________________
ગાથા-૯૪
૧૩
ઉત્પન્ન થયેલો ભાવ, રાગ તે રાગથી ભગવાન ભિન્ન છે તેનું ભાન નથી, તેથી ‘બે’ ને એક માનીને, ચૈતન્ય સ્વભાવ અને રાગ, ‘બે’ ને એક માનીને રાગનો આધાર ઉત્પન્ન કરનારો હું છું, તેથી હું રાગ છું એમ અજ્ઞાની માને છે. આહાહાહા !
હું ‘દ્વેષ’ છું, અણગમો જે અંદર ઉત્પન્ન થાય, એનાથી પ્રભુ ભિન્ન છે. ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ, એની ભિન્નતાનું ભાન નથી અજ્ઞાનીને, તેથી તે અજ્ઞાની કર્મના ભાવકરૂપી ભાવ્ય દ્વેષ તેનાં પરિણામે પરિણમતો ચૈતન્યનું એ પરિણામ છે એમ પરિણમતો તે, હું દ્વેષ છું એમ એ માને છે. આહાહા ! આટલી શરતું નાખીને વાત હાલે છે, પંડિતજી ? હું ‘ કર્મ ’ છું. હવે આવ્યું જડ. આ તો વિકા૨ી પરિણામ હતા, હું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું, એવી જેને ખબર નથી તેથી તેનું હોવાપણું છે એવું કયાંક માનવું તો પડશે, આવો જે સચ્ચિદાનંદ પ્રભુ હોવાપણે છે, એ હોવાપણાની એને ખબર નથી. તેથી તે કર્મ હું છું એમ એ માને એનું અસ્તિત્વ ત્યાં માને છે. આહાહા ! સમજાણું કાંઇ ?
‘કર્મ’ કર્મ હું છું, એ આઠ કર્મ એ હું છું. એ તો અજીવ છે, પણ જીવ તેનાથી ભિન્ન આનંદસ્વરૂપ પ્રભુ ! એને નહિ ખબર હોવાથી એ કર્મ પણ મારાથી ઉત્પન્ન થયું જડ, કર્મનો આધાર હું છું. આહાહા ! આવું સાંભળવા મળે મુશ્કેલ, વાણીયાને નવરાશ ન મળે, સત્ય ને અસત્યનો નિર્ણય કરવો. આહાહાહા ! આવા વખત કયારે મળે ભાઈ ? માંડ માણસ થયો. એમાંય એને કાંઇક વિચારશક્તિ પણ છે, પણ એ વિચારશક્તિ કયાં ગોઠવવી એની ખબર નથી. આહાહાહા ! એ અંદર રાગને આદિ ભાવ થાય કર્મ, પોતે જુદી ચીજ છે તેની એને ખબર નથી, તેથી તેનું હોવાપણું કર્મ હું છું એમ એ માને છે. આહા ! ‘નોકર્મ’ મન, વચન ને કાયા એ તો બાહ્ય નિમિત્તો એ હું છું, આ હું છું ભગવાન ચિદાનંદ જ્ઞાતા, એની ખબર નથી તેથી તે નોકર્મ આ બીજી ચીજો છે ને ? સ્ત્રી કુટુંબ પરિવાર આદિ નોકર્મ છે બધાં, એ હું છું. અને એનો આધાર હું છું, મા૨ે લઇને એ બધા ટકયા છે. હું એનો નભાવ કરું છું, સ્ત્રીનો, કુટુંબનો પરિવા૨નો એ બધા ચીજો મારી છે. અને મારે આધા૨ે રહેલી છે, તેથી તે હું છું, એમ કહે છે. સમજાણું કાંઇ ? આહાહા!
‘મન’ અહીં મન છે, જેમ આ વાણી છે, જેમ આ આંખનો કોડો આદિ છે એમ આંહીં મન છે, આઠ પાંખડીનું ખીલેલું કમળ હોય, એવું અનંતા ૫૨માણુનું બનેલું આંહીં ( હૃદય પાસે ) મન છે, જે આત્મા વિચાર કરે ત્યારે એને નિમિત્ત એ છે, એ મન છે તે હું છું. કેમકે મન વિનાની ચીજ છે તેની ખબર નથી. આહાહા ! મનથી ભિન્ન ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, અણાકુળ આનંદનો કંદ પ્રભુ એની જેને ખબર નથી, એની જેને સાવધાની નથી, એને એમ કહે છે કે હું તો આ મન છું. આહાહા ! મનને લઇને હું રહેલો છું અને મન છે તે મારે આધારે રહ્યું છે, અહીં છાતીમાં અનંત રજકણની આઠ પાંખડીને આકારે કમળ એવું અહીં હૃદયમાં વિચારમાં નિમિત્ત. આહાહા... એ ‘મન’ એ હું છું, કેમ કે મનથી રહિત ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જેની નજરમાં આવ્યો નથી.
જેની પૂર્ણ હૈયાતીનો સ્વીકાર નથી એની હૈયાતી ક્યાંક તો એને માનવી પડશે. એટલે કહે છે કે હું તો ‘મન’ છું, અને મનનાં પરિણામ મનની દશાનો કર્તા હું છું, આવું હવે સાંભળવું,