ છે, તેને સ્વભાવ પ્રત્યે અરુચિ છે, તેથી તેને સ્વભાવથી વિરુદ્ધ એવો રાગ તેને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો છે. શશીભાઈ ? આવું છે બાપુ બહુ, આહાહા! “હું ક્રોધ છું એટલે કે હું આત્મા આનંદ છું, જ્ઞાન છું, એને ભૂલીને આત્માના સ્વભાવથી વિરુદ્ધ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ તે રાગની જેને રુચિ છે તેને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે, તેથી તે ક્રોધ હું છું એમ માને છે. આહાહાહા ! સમજાય છે કાંઇ? ભાષા તો સાદી પ્રભુ મારગ તો કોઇ, આહા!
એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે” એવો પોતે શુદ્ધ ચૈતન્યઘન આનંદ હોવા છતાં, તેની રૂચિ ને તેનો આશ્રય નથી તેથી તે રાગની રુચિને પોતાનો વિકલ્પ કરે છે કે એ રાગ મારો છે. આહાહા! આવું સમજવું, સાંભળવું કઠણ પડે, મારગ આવો છે ભાઈ ! (શ્રોતા- એટલી પ્રતિકૂળતા આવે તો ય સમતા ભાવ રાખે ) કોણ? અહીં તો અજ્ઞાનની વાત છે ને? અજ્ઞાનની આંહીં તો વાત છે. અજ્ઞાનમાં ચૈતન્ય જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ અને એનાથી વિરુદ્ધ ભાવ જે રાગ એની રૂચિ છે જેને, તેને જ્ઞાયક ભાવ પ્રત્યે અરુચિ છે. તેને અહીંયા ક્રોધ કહેવામાં આવે છે. અહીં જ્ઞાનીની વાત નથી. (શ્રોતા દ્રવ્યલિંગી મુનિ ક્ષમા કરે છે) દ્રવ્યલિંગી ક્ષમા કરતો જ નથી, એને રાગ આવે છે, તેનો પ્રેમ છે તેથી તે ક્રોધી છે જીવ પ્રત્યે, આકરી વાત છે. આહાહા! ભાઈ !
ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એ જ્ઞાયક સ્વરૂપ જાણક દેખન સ્વભાવ સ્વરૂપ પ્રભુ તેની રાગથી ભિન્ન પડીને રુચિ નથી, એનું જ્ઞાન નથી. તેથી તે રાગને ને આત્માને બેને એક માની અને હું ક્રોધી છું એટલે હું વિકાર કરનારો છું, મારો સ્વભાવ છે એનાથી વિરુદ્ધ ભાવ તે જ હું છું, એમ માનનારો સ્વભાવ પ્રત્યે અનાદર કરી અને વિકારનો કર્તા અને ક્રોધ છું, એમ માને છે. આવી વાત છે પ્રભુ, મુશ્કેલી છે આખી એવો પોતાનો આત્મ વિકલ્પ કરે છે, “તેથી હું ક્રોધ છું” અહીં સુધી તો આવ્યું તું. આહાહા ! હું આનંદ છું, જ્ઞાયક છું, વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેની દૃષ્ટિના અભાવે તેના અવલંબનના અભાવે તેનો સ્વભાવનો સ્વીકાર નહિ ને અસ્વીકારને કારણે તેને જે સ્વભાવથી વિરુદ્ધ રાગ, તે હું છું એ હું ક્રોધ છું “એવી ભ્રાંતિને લીધે” ભ્રાંતિને લીધે, ભગવાન આત્મા ક્રોધ છે નહિ, આહાહાહા ! સમજાય છે કાંઈ?
- હું ક્રોધ છું, એવી ભ્રાંતિને લીધે “સવિકાર, વિકાર સહિત એવા ચૈતન્ય-પરિણામે પરિણમતો થકો” જોયું છે તો પાછા એના, સવિકાર પરિણામ મારા એમ માને છે ને? તેથી ચૈતન્યપરિણામે પરિણમતો થકો એમ. એ વિકારી પરિણામ ચૈતન્યનાં છે–એમ ચૈતન્યપરિણામે પરિણમતો