________________
વિવેચન ]
[ ૨૭
પહેલાના જમાનામાં એવા હોંશિયાર વૈદ્ય હતા. નાડી તે શું પણ જીભ, મહું કે આંખ જોઈને પણ કહી દે કે શરીરના કયા ભાગમાં ખરાબી છે
બે દેખાય એટલું જ માનનારાને પિતાના મતને વફાદાર રહેવું હોય તે દવા લેવાય ખરી ?
પણ તમે એ કઈ મૂર્ખ જો ખરે કે વૈદ્યને કહે, તું કહે એટલા માત્રથી પેટમાં ગાંઠ છે ને હું મરી જવાને છું એમ માનીને હું દવા ન લઉં.
મને ગાંઠ દેખાડ કે હું કેવી રીતે મરી જવાને છું એ જાણ્યા પછી દવા લઉં.
ભલે ધર્મની વાત માનવાની આવે ત્યારે તમે એમ કહે કે, અમે તે જોઈએ તે જ માનીએ પણ આવી વાત આવે ત્યારે તો ન જુએ તે ય માને અને ન માનવા જેવું હોય તે ય માને.
કેઈએ કહ્યું, “અહીંના પાણીમાં જંતુ છે” બસ ભાઈસાહેબને વહેમ પડી ગયો. પછી તે કેવું માને ? કેવું ગરમ કરીને પાણી પીવા માંડે અને અમે કહીએ કે ભગવાને કહ્યું છે “સચિત્ત પાણી ન પીવે સચિત્ત પાણી પીવાથી પાણીના અસંખ્યાત જનો નાશ થાય છે તે તરત કહે કે, “ અમને જીવ દેખાતા નથી માટે અમે નહીં માનીએ”
પણ, જ્યારે રેગચાળો ફેલાતો હશે ત્યારે તમને પાણીમાં જ તુએ દેખાતાં હશે ને?
આપણે વિષય તે એ ચાલી રહ્યો છે કે, નાસ્તિક મતનું અવલંબન કરનારાને વ્યવહારમાં જીવવું પણ મુશ્કેલ છે.