________________
આત્મજ્ઞાન
૨૭
દયામય અને વૈરાગ્યમય ધર્મ, જીવને ભવભ્રમણના ચક્રાવામાંથી છોડાવે છે. ધર્મના અનુષ્ઠાન માત્રમાં જીવદયા અને વિષય-વૈરાગ્ય વણાયેલા છે, એ ધર્મ મહાન પુણ્યના યેગે જ મળે છે.
જીવમાત્રને સૌથી અધિક સુખ અને પ્રેમ પોતાના પ્રાણની રક્ષામાં રહે છે. એટલે બીજા જીવને સુખ આપતાં એના ફળરૂપે પોતે સુખના અધિકારી બને એમાં નવાઈ નથી. જેણે એક જીવની રક્ષા કરી, એણે વિશ્વના સર્વ જીવોની રક્ષા કરી, જેણે એક જીવને હ તેણે વિશ્વના સર્વજીને હણ્યા. મનના પરિણામની આ વાત છે.
તાત્પર્ય કે આત્મભાન અત્યંત જરૂરી છે, તેના સિવાય આત્મરતિ શક્ય નથી, વિષય-વિરક્તિ શક્ય નથી.
દયાના વિષયભૂત આત્મા આ રીતે જીવને સર્વોચ્ચ દશામાં લઈ જવાનું મહાન ઉપકારક કાર્ય કરે છે.
આત્મજ્ઞાન આત્મજ્ઞાન માટે નમસ્કાર અને નિષ્કામ કર્મ માટે સામાયિકને અભ્યાસ જરૂરી છે.
આત્મજ્ઞાનના સંસ્કારોથી પૂર્વ સરકારને નાશ કરી શકાય છે. નિષ્કામ કર્મ દ્વારા નવા સંસ્કારોની ઉત્પત્તિને રોકી શકાય છે. આત્મજ્ઞાનને માટે સત્યનું વારંવાર અનુશીલન આવશ્યક છે. સત્યનું જ્ઞાન થયા બાદ ગુરુને ઉપદેશ “તરવમસિ” રૂપ મળે છે. એ સત્યના અનુશીલનથી “હું ત્રા”િ ને બંધ થાય છે.
“ત્રવિદ્ ત્રણવ મવતિ” | સંસારમાં કેઈપણ શક્તિ, કેઈપણ ક્રિયા, યા કેઈપણ પદાર્થને નાશ થતો નથી. તે નિયમને વિજ્ઞાન પણ માન્ય કરે છે. જીવ પણ પૂર્વ જન્મના કાર્યોને સંસ્કાર રૂપમાં પ્રાપ્ત કરે છે. અને વર્તમાન જન્મની ગાડીને આગળ ચલાવે છે. “હું શરીર નહિ પણ શરીરી છું, રથ નહિ પણ રથી છું. મરણશીલ નહિ પણ અમર છું, પ્રકાશપુંજ છું પણ માટીરૂપ નથી, ન શસ્ત્ર મને છેદી શકે છે, ન આગ મને બાળી શકે છે, ન પાણી મને ભીંજવી શકે છે, ને હવા મને સૂકવી શકે છે.
સંસારમાં જીવને બાંધી રાખનાર બે વસ્તુ છે. એક અવિદ્યા બીજી તૃષ્ણ. વસ્તુનું વાસ્તવિક વિજ્ઞાન ન હોવાથી જે કાંઈ કર્મ થાય છે, તેનાથી સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તેના ફલોગ વખતે તૃષ્ણ જન્મે છે. આ અવિદ્યા અને તૃષ્ણના કારણે જીવને ફરી ફરી જન્મ ધારણ કરવા પડે છે. અવિદ્યાના સંસ્કાર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. અને તૃષ્ણાના સંસ્કાર નિષ્કામ કર્મથી નાશ પામે છે.
આત્મજ્ઞાન માટે નમસ્કાર અને નિષ્કામ કર્મ માટે સામાયિક સર્વશ્રેષ્ઠ સાધન છે.